foss.in: ૨૦૧૨ અહેવાલ

* તો હાજર છે, નાનકડો અહેવાલ ઉર્ફે રીપોર્ટ, foss.in નો.

દિવસ ૧:

આગલા દિવસે ખબર પડી કે PG થી કોન્ફરન્સની સીધી જ બસ છે. વાહ, બીજું શું જોઇએ? સવારે ઇડલી-સંભાર+કોફીનો બ્રેકફાસ્ટ કરીને તરત બસમાં બેઠો અને અડધો કલાકમાં foss.in પહોંચી ગયો ત્યારે લાંબી લાઇનમાં ઉભા રહીને મારું કોન્ફરનસ ટેગ લીધું. ત્યાં પછી વાસુદેવ, અરવિંદ અને પ્રવીણ મળ્યા. સ્વાભાવિક રીતે કુશાલ, કિરણ (જેસ), ગૌરવ, સિધ્ધેશ, વિજય ગુપ્તા અને બીજા કેટલાય લોકો ઘણાં સમયે મળ્યા. આ વખતે લાઇવ સ્ટ્રિમીંગ પણ hasgeek.tv પરથી કરાતું હતું એટલે તમે હોલ-૧ નું જીવંત પ્રસારણ જોઇ શકાતું હતું.

ડેબિયન વાપરતા NIT કાલિકટના કેટલાંક સ્ટુડન્ટ્સને મળ્યો, જે જોઇને મને બહુ મજા આવી. અને, OpenShift વાળાની બોટલ ઓપર આકારની પેનડ્રાઇવ બહુ હીટ રહી. પણ, એક જ મળી એટલે બીજા કોઇને આપી શકાશે નહી😉

બપોરે લંચમાં ચિંતન અને વિરલ સચદે મળ્યા ત્યારે ગુજરાતીમાં સંવાદો કરવાની મજા આવી. લંચ પછીના સેશન આમ તો ભારે પડે, પણ અમે તો હેકરસ્પેસમાં બેઠા-બેઠા ડેબિયન પર ચર્ચાઓ જ કરી. ઘણાં નવાં લોકોનો પરિચય થયો. સાંજે Gene Koganની હેકરટોક સરસ રહી. પ્રોસેસિંગ અને OpenFramework વડે આર્ટ વત્તા ઓપનસોર્સનો જાદુ જોવા જેવો હતો!

ડિનર માટે ઝૈનાબ, ગૌરવ, કરુણાકર, દેવદાસ અને રામકી જોડે ક્યાંક બહાર જવાનું હતું અને બેંગ્લોરમાં ડિનર માટે દૂર જવું એથી વધુ કષ્ટદાયક કામ એકેય નથી. તેમ છતાંય અમે Koshy’s ખાતે ડિનર નક્કી કર્યું. ઠીક-ઠીક ડિનર ખાધા પછી ક્યાંક આઇસક્રીમ ખાવા ગયા ત્યાં અમે Death By Chocolate પસંદ કર્યો અને ખરેખર એટલી ચોકલેટ ખાધા પછી Death ના થાય તો જ નવાઇ😉

ત્યાંથી PG પર રીક્ષામાં આવ્યો અને સ્વાભાવિક રીતે રીક્ષાવાળા જોડે સારી એવી મગજમારી થઇ (ના થાય તો જ નવાઇ!).

દિવસ ૨:

બીજા દિવસની શરુઆત અને અંત Ulrich Drepper ની ટોકથી. બન્ને બહુ જોરદાર અને ભારે. મોટાભાગે અમે હેકરસ્પેસમાં જ બેઠા હતા. ડેલિગેટ કીટમાં સરસ મજાનો મગ મળ્યો જે હવે મારી કોફીની જરુરિયાતને સંતોષશે. વૈભવને પણ બે વર્ષ પછી મળ્યો ત્યારે foss.in ની જૂની યાદો તાજી થઇ ગઇ.

બીજા દિવસે અમે મોટાભાગે હેકરસ્પેસમાં જ બેસીને ડેબિયન ઉપર કામ કર્યું (કામ ઓછું, વાતો વધુ😉. systemd પરની ટોક માણી. લંચ સરસ હતું. અને, ખરેખર આ વખતે ત્રણેય દિવસ બહુ ખાધું😉

ડિનર KDE.in પબ્લિક જોડે. સ્મિત, વિરાંચ, આદિત્ય અને રોહન. પીઝ્ઝા ઝાપટ્યાં વત્તા ટેકનોલોજી, ફિલ્મો અને પુસ્તકોની અખૂટ વાતો.

દિવસ ૩:

ત્રીજા દિવસે અમારું Debian Tutorial આગલા દિવસે રાત્રે નક્કી કર્યા પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યું. આ પ્રકારના ટ્યુટોરિઅલ તમે રનટાઇમ પર ઉમેરી શકતા હોવ તો એની મજા અલગ છે. બપોર પછી હોવા છતાં ડેબિયન ટ્યુટોરિઅલ રુમ ભરેલો હતો. લગભગ પોણા બે કલાક સુધી સતત અમે ડેબિયન શું છે, તેમાં કેવી રીતે તમે યોગદાન આપી શકો છો અને પેકેજિંગ કેવી રીતે કરવું તેના પર ચર્ચા વત્તા પ્રેક્ટિકલ્સ બતાવ્યું. જોકે ઘણાં મહત્વના મુદ્દાઓ રહી ગયા પણ, બે કલાકમાં તે બધું જ સમજાવવું શક્ય નહોતું (એમ તો બે દિવસ પણ ઓછા પડે પણ, જાત મહેનત ન કરો તો શું કામનું?). પછી, અમે નાનકડી કી-સાઇનિંગ પાર્ટી રાખી. તેજેશનો અહીં પરિચય થયો અને ક્રિપ્ટોપાર્ટી ડિસેમ્બરના અંતમાં રાખવાનું નક્કી થયું છે.

અને, સરસ મજાનું Panel Discussion! લેનાર્ડ પોટ્ટરિંગ હોય એટલે બધાંને મજા જ આવે!

છેલ્લી હેકરટોક અલગ હતી. એ હતી Usability વત્તા મેજીક પર. મજા આવી, પણ પછી ત્યારબાદના રોક-શોમાં હું ન રોકાયો. કારણ? મને એમ કે હવે મારે મારી ફ્લાઇટ પકડી ઘરે જવાનું છે. હું ભૂલી ગયો હતો કે હું તો બેંગ્લોરમાં જ છું. ઓહ. હોમ સિકનેસ અને હું તરત પાછો PGમાં આવી ગયો. કોઇને ગુડ-બાય કહેવાનું રહી ગયું હોય તો – sorry!

ફોસ.ઇન ૨૦૧૨ના ફોટાઓ.

ફોસ.ઇન ૨૦૧૨ના મોબાઇલ વડે પાડેલા ફોટાઓ.

One thought on “foss.in: ૨૦૧૨ અહેવાલ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s