જ્યારે અમે નાના હતાં – છાપ

* આ છાપ એટલે શું? છાપ (અને છાપો) એટલે માચિસની બોક્સ પરનું આગળનું કવર. એ દિવસો હતા જ્યારે લોકો ચૂલો, સગડી કે ઇવન ગેસ સળગાવવા માટે માચિસ વાપરતા હતા (કે પછી બીડી-સિગારેટ પીવા માટે પણ!) ત્યારે અમે નાના હતા.

મેચબોક્સ પર કિટ્ટન ફેમિલી

આ કલેક્શનનો શોખ હોવો સ્વાભાવિક હતો, કારણ કે એ સમયમાં આ શોખ બધાંને હતો. છાપો સંગ્રહ કરવી, પછી છાપોનું એક્સચેન્જ અને પછી ક્યારેક તેને પત્તાની જેમ તો પથ્થર મારીને (લખોટીની જેમ કૂંડાળામાં મૂકીને, નિશાન તાકીને..) રમવી એ પણ જબરો ટાઇમ-પાસ હતો. મને કેટલીક છાપો વારસામાં મળી, તો કેટલીક અમે ભેગી કરી, એક એલ્યુમિનિયમની પેટી ભરીને, જે આજ-કાલ બેંકોમાં પૈસા ભરવા માટે વપરાય છે! કેટલીક વખત અમે છાપો વીણવાં માટે બસ-સ્ટેન્ડ  પણ ગયેલા. હા, અમે ઘણાં બધાં, એમાનાં કેટલાંક લોકો આજે મારા ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં પણ છે, હેલો! 😀 સરવાળે આ છાપોનું કલેક્શન અમે કોઇને આપ્યું, અને પછી એ ક્યાં ગયું, કોઇને ખબર નથી. મને યાદ છે ત્યાં સુધી મારી કેટલીય વસ્તુઓ ખોવાઇ જતી, જે કદી ફરી ક્યારેય જોવા ન મળી (અમને શંકા છે, કે કોઇક લઇ જતું, અને અમે હવે જાણીએ છીએ કે કોણ લઇ જતું ;))

અને, હવે માત્ર સાયકલ કે કપાસ છાપ જ જોવા મળે છે, જે એ સમયમાં એકદમ સામાન્ય ગણાતી. પેલી વિવિધ છાપોનાં (જેને અમે જાતિયા છાપ કહેતા) જમાના ગયા કે પછી ભેગી કરવાનો સમય નથી લોકોને, કે નીચે પડેલા માચિસના બોક્સને ઉઠાવવાનું કાર્ય સારું ગણાતું નથી.

અપડેટ: આવી જ એક જાતિયા છાપ મળી અને ફોટો ઉમેરવામાં આવ્યો.

Advertisements

13 thoughts on “જ્યારે અમે નાના હતાં – છાપ

      1. લો ત્યારે. બાય ડિફોલ્ટ, હું જેમાં એક કરતાં વધારે લિંક હોય તો, તેને મોડરેશન પર રાખું છું. આ નોંધ જોકે ક્યાંક મૂકવી પડશે. ઘણાંને લોચા થાય છે..

        Like

  1. જુની છાપો… ચિત્તાછાપ અને કિસાન હોવાનું યાદ આવે છે. એ બહુ જ ચલણમાં હતી.
    એ પેટીઓ અને એ ખોખાઓ બાળકો માટેની રમતો હતી.
    આજે મોટાઓ પેટી અને ખોખાંઓથી રમે છે. પણ હવે પેટીઓ અને ખોખાંઓ બદલાઈ ગયા છે…
    એક પેટી એટલે?
    એક ખોખું એટલે?
    અને, હવે તો આ બેનાથી પણ કોઈ મોટો શબ્દ શોધવો પડે એવું છે! કદાચ કેજરીવાલ શોધી કાઢે. કારણ કે… એક કરોડ છયાસી લાખ … આ બોલવું ફાવતું નથી… .

    Like

  2. તમારા બાળપણ ના કોઈ બીજા કિસ્સા મળતા આવે કે ના આવે, આ કિસ્સો પૂરો મળતો આવે છે :D. હા, મારું છાપો નું કલેક્શન પણ યાદ નથી ક્યાં ગાયબ થઇ ગયું, ગણી મસ્ત યાદો (બાળપણની ;)) તાજી કરાવી દીધી આ પોસ્ટે તો.

    Like

  3. છાપનો તો નહીં પણ એની સાઈઝના જ ફિલ્મો ના ફોટા આવતા , જેનો શોખ મને ખુબ હતો , ૧ રૂપિયામાં એક ચાર્ટ મળતો , જેમાં બહુ બધા ફોટા હોય , એવો બચ્ચનનો ચાર્ટ પછી શક્તિમાન અને નવી ફિલ્મોના ફોટાઓ ના કેટલાય ચાર્ટ મેં તે વખતે ખરીદેલા , મને યાદ છે , છેલ્લો ચાર્ટ હું ૧૦મા માં હતો ત્યારે ખરીદેલો . એ પછી આ શોખ પર પૂર્ણવિરામ આવી ગયો , અને થોડા મહિના પહેલા જ એ દુકાને ગયેલો જ્યાં થી હું એ ચાર્ટ ખરીદતો , ત્યારે ઘણું દુઃખ થયું જાણી ને કે એ ચાર્ટના પ્રોડક્શન પર પણ પૂર્ણવિરામ આવી ગયો છે

    Like

  4. અમારે પાન ની દુકાન હતી એટલે ઘણા (મારા જેવા) નાના છોકરા ઓ છાપો (છાપ નું બહુવચન લોલ) માંગવા આવતા.
    તમે નોસ્તાલ્જીયા માં લઇ ગયા…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s