જ્યારે અમે નાના હતાં – ૧૫

*  જ્યારે અમે નાના હતાં સીરીઝ ક્યારે પૂરી થશે? ક્યારેય નહી, કારણ કે અમે અત્યારે છીએ એનાં કરતાં તો ગઇકાલે નાના જ કહેવાઇએ ને? 😉 વેલ, શરુ કરીએ મુંબઇ ગમનથી. મુંબઇ આવવાનું અચાનક નક્કી થયું, પણ મનમાં એક ઉત્સાહ હતો કે મુંબઇ જઇને પ્રોજેક્ટ કરીશું અને પછી અમદાવાદ પાછાં આવી જઇશું. જાન્યુઆરી ૨૦૦૪ના અંતમાં (કદાચ ૩૦ તારીખ હતી. એને શહીદ દિવસ ગણાય છે?) હું ગુજરાત એક્સપ્રેસમાં બેસી બોરીવલી સ્ટેશને ઉતર્યો. પપ્પા સ્ટેશને લેવા આવેલા અને ત્યાં અમારે રહેવાનું હતું તે જગ્યા રહી શકાય તેવી હતી પણ પ્રોબ્લેમ હતો કે એ એક કારખાનું (હીરાનું) હતું અને મારી ઇન્ટર્નશીપ રાત્રે હતી, એટલે કે દિવસે મારે સતત અવાજ વચ્ચે ઉંઘવાનું હતું. હોસ્ટેલમાં આરામથી ઉંઘ્યા પછી, અહીં અવાજમાં રાતની પણ ઉંઘ ન મળે તો શું થાય? એક વાતે સુખ હતું કે મારું કામ લિનક્સ લોકલાઇઝેશનનું હતું – જે બીજા બધાંથી એ વખતે અલગ હતું એટલે ઉંઘ અને ભયંકર ટીફીન અવગણી મેં ધ્યાન એના પર જ આપ્યું. પહેલાં મહિનામાં જ જોકે હું થાકી ગયો અને મને મોઢામાં ભયંકર ચાંદા પડવાનાં ચાલુ થયા. અમે દરેક ઉપાયો કર્યા પણ કદાચ અપૂરતી ઉંઘ અને વ્યવસ્થિત ન મળતો ખોરાક હતો. એ વખતે મારી પાસે બીજો કોઇ ઉપાય નહોતો. તો જેમ-તેમ જીવન ચાલતું હતું.

અને હા, મુંબઇ આવ્યો ત્યારે મને ઇસ્ટ-વેસ્ટ એટલે શું? એ પણ ખબર નહોતી. જન્મેશને બીજા જ દિવસે મળવા ગયેલો અને પછી થોડા દિવસ પછી અમે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ – ૩ જોવા ગયેલા તે મુવી મુંબઇમાં કેટલાય મહિનાઓ સુધીનું મારું થિએટરમાં જોયેલું એકમાત્ર મુવી બની રહેવાનું હતું. કારણ કે, જન્મેશ પણ પંદરેક દિવસ પછી હૈદરાબાદ શિફ્ટ થઇ જવાનો હતો.

ફેબ્રુઆરી અને માર્ચ મેં જેમ-તેમ કાઢ્યા. માર્ચ પછી ગરમી પડવાની શરુ થઇ અને મારી ઉંઘવાની જગ્યા અસહ્ય બની. એક બીજા સંબંધીના ઘરે પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ મજા ન આવી (કેમ ન આવી? જો ગરમીમાં પંખા વગર ઉંઘવાનું હોય તો ત્યાં જવાનો ફાયદો શું?). દિવસે ઉંઘ ન આવે ત્યારે હું છાપું વાંચીને કે પછી આમ-તેમ રખડપટ્ટી કરી સમય પસાર કરતો. એ વખતે ખરેખર શું કરવું એ પ્રશ્ન હતો. એક ખાલી રવિવારે મજા આવતી, કારણકે હું અને પપ્પા દર વખતે નવી-નવી જગ્યાએ ફરવા જતા. કદાચ મુંબઇની મોટાભાગની ફેમસ જગ્યાએ એ સમયગાળામાં જ જોઇ કાઢી. થોડા સમય પછી ખબર પડી કે એક જગ્યાએ કોઇ છોકરી જોવા માટે જવાનું છે. એમ તો મને કોઇ પસંદ કરે એવી કોઇ આશા-અપેક્ષા નહોતી (ના, આ નામની છોકરીઓએ મને રીજેક્ટ નહોતો કરેલો!), એટલે જોવા જવાનું તો ઠીક મને એ સાંજે ચોપાટી જવાનું છે એ વાતનો વધુ ઉત્સાહ હતો.

ક્રમશ:

Advertisements

One thought on “જ્યારે અમે નાના હતાં – ૧૫

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.