દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૫

ડિસક્લેમર: હું ડોક્ટર કે ફિઝીઓથેરાપિસ્ટ કે એક્સપર્ટ રનર નથી એ બાબત ધ્યાનમાં રાખવી! આ વખતે દોડતી વખતે, પહેલાં કે પછીની બાબતોની ટીપ્સ.

દોડતા પહેલાં:

૧. પૂરતાં પ્રમાણમાં વાર્મ અપ કરવું. ખાસ કરીને ટૂંકા અંતરની દોડ માટે આ જરુરી છે. લાંબા અંતર માટે પહેલાં બે કિમી જ વાર્મ અપ બની રહે તે જોવું.

૨. કેળાં એ એકદમ સરસ એનર્જી ફૂડ છે. અડધો કલાક પહેલાં એકાદ-બે ખાઇ લો તો બે કલાક સુધીના અંતર માટે પૂરતી શક્તિ મળી રહે છે. જોકે આ વસ્તુ તમારા શરીર અને પાચનશક્તિ પર જાય છે.

૩. જો સવારે દોડવાના હોવ તો (લાંબુ અંતર), રાત્રે ડિનરમાં હાઇ કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક તમને આવતી કાલ માટે સારી એનર્જી આપશે. વ્હીટ બ્રેડ, પાસ્તા કે એવું કંઇ.

દોડતી વખતે:

૧. પાણી: યોગ્ય પ્રમાણમાં પાણી પીવું. હવે આ યોગ્ય એટલે કેટલું એ તમારા પર નિર્ભર કરે છે. વધુ પડતું પાણી પણ ન સારું, કારણ કે તેથી શરીરમાં પોટેશિયમ-સોડિયમની માત્રા ઓછી થઇ જાય છે. પાણીની જગ્યાએ લીંબુ-મીઠું નાખેલું પાણી લેવું વધુ સારું. સ્પોર્ટ્સ ડ્રિંક્સ લઇ શકાય, પણ લીંબુ-પાણી મારા મતે સ્પોર્ટ્સ ડ્રિંક્સ કરતાં વધુ સારું.

૨. સારા શૂઝ વાપરવા. ખરેખર, ૯૦ ટકા તકલીફો જતી રહેશે. જો તમને શૂઝ ટાઇટ પડતાં હોય અને અંગૂઠો-આંગળીઓમાં ફોલ્લા થતાં હોય તો એક કે અડધો નંબર મોટા શૂઝ લેવા. (તેમ છતાંય જો લાંબુ દોડશો તો ફોલ્લા તો પડશે જ ;)). રનર્સના પગ ક્યારેય સુંદર ન હોય કે ન હોવા જોઇએ.

બેરફૂટ રન દોડવાનો પ્રયત્ન કરતા પહેલા તેનાં ફાયદા-ગેરફાયદા જાણી લેવા. હું થોડા સમય પછી આ વસ્તુ પ્રયત્ન કરવાનો છું.

૩. ક્યારેય કોઇની આગળ નીકળી જાઉં એવો વિચાર ન કરતાં રનિંગનો આનંદ લેવો એ અત્યાર સુધીનો મને મળેલો બેસ્ટ બોધપાઠ છે🙂

દોડ્યા પછી:

૧. હળવી કસરત અને સ્ટ્રેચિંગ કરવા. આ વિશેના ઢગલાબંધ લેખો-વિડીઓ વગેરે મળી રહેશે.

૨. RICE. એટલે કે રેસ્ટ, આઇસ, કોમ્પ્રેશન અને એલિવેટ. વધુ માહીતી માટે આ સરસ લેખ જુઓ.

૩. દોડ્યા પછી પગ દુખવા કે મસલ્સ પર પેઇન થવો સામાન્ય છે. હળવો મસાજ કે માલીશ આરામ આપશે. તેમ છતાંય જો તે લાંબો સમય રહે તો ડોક્ટરને બતાવી આવવું હિતાવહ છે.

૪. યોગ્ય બ્રેકફાસ્ટ લેવો સારો. દા.ત. બે કેળાં અને એક કોઇ બીજું ફ્રુટ વત્તા બે-ત્રણ ગ્લુકોઝ બિસ્કિટ એ મારો દોડ્યા પછીનો નાસ્તો છે (આજકાલ). થોડા સમય પછી પ્રોપર બ્રેકફાસ્ટ લઇ શકાય.

ફરીથી, આ બધાં જ એક્સપેરિમેન્ટ મારા પર કરેલા છે (સિવાય કે Ice Bath!) એટલે જરુરી નથી કે તમારા માટે એ યોગ્ય હોય જ એ ધ્યાન રાખવું.

2 thoughts on “દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૫

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s