જ્યારે અમે નાના હતાં – વિડીઓ ગેમ્સ

* મને યાદ છે ત્યાં સુધી હું ત્રીજા કે ચોથામાં હતો (૧૯૮૭-૮૮) ત્યારે મામાના ઘરે સિંગાપોરથી લાવેલી હેન્ડ-હેલ્ડ વિડીઓ ગેમ જોયેલી અને અમે તેની પાછળ ગાંડા થઇ ગયેલા. એ વખતે ગેમ્સમાં આખો સ્ક્રિન ડાયનેમિક નહોતો, થોડું ડ્રોઇંગ અંદર કરેલું હોય, ડિસ્પ્લે પર પછી LCDથી ઇમેજ બને જે આપણે કંટ્રોલ્સ વડે ઓપરેટ કરવાની. આખા કોન્સોલમાં એક જ ગેમ. એ પહેલાં મામાએ ઘરે જાતે ટીવી પર ચાલતી વિડીઓ ગેમ બનાવેલી (પોંગ. કદાચ ઇલેકટ્રોનિક્સ ફોર યુમાં આવેલી). પછી તો, અમેય ફૂટબોલ વાળી એક ગેમ ક્યાંકથી લાવેલા અને આખેઆખું વેકેશન એ ગેમ રમીને વિતાવેલું. કાળક્રમે કંટ્રોલ બગડી ગયેલા અને પછી અમે તેને ખોલીને અંદર જોવાનો પ્રયત્ન પણ કરેલો. કંઇ મજા ના આવેલી😉

પછી, અમને Atariની ટીવી પર રમાતી વિડીઓ ગેમ લાવી આપવામાં આવેલી જે સાથે આવેલી સૌથી પહેલી ગેમ હતી – પેકમેન! એક જ કેસેટ, થોડા સમયમાં બધાં કંટાળ્યા અને બીજી બે કેસેટ્સ લાવવામાં આવેલી. પછી તો વેકેશન અને બધાં દિવસો અને બધી રાતો એમાંજ પસાર થતી. જોયસ્ટિક એકદમ સરસ હતી એટલે મજા આવતી. પછી તો, જોયસ્ટિકની સ્ટિક પણ હાથમાં આવી ગયેલી એટલી હદ સુધી બધાંએ તેમાં સમય પસાર કર્યો. આ કોન્સોલ કદાચ ત્રણેક વર્ષ ચાલ્યું અને પછી કંઇક અંદર બગડ્યું એટલે અમે કોઇને આપી દીધેલી અને પછી આવ્યું વિડીઓ ગેમ્સ ઇન્ડસ્ટ્રી સાથેનું મોટ્ટું વેકેશન. મને યાદ નથી કે સાતમાં ધોરણથી શરુ કરીને છેક અગિયારમાં સુધી કોઇ ગેમ રમી હોય. કદાચ કોઇ મિત્રોના ઘરે થોડીવાર રમી હશે (પિયુષના ઘરે અમે બોમ્બરમેન કે ઓથેલો રમતા). થોડો સમય કોમ્પ્યુટર ક્લાસિસ કરેલા ત્યાં અમને વિન્ડોઝ ૩.૧ પર સોલિટેર રમવા મળેલી. અને, પછી કદાચ કોલેજમાં NIIT માં પૈસા બગાડેલા ત્યાં થોડી એડવાન્સ ગેમ રમતા એવું યાદ છે.

ઓહ, એના પરથી યાદ આવ્યું કે, જ્યારે અમે નાના હતાં – કોમ્પ્યુટર ક્લાસિસ કે કોમ્પ્યુટર એવી પોસ્ટ લખી શકાય!

8 thoughts on “જ્યારે અમે નાના હતાં – વિડીઓ ગેમ્સ

  1. ૧૯૯૮ માં જયારે હું નાનો ન હતો ત્યારે, પ્રથમ વખત કોમ્પ્યુટર શીખવા ગયેલો, મારા મિત્રો સાથે.
    ક્લાસ માં અમે સૌથી મોટા !!! નેચરલી😉
    વિડીયો ગેમ નાં સંભારણા (મારી દીકરીઓ ના) તો ઘણા છે.

    Like

  2. વિટોયો ગેમ મેં ક્યારેય રમી નથી જોઈ. મતલબ મારી પાસે હતી પણ નથી. કોમ્પ્યુટર આવ્યું પછી થોડી ગેમ હતી. હવે બધું હોવા છતાં સમય નથી.

    Like

  3. અમે નાના હતા ત્યારે (૧૯૪૮–૫૨) ગામડામાં હતા. પૈસાદારના છોકરા કોડિયે અને બાકીના કચુકા (ખજૂરના ઠળિયા)થી રમતા. બાકસની છાપો, આંબલીના કચુકાથી પણ રમાતું. પછી ભમરડો આવ્યો, લોખંડ કે પતરાની ગોળ પટ્ટીની રીંગ (પૈડા)ને ફેરવવાની રમતો પણ આવતી ગઈ. વીજળીના બલ્બ, પંખા વગેરે તો કિશોરવયે પણ જોયા ન હતા.

    અમે નાના હતા ત્યારે… … …

    Like

  4. અમે નાના હતા ત્યારે થપ્પો, ચોર-પોલિસ, સતોડિયુ વિગેરે રમતો નિશાળે થી આવીને રાત પડે ત્યા સુધી રમતા. આઠમા ધોરણ મા ઘરે આવેલુ…સાજે ૨ કલાક ચલે🙂

    Like

    1. અમારા ઘરે આવેલું ત્યારે હું પહેલા કે બીજા ધોરણમાં હતો. એ પહેલા દાદાના ઘરે તો કદાચ ’84 માં આવેલું, ત્યારે અમે જે પણ કાર્યક્રમ આવે તે જોવા બેસી જતા🙂

      Like

  5. મારા ઘરે ક્યારેય વિડીઓ ગેમ નહોતી. મને વિડીઓ ગેમ રમવાનો બહુ કંટાળો આવતો. અમે શેરીમાં રમતા. મારા કાકાનાં દીકરા ભાઈએ ઠેરીથી રમતા શીખવાડ્યું હતું તો ક્યારેક એ રમતા. (ઠેરીવાળી સોડા આવી એનાં પરથી) હું હજુ પણ જ્યારે રાજકોટ જાઉં ત્યારે શેરીનાં છોકરાઓને ભેગા કરીને થપ્પો વગેરે વગેરે રમતી હોઉં છું.😀

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s