આ અઠવાડિયાની ફિલમો – ૧૪

* આ અઠવાડિયે નવા પ્રકારની ફિલ્મો જોવામાં આવી. કેવી? ઓરિજનલ અને તેની નકલ અથવા રિમેક!

૧. ટ્વેલ્વ એંગ્રી મેન (૧૯૫૭) અને એક રુકા હુઆ ફૈસલા (૧૯૮૬)

બંને સરસ મુવી છે. એક રુકા હુઆ ફૈસલા, જે વર્ષો પહેલાં અમે ઓફિસમાં જોયેલું, અત્યારે પણ ફરીથી જોવાની મજા આવી. મસ્ટ સી.

૨. ઓલ્ડબોય (૨૦૦૩) અને ઝિંદા (૨૦૦૬)

ઓલ્ડબોય એ સરસ અને ઓરિજનલ વાર્તા ધરાવતું મુવી. મૂળ સ્ટોરીની નકલ કરી ઝિંદા બનાવવામાં આવ્યું જે પણ સારું છે. સંજય દત્ત વત્તા જ્હોનની એક્ટિંગના વખાણ થયેલા અને બરોબર હતા.

૩. ટોટલ રિકોલ (૧૯૯૦) અને ટોટલ રિકોલ (૨૦૧૨)

ટોટલ રિકોલ જ્યારે અમે નાના હતાં એ વખતે જોયેલું ત્યારે ખબર નહોતી પડી કે આ છે શું. વર્ષો પછી જોયું ત્યારે જ ખબર પડે કે ઓહ, સ્ટોરી આવી છે. આર્નોલ્ડ વાળું ટોટલ રિકોલ મને વધારે ગમ્યું પણ એક્શન વગેરે રિમેકમાં વધુ સારા છે (થેન્ક્સ ટુ સ્પેશિઅલ ઇફેક્ટ!).

PS: IMDBનું આ લિસ્ટ જોવા જેવું છે! હોલીવુડ-જાપાનથી પ્રેરિત (ie કોપી કરેલ!) બોલીવુડની ફિલમો

2 thoughts on “આ અઠવાડિયાની ફિલમો – ૧૪

  1. 1} મારે આનાથી ઊંધું થયું છે , પહેલા નકલ જોઈ છે અને પછી ઓરીજીનલ😀

    2} બોલીવુડે ઢગલો હોલીવુડ મુવીઝ્માથી બેફામ / બિન્ધાસ્ત ઉઠાંતરી કરી છે , એ પણ દ્રશ્ય થી દ્રશ્ય . [ દ્રશ્ય બદલવામાં પણ શું મહેનત કરાવી ! ] . . જેમ કે ચોકલેટ કે જે The Usual Suspects પરથી કોપી મારેલ છે , ભારતીય મસાલા ભભરાવીને !

    Like

  2. આપડા વાળા સીન ટુ સીન કોપી એટલે કરે છે કે વારે વારે શું કામ મહેનત કરવી !!!! આમ પણ પેલા ઓરિજીનલ વાળા એ ઓછી મહેનત થોડી કરી હોય😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s