૨૪ કલાક!

* આ ૨૪ કલાક શું? ગયા અઠવાડિયે ૧લી અને ૨જી ડિસેમ્બરે જ્યારે આપણે વીક-એન્ડની મજા માણતા હતા ત્યારે દૂર ગુરગાંવમાં અમારા ADR (અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ) ના બે મેમ્બર્સ – લિહાસ ત્રિવેદી અને હેનરીક વેસ્ટરલિન – એક એવું સાહસ કરવા માટે તૈયાર હતાં જે વિશે ગુજરાતમાં કે કોઇ ગુજરાતી બંદાએ કે ઇવન હજી સુધી ભારતમાં પણ બહુ ઓછા લોકોએ વિચાર્યું પણ હશે. હા, એ બન્ને ૨૪ કલાક દોડવાના હતા. ૨૪ કલાક! વિચારો, આપણે ૨ કલાક કે ૫ કલાક દોડીને ટેં થઇ જઇએ ત્યારે સતત ૨૪ કલાક દોડવું એટલે શું? શારિરિક વત્તા માનસિક રીતે બરોબર કસોટી થાય અહીં તો.

એમ તો હાજર ન હોવાથી પરફેક્ટ રેસ રીપોર્ટ હું લખી શકીશ નહી પણ આ પરાક્રમ સો ટકા ગુજરાતીઓ સુધી પહોંચવું જ જોઇએ. મન હોય તો માળવે જવાય, મન હોય તો માળવે સુધી દોડાય પણ એવી નવી કહેવત બનાવવી જ રહી. હાજર છે ફોટાઓ સાથેનો રીપોર્ટ.

શરુઆત થઇ ત્યારે. હેનરિક બ્લ્યુ ટી-શર્ટ અને તેમની જમણી બાજુએ લિહાસભાઇ.

શરુઆત

હેનરિક અને સાથી. આ સાથી તેમની સાથે આઠેક કિલોમીટર દોડ્યો!

ઓ સાથી રે..

સિત્તેર કિલોમીટર પર હેનરીકને થોડો થાક લાગેલો પણ ડોક્ટર ચેક-અપ પછી તેણે પાછું દોડવાનું શરુ કરી લીધેલું. નીચેના ફોટામાં લિહાસભાઇ Leisure થી દોડતાં-દોડતાં 🙂

લિહાસભાઇ..

ગુરગાંવના ગુમનામ રસ્તાઓ પર, હેનરિક હંમેશા આગળ!

હેનરિક, ગુરગાંવના રસ્તા પર..

લિહાસભાઇએ કુલ ૧૮૨ કિલોમીટર અને હેનરીકે કુલ ૨૦૦.૧ કિલોમીટર (સમય: ૨૩ કલાક, ૩૩ મિનિટ) પૂરા કર્યા. કિલોમીટર કરતાં તેમણે જે સ્ટેમિના, ઉત્સાહ અને જોશ બતાવ્યો એ ADR અને સૌ કોઇને હંમેશા યાદ રહેશે!

કડીઓ:

૧. હેનરીકની ડેઇલીમાઇલ એન્ટ્રી: http://www.dailymile.com/people/henrikow/entries/19457117

૨. હેનરીકનો રેસ રીપોર્ટ: <હજી બાકી છે, પણ મારાથી આ પોસ્ટ માટે રહેવાયું નહી. પછી, અપડેટ્સ કરીશ>

આભાર-ક્રેડિટ્સ:

૧. સોહમભાઇના ઇમેલ્સ વત્તા ફોટાઓ.

૨. બાર્બરાની ફેસબુક પોસ્ટ્સ વત્તા ફોટાઓ.

૩. ADRની ફેસબુક અપડેટ્સ.

Advertisements

3 thoughts on “૨૪ કલાક!

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.