અપડેટ્સ – ૬૮

* હવે નક્કી કર્યું છે કે દર અઠવાડિયે એક જ વાર અપડેટ વાળી પોસ્ટ મૂકવી. કારણ? કારણ તો એ જ કે કંઇ ખાસ નવું બનતું નથી. સવારે ઉઠવાનું, દોડવાનું (સોમ-શુક્ર/શનિવાર સિવાય), fooસાગરમાં બ્રેકફાસ્ટ, ઓફિસ, પાછા આવીને fooસાગરમાં ડિનર (સીદ ડોસા, સર) અને પછી થોડું ડેબિયન અથવા બીજાં પ્રોજેક્ટ પર કામ વત્તા મુવી અને zZZz. આ રુટિન શનિ-રવિ બદલાય કારણકે લંચ માટે શું કરવું એ યક્ષપ્રશ્ન આવીને ઉભો રહે!

* ગયા અઠવાડિયામાં સરસ દોડાયું. અહીં સવારની સરસ ઠંડક મને પથારીમાંથી ન ઉઠવા માટે મજબૂર કરે છે, પણ રનિંગ પાર્ટનર મજબૂત અને નિયમિત છે. વીકએન્ડમાં જોકે એકલા દોડવાનું થયું, પણ મજા આવી ગઇ.

* વીક માં સારી ઘટના ગણીએ તો મારી બેંક મને જડી ગઇ! ગુગલ મેપમાં ઓફિસની બાજુમાં બતાવાતી હતી અને ત્યાં જઇને તપાસ કરી તો કંઇ નહી (એની જગ્યાએ સ્કિન, હેર લેસર ક્લિનિક કે એવું કંઇ નીકળ્યું!). પછી, બેંકની ઓફિશિઅલ સાઇટ પરથી સાચું સરનામું મળ્યું અને બુધવારે દોડવા માટે એ બાજુ ગયો હતો તો અચાનક દેખાઇ.

અને, ખરાબ ઘટના એ બની કે, શનિવારે અડધો કલાક ચાલીને (અને એટલો જ સમય પાછાં આવતા!) ત્યાં ગયો તો ખબર પડી કે બેંક ‘બકરી ઇદ’ ના લીધે બંધ છે!!

* રવિવારે સાંજે શ્રેણિક વિકમને ફોરમ મોલમાં મળવાનું નક્કી કરેલું તે પ્રમાણે મળ્યા. મેં તો સબ-વે વત્તા વડા-પાઉં ઝાપટ્યા અને એન્ડ્રાઇડ પર ખૂબ બધી ચર્ચા કરવામાં આવી. રીટર્નમાં બસ મળી ગઇ એ અદ્ભૂત ઘટના કહેવાય🙂

* અને, કવિનને મમી બનેલો તે વેશભૂષામાં પ્રથમ નંબર આવ્યો છે, એવા સમાચાર મળ્યા છે!!

3 thoughts on “અપડેટ્સ – ૬૮

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s