અપડેટ્સ – ૬૭

* foss.in/2012 નું રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે. ૨૦૦૪ પછી પહેલી વાર ડેલિગેટ કે વિઝિટર બનીને જઇ રહ્યો છું એટલે મજા આવશે. થોડી સ્પિકર રુમની મજાક ગુમાવીશ પણ બધાં મિત્રો ફરી મળશે એનાથી મોટી મજા શું?

.. અને બેંગ્લોર અલ્ટ્રાનો કાર્યક્રમ (લગભગ) પડતો મૂકવામાં આવ્યો છે. હજી એકાદ મહિના સુધી એટલે જ્યાં સુધી ખાવા-પીવાની બરોબર સગવડ ન થાય ત્યાં સુધી લાંબું દોડવું ન જોઇએ એવું લાગે છે. તેમ છતાંય, નિયમિત દોડવાનું તો ચાલુ જ છે. (હમણાં જ ખબર પડી કે અલ્ટ્રાની રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઇ છે.. તો કદાચ..). બીજી એક બેંગ્લોર મિડનાઇટ રન છે. લેટ્સ સી.

* શનિવારે ડેબિયન મિત્ર વાસુદેવને ત્યાં ધામા નાખવામાં આવ્યા હતા અને ડેબિયન પર કામ-કાજ, બગ ફિક્સિસ અને વાતચીતનો દોર ચાલ્યો હતો. વચ્ચે સમય કાઢીને અમે જમવા પણ ગયા🙂 અહીં આવ્યા પછી પહેલી વાર કેમેરામાં ક્લિક કરવાનો મોકો મળ્યો, પણ કંઇ ખાસ ફોટોસ્ લેવામાં ન આવ્યા. Sankey Tank નો એક રાઉન્ટ વત્તા મલ્લેશ્વરમ વિસ્તારમાં થોડું રખડવામાં આવ્યું. વર્ષો પછી BMTC ની બસોમાં મુસાફરી કરાઇ. એ માટેની પૂર્વ શરત એક જ કે તમને બસ નંબર ખબર હોવી જઇએ નહીતો, ગોતી લ્યા, ગોતી લ્યા (કન્નડમાં ગોતી લ્યા એટલે મને ખબર નથી😉, થેન્ક્સ ટુ પિનલભાઇ!)

* કવિન અત્યારે ઘરમાં ‘એકહથ્થું’ શાસન ચલાવે છે, એવા સમાચાર મળ્યા છે. પાટાનો લાભ ઉઠાવીને તે ગઇકાલે સોસાયટીની વેશભૂષા સ્પર્ધામાં ‘મમી’ બન્યો હતો😉

Egyptian Mummy in fancy dress competition!

મજાની વાત એ કે ‘મમી’ બનવાનો વિચાર એનો પોતાનો હતો. કદાચ પિરામીડ રન ગેમમાંથી આવ્યો હોય. જે હોય તે, મને બહુ ગર્વ થયો🙂

7 thoughts on “અપડેટ્સ – ૬૭

  1. કાર્તિકભાઈ તમારે કવીન ને ફ્રેકચર થયું તે પહેલા રીડર્સ માટે એક ક્વીઝનું આયોજન કરવાની જરૂર હતી કે આ ફોટોમાં જોઇને ગોતી કાઢો કે કવીન ને ફ્રેકચર ક્યાં હાથમાં થયું છે🙂 { ” ગોતી લ્યા, ગોતી લ્યા ” ને બદલે ગોતી કાઢો ગોતી કાઢો😉 }

    Like

    1. મમીની મજાક નહી ઉડાવવાની. શ્રાપ આપી શકે છે, અને આ તો પાછું નાનકડું મમી. જબરું છે.

      Like

  2. અરે કાર્તિકભાઈ! હું તો કેરો શહેરનો છું. એટલે મમીને મમ્મી સાથે જોઈ આવ્યો છું. ક્રિયેટિવીટી સારી કરી પણ…આ બચારાને ક્યાં આ રીતે ભેરવી નાય્ખો બાપલ્યા!?!?!

    Like

    1. એણે જાતે જ નક્કી કરેલું કે મમી બનવું😉 તો અમે શું કરી શકીએ? અમારા વિશલિસ્ટમાં ‘મમી’ (પિરામીડ પણ!) જોવાનો પ્લાન છે. જોઇએ, ક્યારે શક્ય બનશે!

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s