અપડેટ્સ – ૬૯

*  અહીં જમવામાં મરચાંની જગ્યાએ ગરમ મસાલો વપરાય છે, જે સરવાળે મને જરાય સદતો હોય તેમ લાગતું નથી. હવે, પુલાવ વગેરેથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

* દૂર હોવા છતાં, whatsapp કે વિડિઓ ચેટ કે મોબાઇલ વડે ઘર જોડે કેવા નજીક રહી શકાય છે? કવિનનાં અપડેટ્સ મળતાં રહે છે, એટલે દિવસમાં એકાદ વખત મોં પર સ્માઇલ આવી જાય છે. ટેકનોલોજીનું મહત્વ પણ કોઇ વખત મહત્વનું હોય છે.

* Push મેસેજીસમાંથી છૂટકારો મેળવવાની ટ્રીક બતાવ્યા બદલ શ્રેણિકનો આભાર.

ટિપ: SMS–>Settings->Push message settings-> Push messages અનટિક્ કરવું.

* એક નવું એન્ડ્રોઇડ માર્કેટ F-Droid નાખવામાં આવ્યું છે જે બધી ફ્રી અને ઓપનસોર્સ એપ્લિકેશન્સને હોસ્ટ કરે છે, એમાંથી થોડી એપ્સ પરથી પોતાની એપ્લિકેશન બનાવવાનો ભવિષ્યનો નાનકડો પ્લાન છે, પણ Droidcon મિસ થઇ એ ઘટનાની અસર હજી ગઇ નથી! અત્યારે તો પેલી Frozen Bubble ગેમ વડે સારો ટાઇમ-પાસ થાય છે.

* છેવટે, છત્રી લાવી દેવામાં આવી અને ગુરુવારે તો તેનો ઉપયોગ પણ ભરપૂર થયો. હવે, તેને જોડે જ રાખવામાં આવશે, ભલે પછી વરસાદ આવે કે ના આવે!

* આવતા બે અઠવાડિયાંમાં ઢગલાબંધ કામ પૂરા કરવાના છે, એટલે બ્લોગ પર ખાડો પડે એવી પૂરી શક્યતા છે, છતાંય આવી અપડેટ્સ માટે કદાચ થોડો સમય મળી જાય તો તમારા કમનસીબ, બીજું શું?😉

2 thoughts on “અપડેટ્સ – ૬૯

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s