બ્લોગબાબા

* બ્લોગ જગતમાં આ બ્લોગબાબા નું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ કોપી-પેસ્ટ, ચોરી-ચપાટી, પ્લેગરિજમ, કોમેન્ટ ઉઘરાણી વગેરે કરીને ધંધો કે ધંધા કર્યા હતા. પરંતુ કરુણતાની બાબતમાં બ્લોગબાબા એ સૌને ટપી ગયા. બ્લોગ-ફેસબુક પર ભરાતો બ્લોગબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય કે ન હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘બિગ બોસ’ જેવા કાર્યક્રમ જોવાની જરુર ન પડે. દેશની સમસ્યાના બ્લોગબાબા દ્વારા સૂચવાતા મૌલિક (કે ધાપેલા!) ઉકેલો સાંભળીને સ્વસ્થ વાચક બે ઘડી આંખો ચોળતો અને ‘જે વાંચુ છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. બ્લોગબાબાના દરબારમાં બબ્બે કોમેન્ટો અપ્રૂવ કરાવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુધ્ધિ – અરે, સાદીસીધી સામાન્ય બુધ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

બ્લોગબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને મોદી સામે પડવાનો, તો કોઇને ગુજરાતમાં બધું જ ખરાબ છે એવું સૂચવે. કોઇને કહે કે ગરીબ કલ્યાણ મેળામાં ન જઇને કોંગ્રેસ પાસેથી પેલાં ઘરનું ઘરનું ફોર્મ ખરીદજો, તો કોઇને કહે કે BRTS ને બદલે પગપાળાં મુસાફરી કરજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે બ્લોગબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને મુર્ખાઇ કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક દિગ્વિજયસિંહ આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને બ્લોગબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે ગુજરાતવિરોધી છો…’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘વિષકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, ચંદ્રકાંત બક્ષીના જાણીતા પ્રયોગ (‘વિચારવું એ ખતરનાક ક્રિયા છે’) પ્રમાણે, અવિચારપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘બ્લોગબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.
.
..

….

‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતદુષ્ટરત્ન’ માટે બ્લોગબાબા કેમ રહેશે?

બસ, બસ, આથી વધારે હસવાની મારી તાકાત નથી 😉

Advertisements

22 thoughts on “બ્લોગબાબા

 1. રોફ્ડાફોફ્ડા….કાર્તિક, મારું હસવાનું રોકાતું નથી..
  હું તો બ્લોગબાબા ની નિયમિત મુલાકાત લઉં છું પણ મને હજી મારા પ્રશ્નો નું સમાધાન નથી મળ્યું 😉
  જોકે, બ્લોગબાબા નું કહેવાનું એવું છે કે – મારી બુદ્ધિ ઓછી પડે છે, મારા પ્રશ્નો રજુ કરવામાં અને એમની બુદ્ધિ (જેટલી છે એટલી) વાપરી જાય છે મારા પ્રશ્નો નું સમાધાન કરવામાં (હાહાહા) અને એમના કાયમ ના ગ્રાહક નિરાશ થઇ જાય છે.

  Like

 2. Gujarat ni bar tame gaya ane e pan ekla etle.. roj ek article to vanchvani maja pade chhe.. and PG ma chho and chhato pani ni bandhi vagar na area ma chho e dekhay ave chhe.. 😉

  Like

 3. બ્લોગ બાબા સરાજાહેર-ઉઘાડેછોગ કહે છે કે હું કોઈને આમંત્રણ આપતો નથી તો પણ આપણા જેવા એના બ્લોગના રસિયા છીએ.. આને (જ) કહેવાય ગુજરાતી વર્લ્ડને અન્યાય..હળહળતો (કે હડહડતો ?) અન્યાય 😛

  Like

 4. કાર્તિકલાલ જમાવટ છે યાર. મજા પડી ગઈ. વાત સાચી છે. ઉર ઉરમાં વિષ ભર્યું છે માણસમાં, ને એના બ્લોગમાં ને વિચારોમાં, પણ તોય મુલાકાત તો લઈ જ લઈએ છીએ. બાકી તમારી પોસ્ટના એકેક વાક્ય સાથે સંમત.

  Like

    1. I will give you some hints, Krutesh.
     It is the person who supports Kashmir be separated from India.

     He thinks that a question on his idiotic article, which he and his bhaktvrund (don’t worry, its just made of 4 people ;)) call a haasyalekh, “કુલપતિની ઓફિસમાં છાસવારે ઘુસી જઇ તોડફોડ મચાવતા ‘વિદ્યાર્થીનેતા’ઓથી બચવા શું કરવું જોઇએ?” shouldn’t be asked ever in this universe.

     He says that Chandrakant Baxi told him that Baxi wanted to become a Rajyasabha MP from Gujarat and that’s why he wrote good things about Narendra Modi and wrote a book called Godharakand: Gujarat viruddh Secular Taalibaan.

     He says that the police officers who encountered the terrorists like Ajmal Kasaab must be hanged till death because they violated the human rights of innocents.

     He has to keep on shouting against Narendra Modi to get the money from Congress and NCP so that he can support his elder brother’s dead (never-alive!) career and family.

     He is extremely jealous of the immense popularity of Jay Vasavada, Kinner Aacharya and Gunvant Shah.

     Please let me know if you need more hints.

     Like

 5. આજે એકદમ બ્લોગ બાબા નો વારો ક્યાંથી આવ્યો? કૈંક નવાજુની થઇ?

  Like

 6. બ્લોગ્બાબા કોણ છે અને કયા સંદર્ભમાં છે એ નથી ખબર પડતી? Can you plz clarify?

  Like

 7. અમે એ બ્લૉગબાબાના કાળાવિચારોના દર્શન કરવાનું છોડ્યું તેને લગભગ વર્ષો થયા અને હજુયે બાબાના (કુ)વિચારોથી કયાંક અભડાઇ ન જઇએ એટલી દુરી રાખીએ છીએ.

  એક નોંધ- આ બાબા હજુ મારા ફેસબુક મિત્રોમાં તેમનું સ્થાન શોભાવે છે (એય Restricted લિસ્ટમાં !!). પણ ઉપરની કૉમેન્ટ પછી કંઇ કહેવાય નહી.

  Like

  1. તમે ક્યાંક ઉ**** કો***** ની વાત તો નથી કરતાં ને……..! હહાહાહાહા………!

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s