અપડેટ્સ – ૭૨

* શરુઆત કરીએ બે મહત્વના સમાચારો થી:

૧. ફોનને આઇસક્રિમ સેન્ડવિચ 4.0.4 પર અપડેટ કરી દેવામાં આવ્યો છે. એમ તો સેમસંગ વાળાએ Galaxy R ફોનને અંગૂઠો જ બતાવેલો પણ કોઇક સ્વિડનમાંથી આ ફર્મવેર અપડેટ થયું છે એ પરથી લીક કરી દીધું અને લોકોએ તેના પરથી અપડેટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. xda કોમ્યુનિટીનો ખૂબ-ખૂબ આભાર!

એટલે હવે એકાદ વર્ષ સુધી ફોન વાપરવામાં વાંધો નહી આવે. જોકે આ ફોનને જેલી બિન ખાવા નહી મળે એવું લાગે છે.

અપડેટ એમ તો સારું રહ્યું. બેકઅપ સારી રીતે લેવામાં આવ્યો હતો, છતાંય કોલ લૉગનો બેકઅપ રહી ગયો. બાકી બધું બરાબર લાગે છે.

એક જ મોટી તકલીફ થઇ છે: ગુજરાતી ફોન્ટ નથી દેખાતા. જરાય નહી, એટલે હવે તેના પર મન દઇને રીસર્ચ કરવામાં આવશે 🙂

૨. અને, નવાઇભર્યા સમાચાર: મારું વજન વધ્યું. એટલે કે, વજનકાંટાને એમ લાગ્યું છે. બે વખત ચેક કરીને જોયું તો સરખું જ. હવે બીજી કોઇ જગ્યાએ ખાતરી કરવી પડશે.

* દોડવાનું નિયમિત ચાલ્યું (એટલે કે દોડ્યું) એટલે મજા આવી ગઇ! આ મહિને ૨૦૦ કિમીનો રેકોર્ડ થઇ જશે એવું લાગી રહ્યું છે! બીજા એક રનર સેંથિલ કુમારનો પરિચય થયો, જે બેરફૂટ રનિંગ કરે છે.

* અને, આજ-કાલ એંગ્રી બર્ડ્સ સ્ટારવોર્સ અને Quora પર (દિવસ)-રાતનો સારો એવો સમય પસાર થાય છે. જોકે હમણાંથી મોબાઇલ પર ગેમ્સ રમવાનું પ્રમાણમાં ઓછું છે, બાકી પેલી ફ્રોઝન બબલ્સના ૯૯ લેવલ્સ તો પૂરા થઇ ગયા હતા (અને પછી ફોન અપડેટ થયો એટલે, બૂમ!).

10 thoughts on “અપડેટ્સ – ૭૨

    1. ના. આ બેરફૂટ રનિંગ ખરેખર ફાયદાકારક છે, જો તમે નેચરલી ફ્રન્ટફૂટ રનિંગ કરતા હોવ તો. બાકી, નોર્મલ લોકો માટે શૂઝ જ સારા. અમે પણ ક્યારેક પ્રયત્ન કરીશું. હૈદરાબાદમાં હું ફૂલ મેરેથોન બેરફૂટ રનિંગ કરેલા લોકોને મળેલો 🙂

      Like

  1. ઓફિશિયલી મારા ગેલેક્સી યુરોપા (ગેલેક્સી ફાઈવ) માં ૨.૨ પણ અપગ્રેડ થાય એમ નથી પણ એ સેમ ફર્મવેર માંથી લઇ લીધું અને પછી અત્યારે થેન્ક્સ ટુ સ્યાનોજનમોડ (ઉચ્ચાર આવો જ થાય ને?) મારા ફોન માં ૨.૩ નાખી દીધું છે અને ઉનાળા માં હું એ લોકો ની આઈસ્ક્રીમ સેન્ડવીચ ની ફર્મવેર પણ ટ્રાય કરવાનો છું.

    Like

    1. સાયનોજનમોડ મારા જૂના ફોનમાં વાપરું છું, જે અત્યારે GB (૨.૩.x) પર છે જે પહેલાં Donut (૧.૬) પર અટકી ગયો હતો! જોકે આ ફોનનો ટચ સ્ક્રિન નથી ચાલતો એટલે માત્ર ફોન રીસીવ (અને કટ) કરવા કે મેસેજ વાંચવા માટે જ વપરાય છે 😉 બાકી તમે તેમાં કશું જ કરી શકો તેમ નથી.

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.