આ અઠવાડિયાની ફિલમો

* હવે પેલા અપડેટ્સ પોસ્ટની જેમ બ્લોગ વાચકોને આવી અનેક પોસ્ટ સહન કરવાની આવશે. તો કેવું રહ્યું આ ફિલ્મી અઠવાડિયું?

૧. સેફ (૨૦૧૨)

આ એક સરસ ફિલ્મ છે, જે થિએટરમાં જોવા જેવી હતી. માર-ધાડથી ભરપૂર છે, પણ સંવેદનાથી પણ ભરપૂર છે. બધું જ ખોઇ ચૂકેલો માણસ જ્યારે એક નાનકડી છોકરીને બચાવે છે, ત્યારે માત્ર વ્હાલને કારણે તે કંઇ પણ કરી શકે છે. મસ્ટ સી.

૨. મેન ઓન ફાયર (૨૦૦૪)

સેફ જોયા પછી મેન ઓફ ફાયર તમને એક જ થીમની લાગે અને મેન ઓફ ફાયર જોયા પછી જો સેફ જુઓ તો પણ સરખું લાગે. બન્નેમાં વાર્તા અલગ છે પણ થીમ સરખી છે. બન્નેમાં નાનકડી છોકરીઓની એક્ટિંગ અદ્ભૂત છે. આ મુવી પરથી એક અજનબી બનેલી છે (જે અમે થિએટરમાં જોયેલી.. એ દિવસો :)).

૩. ધ અમેઝિંગ સ્પાયડરમેન (૨૦૧૨)

ધાર્યા કરતાં તો આ મુવી સારું નીકળ્યું. જો કે થિએટરમાં ના જોયું તો બહુ ગુમાવ્યુ નથી.

૪. ઘોસ્ટ રાઇડર – ૨ (૨૦૧૧)

યક. ધાર્યા કરતાં પણ ખરાબ!

૫. ચેરિઓટ્સ ઓફ ફાયર (૧૯૮૧)

ખાસ રનર્સ માટેનું મુવી. ક્યારનુંય બાકી રહી જતું હતું.

૬. અબ્રાહમ લિંકન – વેમ્પાયર હન્ટર (૨૦૧૨)

સારી ફિલમ. હવે, આપણાં કોઇ પ્રેસિડેન્ટ કે વડાપ્રધાનને વેમ્પાયરને મારતા બતાવીએ તો? અરે, એ લોકોને બોલતા બતાવીએ તો પણ ભયો, ભયો!😉

૭. ટિંકર ટેલર સોલ્જર સ્પાય (૨૦૧૧)

સરસ અને અત્યંત ધીમી ફિલમ. ધીરજ ન ધરાવતા વ્યક્તિઓએ ન જોવી. પણ, સરસ ડાયરેક્શન, રજૂઆત અને સ્ટોરી.

બાકી વીક-એન્ડમાં હેરી પોટરના પેલા બે ભાગ તો જોવાના જ છે! (ઓકે, મજાક છે! પણ થોડા દિવસો પછી જોઇશ). હવે, ધ હોબિટ આવે એટલે થિએટરમાં જવું છે.

4 thoughts on “આ અઠવાડિયાની ફિલમો

  1. 1} જેસન સ્ટેધામની જય હો ! 2} SMS : Public hunter, બનાવવા માટે વિદેશી હક્કો ખરીદવામાં આવ્યા છે 🙂

    અને રોજની એક મુવી ! તમે તો અમને ય વટી ગયા😉

    Like

  2. સારી ફિલમ. હવે, આપણાં કોઇ પ્રેસિડેન્ટ કે વડાપ્રધાનને વેમ્પાયરને મારતા બતાવીએ તો? અરે, એ લોકોને બોલતા બતાવીએ તો પણ ભયો, ભયો!
    good idea vichar j khad khadat hasavi gayo

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s