આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૨

* તો, ફરી પાછાં લઇને આવ્યા છીએ, આ (આ વખતે – બે) અઠવાડિયાની ફિલમો વાળી બોરિંગ પોસ્ટ!

૧. સ્ટારવોર્સ (એટલે કે, આખી સ્ટારવોર્સ સીરીઝ).

સ્ટારવોર્સ વિશે કંઇ લખવાનું હોય? આનંદની વાત છે કે, ૨૦૧૫માં હવે ડિઝની સ્ટારવોર્સ સીરીઝની નવી ફિલ્મ લઇને આવશે. જોકે ડિઝનીએ જ્યારે લ્યુકાસ ફિલ્મ ખરીદી ત્યારે લોકોએ બહુ મજાક ઉડાવી છે. જોઇએ હવે ડિઝની વાર્તાની અંદર પોતાના ઉંદર-બિલાડીને ના ઉમેરે તો સારી વાત છે.

૨. સેક્રિફાઇસ (૨૦૧૨)

સ્ટાન્ડર્ડ ચાઇનીઝ ફિલ્મ. ઓછી એક્શન, વધારે ડ્રામા. એકંદરે ઠીક-ઠીક કહી શકાય.

૩. ધ વિચીસ ઓફ ઇસ્ટવિક (૧૯૮૭)

કોમેડી વત્તા ડ્રામા પ્રકારનું મુવી. ડિફરન્ટ સ્ટોરી, જેક નિકોલ્સન વત્તા ત્રણ-ત્રણ હિરોઈનો (જેકે એમાંથી એક પેલી  Cher છે) 😀

૪. બેટલશીપ (૨૦૧૨)

સ્ટાન્ડર્ડ અમેરિકન હીરો દુનિયાને બચાવે છે, એવી સ્ટોરી. ખાલી એક વાત ખટકી એ કે પેલી ડેકર પર વધારે ફોકસ ન કરાયું 😦 વેલ, બીજી વાત એ ખટકી કે દર વખતે આ એલિયન્સમાં કોઇ ખામી કેમ હોય છે. આ બાપડા એલિયન્સ સૂર્યપ્રકાશ સહન નહોતા કરી શકતા. પરફેક્ટ એલિયન તો મેં એલિયન સીરીઝમાં જ જોયા છે. વેલ, નિરવભાઇએ કહ્યું તેમ સ્પેશિયલ ઇફેક્ટ્સ સરસ. બાકી, રિહાન્ના વેડફાઇ ગઇ. જોકે આમે એના ગીતો સાંભળવા એટલે સમય વેડફવા જેવો જ છે.

અને, કોઇએ બરાબર આ મુવીને રીવ્યુમાં Battleshi* કહ્યું છે 😉

૫. ડેજા વુ (૨૦૦૬)

બે-ત્રણ દિવસ પહેલાં બહુ ડેજા વુ ફિલિંગ્સ થતી હતી એટલે ટ્વિટ્ટર પર પોસ્ટ કર્યું તો એક ફોલોવરે (હર્ષદભાઇ) કહ્યું કે આ નામની એક ફિલ્મ છે. જોયું તો આ તો આપણાં ફેવરિટ કોમ્બો – ડેનઝેલ વોશિંગ્ટન-ટોની સ્કોટ – ની ફિલ્મ છે. જોઇ લીધી. સરસ મુવી. થોડું મગજ સાઇડમાં મૂકવું પડે (ટાઇમ ટ્રાવેલ માટે), પણ ટાઇમ ટ્રાવેલ હંમેશા મારો ફેવરિટ વિષય છે, એટલે હું તેને ગંભીરતાથી લઉં છું. બેસ્ટ ડાયરેક્શન અને કેમેરા મૂવમેન્ટ.

Advertisements

4 thoughts on “આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૨

 1. સ્ટાર વોર્સ અને એ ય બે અઠવાડિયા માં?? મારે ત્રણ મહિના થયા હતા….. 😀 એય માઉન્ટ મેઘદૂત ની સીરીઝ ને લીધે માંડ માંડ પૂરું થયું…
  ડીઝની-સ્ટાર વોર્સ માટે બીજા બે ઓફીશીયલ સમાચાર. ટોય સ્ટોરી ૩ ના સ્ક્રીપ્ટ રાઈટર પાસે એપિસોડ ૭ ની ટ્રીટમેન્ટ અને ૮ ૯ ની આઉટ લાઈન લખાવશે… અને એવેન્જર્સ ૨ અને શીલ્ડ્સ ની ટીવી સીરીઝ ના કમીટમેન્ટ ના લીધે જોસ વ્હેડન એપિસોડ ૭ માં કઈ એક્ટીવ રોલ નહિ ભજવે..

  ટાઈમ ટ્રાવેલ માટે ટેરી ગીલીયામ (ડીરેક્ટર) અને બ્રુસ વીલીસ, બ્રાડ પિટ સ્ટારર ૧૨ મન્કીઝ મારી ફેવરીટ છે. એ જોઈ લેવી, મજા આવશે…….

  Like

 2. 1} સાચી વાત છે ,’ દેજા વું ‘ એકંદરે ઘણી સારી મુવી કહી શકાય , મને તો પૌલા પેટન ગમી ગઈ 😉

  2} અને ટોની સ્કોટની મેં જોયેલી મુવીઝમાં . . Top gun , Beverly hills cop 2 , Days of thunder , Enemy of the state , Deja vu , The Taking of Pelham 123 , Unstoppable . . .

  3} તેમણે હમણા ઓગષ્ટમાં જ સ્યુસાઈડ કરી જીવનનો અંત આણ્યો 😦 , R.I.P Tony Scott .

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.