૨૦૧૨: વાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* દર વર્ષની જેમ, આ વર્ષાંતે પણ હાજર છે, વાર્ષિક પોસ્ટ અહેવાલ. આ (સિવાય કે જ્યાં ઉલ્લેખ કર્યો હોય) બધાં જ આંકડા આ વર્ષ માટેના છે. પોસ્ટ સંખ્યા બાબતે આ વર્ષ શુષ્ક રહ્યું (સિવાય કે છેલ્લાં બે મહિનાઓ, જ્યાં મેં ઢગલાબંધ પોસ્ટ્સ આપના માથે મારી), પણ મારા મતે મારા બ્લોગની કેટલીક સૌથી સારી પોસ્ટ્સમાંની એકાદ-બે આ વર્ષે લખાઇ છે! 🙂

પોસ્ટ-મોર્ટમ

કુલ પોસ્ટ્સની સંખ્યા: ૨૦૧ (આ પોસ્ટની સાથે, વર્ડપ્રેસ તેનાં રીપોર્ટમાં ૧૯૮ બતાવે છે!)

સૌથી વધુ પોસ્ટ્સ ધરાવતો મહિનો: ડિસેમ્બર (ફેબ્રુઆરી, ૨૦૧૦ પછીની સૌથી વધુ પોસ્ટ્સ!)

સૌથી ઓછી પોસ્ટ્સ ધરાવતો મહિનો: એપ્રિલ

બેકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

એકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

સરેરાશ પોસ્ટ્સ:  ૧૬ (એમ તો ૧૬.૭૫ થાય!)

કોમેન્ટ કમઠાણ અને લાઇક્સ લાઇ

આ વર્ષની કુલ કોમેન્ટ્સ: ૧૧૨૩

આ વર્ષની પોસ્ટ્સ પર આવેલી કુલ કોમેન્ટ્સ: ૧૦૨૯ (આ ગણવું બહુ બોરિંગ છે, પણ શાંત ચિત્તે અમે આ ટાઇમ પાસ કામ કર્યું એ બદલ ઇનામ આપી શકાય! કોમેન્ટ્સ ડિસેમ્બર ૩૧નાં રાત્રે ૧૧.૫૫ વાગ્યા સુધીની છે.)

કુલ લાઇક્સ: ૧૦૦૦+

શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ: ૧૮

સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ: ગુડ બાય, અમદાવાદ

સૌથી વધુ લાઇક્સ: ૧૯ નવેમ્બર ના દિવસે.

સૌથી વધારે કોમેન્ટ્સ: નિરવ તરફથી! અભિનંદન!

માંડ-માંડ આવેલા મુલાકાતીઓ

સૌથી વધુ મુલાકાતીઓ કયા દેશમાંથી: ભારત, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, યુ.કે., જર્મની!

સૌથી ઓછા મુલાકાતીઓ વાળા પાંચ દેશ: ગ્રીસ, મેક્સિકો, વેનેઝુએલા, ટ્રિનિડાડ અને ટોબેગો અને શ્રીલંકા! (મને થાય છે, અહીંથી કોણ આવી ગયું હશે? :))

સૌથી વધુ વ્યસ્ત દિવસ: ૭ ઓક્ટોબર

વગેરે વગેરે

આ વર્ષના સ્પામડા-હેમડા વગેરે: ૨૮૦૩

આ વર્ષના અપલોડ કરેલા ચિત્રો: ૮૮ (વર્ડપ્રેસ તેનાં એન્યુઅલ રીપોર્ટમાં ૯૧ બતાવે છે!)

તો આવજો, આવતા વર્ષે મળીશું?!! બધાંને હેપ્પી ન્યૂ યર!!

9 thoughts on “૨૦૧૨: વાર્ષિક (પોસ્ટ) અહેવાલ

  1. સાલું મારું તો ક્યાય ગામ ય ગણતરી માં નથી 😉 કોરિયા એ નઈ ને શારજાહ ય નઈ, પેલા ભાઈ જેવું કરો છો કે શું 😉

    જોઈ લઈશ તમને 2013 માં

    Like

  2. ભાઈ શ્રી કાર્તિકભાઈ
    ખોબલા ભરીને અભિનંદનના ઓવારણાં.
    ૨૦૧૨ કરતાય ૨૦૧૩ વધુ તેજસ્વી બને અને વાચકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસે એવી અભ્યર્થના
    અભિનંદન….
    સને ૨૦૧૩ ના નુતન વર્ષાભિનંદન અને શુભ કામના

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.