આ અઠવાડિયાની ફિલમો – ૧૧

* અપડેટ્સ વાળી પોસ્ટ્સની જેમ જ હવે આને પણ ક્રમાંક આપવાનું નક્કી કર્યું છે, જેથી મને અને તમને બન્નેને સરળતા રહે. તો, આ અઠવાડિયાની ફિલમો   છે.

૧. પ્રોમેથિઅસ (૨૦૧૨)

જેણે એલિયન સીરીઝ જોયેલી હોય, તેમને આ ફિલ્મ બહુ મજા આવશે નહી. સ્પેશિયલ ઇફેક્ટના લીધે આ સરસ ફિલ્મ છે, બાકી વાર્તામાં રહેલા છીંડાને કારણે સરસ મજાની વાર્તાની પથારી ફરી ગઇ છે. એલિયન સીરીઝની આ પ્રિક્વલ ફિલ્મ કહી શકાય. બીજો ભાગ આવવાનો છે, જોઇએ ક્યાં વાર્તા આગળ ચાલે છે!

૨. એલિયન (ડાયરેક્ટર્સ કટ) (૧૯૭૯)

૧૯૭૯ની ફિલ્મ જોઇને લાગે નહી કે આ ફિલ્મને ૩૩-૩૪ વર્ષ થઇ ગયા હશે. અદ્ભૂત ફિલ્મ. સાયન્સ ફિક્શનની ટોપમાંની એક ગણી શકાય. જે સ્પેશિયલ ઇફેક્ટ્સ એ જમાના પ્રમાણે છે વત્તા સ્ટોરીની રજૂઆત છે, તમને ડરાવી દેવા માટે પૂરતી છે 🙂 બીજો ભાગ (એલિયન્સ) તો એનાથીય સરસ છે (એક્શન વગેરે સરસ છે), પણ એલિયન મુવી એની જગ્યાએ ચોક્કસ રહેશે. ખાસ પ્રોમિથિઅસ પછી ફરી જોવામાં આવ્યું.

૩. કોન્કીસ v/s ઝોમ્બીસ (૨૦૧૨)

જેમને ઝોમ્બીઓની ફિલ્મો ગમતી હોય વત્તા થોડું ડ્રાય હ્યુમર ગમતું હોય એમના માટે ચાલે, બાકી ટાઇમ-પાસ.

૪. ભૂત રીટર્ન્સ (૨૦૧૨)

હા, હા, હા. ભૂત જોવાનું રહી ગયેલું (કોકીએ ખાસ કહેલું કે જોજે પણ મળ્યું નહી) એટલે આના પર પ્રયોગ કરવામાં આવ્યો. એના કરતાં તો મને વાસ્તુશાસ્ત્ર વધુ ગમેલું. કોઇરાલાની ઉંમર ખરેખર દેખાઇ આવે છે. ઠીક-ઠીક મુવી.

૫. સત્યા (૧૯૯૮)

વર્ષો પછી ફરીથી જોવામાં આવી. મને યાદ છે ત્યાં સુધી અમે સત્યા માટે થિએટરમાં ગયેલા. હજીયે ગમે છે 🙂

૬. સ્નો વ્હાઇટ ઍન્ડ ધ હન્ટ્સમેન (૨૦૧૨)

સારું મુવી. પણ, વચ્ચે થોડું બોરિંગ લાગતું હતું. અંત પણ જોઇએ એટલો અસરકારક ન નીવડ્યો. હીરોઇન ક્રિસ્ટેન સ્ટુઅર્ટના આગલા બે દાંત ખૂંચ્યા, જ્યારે ચાર્લિઝ થેરોન વેમ્પના રોલમાં જામી હતી.

Advertisements

4 thoughts on “આ અઠવાડિયાની ફિલમો – ૧૧

    1. એનાં મુખ્ય ચાર કારણો છે:
      ૧. હું અહીં અત્યારે ‘એકલો’ છું.
      ૨. ગુરુવારે રજા હતી, શનિ-રવિ રજા હોય છે.
      ૩. ઘરે આવ્યા પછી ડિનર પછી કંઇ કામ હોતું નથી.
      ૪. PG ઇન્ટરનેટ ધરાવે છે 😀

      Like

  1. મને પણ ‘પ્રોમેથીયસ’ માં ખોટી ‘મેથી’ મારી એવી લાગ્યું! 🙂
    ”સ્નો,વ્હાઈટ ..” માં ક્રિસ્ટેન સ્ટુઅર્ટ twilight saga નો આભા માંથી બહાર નથી નીકળી એવું લાગે છે! 🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s