જ્યારે અમે નાના હતાં – ૧૭

* વચ્ચે થોડો સમય ટીમમાં ફેરફાર થયાં ત્યારે ઓફિસ સવારે ૭ થી ૩ની થઇ. વાહ, અદ્ભૂત સમય. અને આવી મજાનો વધુ લાભ અમે ઉઠાવીએ એ પહેલાં પાછો જૂનો સમય લાગુ પડી ગયો હતો. વેલ, ત્યાં સુધીમાં મમ્મી હવે મુંબઇ આવી ગઇ હતી અને ઘર હવે ઘર લાગતું હતું, તેમ છતાંય ૩ થી ૧૨ નો સમય વિચિત્ર જ હતો. એક વાતે શાંતિ હતી કે એ મુંબઇ હતું. મને અત્યારે રામસે બ્રધર્સના મુવી કરતાંય વધુ ભય લાગે, જો મારે બેંગ્લોરમાં ૧૧ વાગ્યા પછી એકલા આવવું પડે. મુંબઇમાં મને બસ સીધી ઘરની આગળ ઉતારતી હતી (ઓકે, ૫ મિનિટ વોકિંગ હતું, પણ એ તો સામાન્ય ગણાય!).

આ સમયગાળામાં મને યાદ છે કે અમે પહેલું મુવી દસ જોયેલું. અને, પછી તો, ઓફિસ જતી વખતે હું ગમે ત્યારે ટિકિટ લઇ લેતો અને અમે મુવીઓ જોવા ઉપડી જતાં. અમારો ફેવરિટ મોલ એ વખતે રઘુલીલા હતો. (હજીયે છે, પણ હવે તો ત્યાં જવાનું અત્યંત ઓછું થઇ ગયું છે.)

એન્ગેજમેન્ટ અને મેરેજ વચ્ચે અમારી પાસે સારો એવો સમય હતો – એટલે કે લગભગ દોઢ વર્ષનો ગાળો. આ સમય ક્યાં નીકળી ગયો એની ખબર નથી. લગ્ન પછી પણ ઓફિસનો પેલો વિચિત્ર ટાઇમ ચાલુ રહ્યો અને હું જોઇ શકતો કે રાત્રે ૧૨.૩૦ કે ૧.૦૦ સુધી પણ મારી રાહ જોવાતી અને પછી આવીને હું જમવા બેસતો. હા, ખાસ કરીને, વરસાદમાં મને બહુ મુશ્કેલી થતી, પણ જેમ ઘર નજીક આવતું જાય તેમ વરસાદ-ઠંડી-ગરમી એ બધું જરાય અસર કરતું નહી!

વેલ, આ લખું છું ત્યારે ઘરથી દૂર છું, પણ જો તમારી પાસે આવી સરસ યાદો હોય તો સમય ક્યાં નીકળી જાય તેની ખબર પડતી નથી.

થિઅરી પ્રમાણે, આ સીરીઝ અહીં પૂરી થાય છે. આ પછી, અમે મોટાં થયાં, પણ નાનાં જ રહ્યા. એટલે, કોઇ છૂટાં-છવાયાં વિષયો પેલી છાપ કે નામ કે ફિલમો લખ્યા એવું કંઇક લખીશ.

મળતાં રહીશું 🙂

Advertisements

One thought on “જ્યારે અમે નાના હતાં – ૧૭

  1. થોડાક વર્ષ પછી કઈક આવું જ લખવાનું આવશે તો તમને જરૂર યાદ કરીશું. તમારી arranged love story ને !!!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s