રેસ રિપોર્ટ: બેંગ્લુરૂ મિડનાઇટ હાફ-મેરેથોન ૨૦૧૨

* હાજર છે તાજો-માજો રીપોર્ટ રવિવારની જૂની રેસનો.

મેડલ અને સર્ટિફિકેટ

હાશ. હજી પણ થાક લાગેલો છે. તો નક્કી કર્યા પ્રમાણે અમે (હું અને મુથ્થુનવનિતકુમાર) અહીંથી લગભગ સાડા પાંચ વાગ્યા જેવા નીકળ્યા. પહેલાં કેબ અને પછી વોલ્વો બસ વડે KTPO લગભગ સાત વાગ્યાની આસપાસ પહોંચ્યા. ત્યાંથી બીબ નંબર અને ટાઇમિંગ ચીપ લીધા અને પછી ત્યાં ડેઇલીમાઇલ મિત્ર ભાવેશ મળ્યો, એની અને મુથ્થુ જોડે ૧૦ વાગ્યા સુધી ગપ્પાં માર્યા અને આજુ-બાજુ ફર્યા. ૧૦ વાગે એમની દસ કિલોમીટરની રેસ શરુ થઇ પછી ત્યાં ઉભા-ઉભા લોકોને દોડતા જોતો હતો, નાસ્તો કર્યો અને ૧૦કે પૂરી થઇ ત્યારે મારી રેસની તૈયારી કરી. ત્યાં સ્ટાર્ટિંગ પોઇંટ આગળ ગોપાલ (અને કવિતા) મળ્યા અને થોડીવાર ત્યાં ચર્ચાનો દોર ચાલ્યો. રાત્રે ૧૨ વાગે સરસ ઠંડી હતી અને રેસ શરુ થઇ એ પહેલા નક્કી કરેલું કે માપની સ્પિડે આરામથી દોડવું અને સરસ રીતે ચાર લૂપ્સ દોડાઇ ગયા. છેલ્લાં અને પાંચમાં લૂપથી મને થાક લાગવાનો શરુ થયો અને ધાર્યા કરતાં સાત મિનિટ જેટલો વધુ સમય લીધો. કુલ સમય: ૨ કલાક, ૩૭ મિનિટ. કંઇ સારું પર્ફોમન્સ ન કહેવાય પણ રાત્રે દોડતાં-દોડતાં હું સુઇ ન ગયો એ જ મોટ્ટી વાત 😉

ઓવરઓલ ઇવેન્ટ એ હાઇલી મિસમેનેજન્ડ ઇવેન્ટ હતી.

૧. ૫ લૂપ્સ દોડવાના હતા (૪.૨ કિમીનો એક). મને વિચાર આવે છે કે પેલાં ફૂલ મેરેથોન દોડવાં વાળાંઓ દોડવામાં ધ્યાન રાખે કે યાદ રાખે કે ૧૦ લૂપ્સ પૂરા થયા કે નહી. અને, પાછાં રસ્તામાં ક્યાંય કિલોમીટરનાં માર્કિંગ નહી!
૨. સ્પોર્ટ્સ ડ્રિંક્સની ખાલી જાહેરાત, ક્યાંય દેખાયું નહી.
૩. ફૂડ કોર્ટ: ૧ વાગ્યા પછી બધાં સ્ટોલ બંધ થઇ ગયા, માત્ર એક પીઝાનો સ્ટોલ ખૂલ્લો હતો જેણે બેફામ રીતે ભાવ વધારીને લૂંટ ચલાવી હતી.
૪. ૨ વાગ્યા પછી ડીજે પણ સૂઇ ગયો હતો.
૫. વિનર્સનું એનાઉન્સમેન્ટ કરવાને બદલે પોડિયમ પરથી જાહેરાતો જ ફેંકાતી હતી.
૬. લોકો ટ્રેક પર આરામથી ચાલતા હતા. ના દોડવા વાળા લોકો નહી, બીજાં લોકો. અને અમુક જણાં તો રસ્તા પર ઉભા રહીને ફોટો પડાવતા મેં જોયા (આઇટી સીટી ફન રન અને ૧૦કે માં).
૭. નવાઇની વાત કે ફુલ અને હાફ-મેરેથોન પહેલાં શરુ કરવાની જગ્યાએ નાની રેસ પહેલાં શરુ કરવામાં આવી. ટૂંકમાં, જગ્યાનો અભાવ.
૮. ફિનિશર્સને કોઇ નાસ્તો-ફૂડ પેકેટ નહી.
૯. નો ટી-શર્ટ 😦
૧૦. અને તોય, બધી રેસ કરતાં મોંઘી 🙂

સારી બાબતો:
૧. રાત્રે દોડવાનો અનુભવ અદ્ભૂત. મસ્ત ઠંડી એટલે જરાય પરસેવો નહી.
૨. જ્યાં દોડવાનું હોય ત્યાં મજા જ હોય!

ફરીથી અહીં ના દોડાય. તો, હવે મુંબઇની ફુલ મેરેથોનની તૈયારી કરીએ?!

નોંધ: ડેઇલીમાઇલ એન્ટ્રી

નોંધ ૨: પરિણામ

Advertisements

5 thoughts on “રેસ રિપોર્ટ: બેંગ્લુરૂ મિડનાઇટ હાફ-મેરેથોન ૨૦૧૨

 1. જયારે સાવ થાકી ગયા હોય અને મનમાં અવ્યવસ્થા માટે ધૂંધવાટ થાય , ત્યારે ફીટ થતું સોંગ

  This is the end , Hold your breath and count to ten
  Feel the earth move and then , Hear my heart burst again 😉

  Like

   1. 🙂 શું બેગ્લુરુ મિડ્નાઇટ સ્પર્ધામાં ભાગ લેવાથી અને સમય નોંધથી નવી સ્પર્ધામાં ઇલાઇટ કે આગળના ક્ષેત્રમાં ઊભા રહેવાનો મોકો મળે છે?

    Like

    1. કદાચ. એટલિસ્ટ, હૈદરાબાદ મેરેથોનથી મને મુંબઇ મેરેથોનમાં ભાગ લેવાનો મોકો મળી ગયો છે 🙂

     Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s