ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

* કેમ ભઇ, બધાં લોકો મંડી પડે તો અમે કેમ બાકી રહી જઇએ? આ બ્લોગને ૨૦૦૭ અને ૨૦૧૨ બન્નેમાં ગુજરાતની ચૂંટણી જોવાનો મોકો મળ્યો છે. અને, આ પાંચ વર્ષમાં ચાર-સાડા ચાર વર્ષ હું ગુજરાતમાં હતો એટલે હું જે કંઇ લખીશ એ દિલ્હીથી ચેનલ ચલાવતા લોકો જેવો બકવાસ તો નહી જ હોય 🙂

૧. ગુજરાતનાં લોકો મૂર્ખ નથી. એમને ખબર છે કે અત્યાર સુધી કઇ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા છે. પાળ્યા છે તો એ આપેલી વસ્તુઓની ક્વોલિટી (ઘર, લેપટોપ કે ટેબ્લેટ) કેવી રહી છે. ગુજરાતી કદાચ મફત લેવા માટે લલચાશે પણ એ વસ્તુમાં સરવાળે ફાયદો કે નુકશાન – એ મહત્વનું છે. વોટ કરતાં ટેબ્લેટ સસ્તું? ના, ભાઇ ના.

૨. ૨૦૦૨-૨૦૦૭નાં પ્રમાણમાં આ વખતે ગોધરાકાંડ કે કોમી તોફાનોનો મુદ્દો ઓછો ઉછળ્યો. મનેય નવાઇ લાગી.

૩. કેટલાંક હારવા જેવા લોકો જીતી ગયા, જીતવા જેવા લોકો હારી ગયા (eg જયનારાયણ વ્યાસ).

૪. કેટલાંક બ્લોગબાબાઓ બહુ ધમપછાડા કર્યા. ઠંડ રખ, ભાઇ ઠંડ. મજા આવી ગઇ.

૫. હા, મોદીજીને અભિનંદન. આશા રાખીએ કે હવે પાંચ વર્ષમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે. અમારી તો એવી ઇચ્છા કે, આ વિકાસનો ચેપ દેશનાં બીજા રાજ્યોને પણ લાગે! 🙂

૬. ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

૭. અને, આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?

૮. ગમે તે હોય, પણ જીપીપીને કારણે ભાજપને એટલિસ્ટ ૮ થી ૧૦ સીટોનું નુકશાન થયું. જ્ઞાતિવાદનો પરાજય થયો, પણ હજીયે લોકો સુધરતા વાર લાગશે.

૯. સૌથી ચિંતાજનક વાત કે ગુજરાતમાં NCP, GPP, કે JD જેવી પાર્ટીઓએ ખાતું ખોલ્યું. સ્થાનિક પાર્ટી ઓવરઓલ નોટ ગુડ ફોર હેલ્થ!

૧૦. અને, પાલનપુરમાં કોંગ્રેસ. ઉપ્સ! 😦

14 thoughts on “ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

  1. ભાજપના જે કેટલાક મોટા માથા હારી ગયા ; જેમ કે દિલીપ સંઘાણી અને જયનારાયણ વ્યાસ . . .એ સરવાળે કદાચ ભાજપ માટે સારી ઘટના બની રહે ! અને સામે પક્ષે તો કોંગ્રેસના બે મોટા માથા ( અર્જુનભાઈ , શક્તિસિંહ ) ગયા એની કળ તો કોંગ્રેસને વળતા વળશે પણ ભાજપના મોંમાં બગાસું ખાતા પતાસું આવી ગયું 😉

    Like

  2. બ્લોગબાબા થોડા દિવસોથી રેડીફ્ પર ઘણા ગુજરાતીઓની અને મોદીની બુરાઈઓ કરવામાં!
    રિડિફ ના તંત્રી શીલા ભટ્ટ બ્લોગબાબા જેવા જ કોંગ્રેસભક્ત અને પૈસા ખાવામાં વાળા છે તે એમને બંનેને સારું ફાવે છે! ગઈકાલે તો બ્લોગબાબાએ રિડિફ માં લખ્યું કે આ વખતે તો મોદી પાછા નથી જ આવવાના તો એક્સીટ-પોલનાં તારણો પરથી જ મોદી માટે પહેલેથી ‘ઉજવણી’ (feting) કેમ છે?
    કોલમ લેખક તરીકે જો પ્રજાની નાડ પકડતાં ના આવડે તો જ કોઈ આટલા લેખક તરીકે નિષ્ફળ જઈ શકે! એમના મોટાભાઈ ની નિષ્ફળતા પરથી પણ ના શીખ્યા!
    હવે જોકે એમ કહેશે કે 140-150 સીટ તો ના આવી તે જ મોદી ની હાર છે! હવે આ માણસને શું કહીએ કહીયે? A. looser !
    – રમેશ

    Like

  3. પણ એક વાત ખટકે છે કાર્તિકભાઈ …. હાલ ની કોંગ્રેસ ની ગુજરાતની પરિસ્થિતિ જોતા ભાજપ ને 125 130 બેઠકો તો મળવી જ જોઈતી હતી

    Like

    1. @અમિત, કાર્તિક્ભાઈ એ મતદાન નહિં જ કર્યું હોય એટલે તો પાલનપુર માં કોંગ્રેસ.

      અને ,ઘર ના ઘર ની દશા તો બદલાઈ જ ગઈ છે.

      http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-moneky-wandering-in-gharanu-ghar-sample-house-in-ahmedabad-4120154-PHO.html?seq=1&HF-7=

      Like

  4. ગઈકાલે મોદી એ – પોતાના વિજય નું જે પ્રવચન કર્યું….એ ગુજરાત ના રાજકારણ નું કદાચ એક ઐતિહાસિક કહી શકાય એવું પ્રવચન હતું…..એના પરથી જ ખબર પડે છે કે – ચૂંટણી ના જે પરિણામ આવ્યા છે- તે આવનારા ભવિષ્ય મા દેશ ની દિશા અને દશા સુધારશે જ…..કોંગ્રેસ + સાથી પક્ષો ના આલિયા-માલિયા-જમાલીયા માટે હવે ચેતવા નો સમય પાકી ગયો છે….અફસોસ અને ચિંતા એ વાત ની છે કે – ગુજરાત સિવાય ના ભારત મા- ગુજરાતીઓ જેવા સમજદાર મતદાતા નથી…..આથી મોદી માટે “યેહ સફર નહી આસાન….સમાંજ્લો કી યે આગ કા દરિયા હૈ ઔર તૈર કે જાના હૈ….”

    Like

  5. Excellent observation: ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

    Liked by 1 person

  6. આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?
    સેહમત છું …. રાજકારણ ને પાર્ટ ટાયમ ગણવું નહિ. આતો પાર્ટ ટાયમ કમાણી કરતા હોય એવું લાગે છે.

    ભાજપ એ ૨૦૦૨ માં ૧૨૭, ૨૦૦૭ માં ૧૨૧ અને ૨૦૧૨ માં ૧૧૬ સીટ જીત્યા છે …. એમ જોવા જઈએ તો ક્યાંક તો ગડબડ છે …. સીટ ઓ ધીરે ધીરે તૂટે છે. આશા રાખું છું કે મોદી જી હજુ ઘણો વિકાસ કરે ગુજરાત માં … અને મહિલા ઓ માટે સુરક્ષિત રહે ગુજરાત

    Liked by 1 person

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.