રેસ રિપોર્ટ: બેંગ્લુરૂ મિડનાઇટ હાફ-મેરેથોન ૨૦૧૨

* હાજર છે તાજો-માજો રીપોર્ટ રવિવારની જૂની રેસનો.

મેડલ અને સર્ટિફિકેટ

હાશ. હજી પણ થાક લાગેલો છે. તો નક્કી કર્યા પ્રમાણે અમે (હું અને મુથ્થુનવનિતકુમાર) અહીંથી લગભગ સાડા પાંચ વાગ્યા જેવા નીકળ્યા. પહેલાં કેબ અને પછી વોલ્વો બસ વડે KTPO લગભગ સાત વાગ્યાની આસપાસ પહોંચ્યા. ત્યાંથી બીબ નંબર અને ટાઇમિંગ ચીપ લીધા અને પછી ત્યાં ડેઇલીમાઇલ મિત્ર ભાવેશ મળ્યો, એની અને મુથ્થુ જોડે ૧૦ વાગ્યા સુધી ગપ્પાં માર્યા અને આજુ-બાજુ ફર્યા. ૧૦ વાગે એમની દસ કિલોમીટરની રેસ શરુ થઇ પછી ત્યાં ઉભા-ઉભા લોકોને દોડતા જોતો હતો, નાસ્તો કર્યો અને ૧૦કે પૂરી થઇ ત્યારે મારી રેસની તૈયારી કરી. ત્યાં સ્ટાર્ટિંગ પોઇંટ આગળ ગોપાલ (અને કવિતા) મળ્યા અને થોડીવાર ત્યાં ચર્ચાનો દોર ચાલ્યો. રાત્રે ૧૨ વાગે સરસ ઠંડી હતી અને રેસ શરુ થઇ એ પહેલા નક્કી કરેલું કે માપની સ્પિડે આરામથી દોડવું અને સરસ રીતે ચાર લૂપ્સ દોડાઇ ગયા. છેલ્લાં અને પાંચમાં લૂપથી મને થાક લાગવાનો શરુ થયો અને ધાર્યા કરતાં સાત મિનિટ જેટલો વધુ સમય લીધો. કુલ સમય: ૨ કલાક, ૩૭ મિનિટ. કંઇ સારું પર્ફોમન્સ ન કહેવાય પણ રાત્રે દોડતાં-દોડતાં હું સુઇ ન ગયો એ જ મોટ્ટી વાત 😉

ઓવરઓલ ઇવેન્ટ એ હાઇલી મિસમેનેજન્ડ ઇવેન્ટ હતી.

૧. ૫ લૂપ્સ દોડવાના હતા (૪.૨ કિમીનો એક). મને વિચાર આવે છે કે પેલાં ફૂલ મેરેથોન દોડવાં વાળાંઓ દોડવામાં ધ્યાન રાખે કે યાદ રાખે કે ૧૦ લૂપ્સ પૂરા થયા કે નહી. અને, પાછાં રસ્તામાં ક્યાંય કિલોમીટરનાં માર્કિંગ નહી!
૨. સ્પોર્ટ્સ ડ્રિંક્સની ખાલી જાહેરાત, ક્યાંય દેખાયું નહી.
૩. ફૂડ કોર્ટ: ૧ વાગ્યા પછી બધાં સ્ટોલ બંધ થઇ ગયા, માત્ર એક પીઝાનો સ્ટોલ ખૂલ્લો હતો જેણે બેફામ રીતે ભાવ વધારીને લૂંટ ચલાવી હતી.
૪. ૨ વાગ્યા પછી ડીજે પણ સૂઇ ગયો હતો.
૫. વિનર્સનું એનાઉન્સમેન્ટ કરવાને બદલે પોડિયમ પરથી જાહેરાતો જ ફેંકાતી હતી.
૬. લોકો ટ્રેક પર આરામથી ચાલતા હતા. ના દોડવા વાળા લોકો નહી, બીજાં લોકો. અને અમુક જણાં તો રસ્તા પર ઉભા રહીને ફોટો પડાવતા મેં જોયા (આઇટી સીટી ફન રન અને ૧૦કે માં).
૭. નવાઇની વાત કે ફુલ અને હાફ-મેરેથોન પહેલાં શરુ કરવાની જગ્યાએ નાની રેસ પહેલાં શરુ કરવામાં આવી. ટૂંકમાં, જગ્યાનો અભાવ.
૮. ફિનિશર્સને કોઇ નાસ્તો-ફૂડ પેકેટ નહી.
૯. નો ટી-શર્ટ 😦
૧૦. અને તોય, બધી રેસ કરતાં મોંઘી 🙂

સારી બાબતો:
૧. રાત્રે દોડવાનો અનુભવ અદ્ભૂત. મસ્ત ઠંડી એટલે જરાય પરસેવો નહી.
૨. જ્યાં દોડવાનું હોય ત્યાં મજા જ હોય!

ફરીથી અહીં ના દોડાય. તો, હવે મુંબઇની ફુલ મેરેથોનની તૈયારી કરીએ?!

નોંધ: ડેઇલીમાઇલ એન્ટ્રી

નોંધ ૨: પરિણામ

આ અઠવાડિયાની ફિલમો – ૧૫

* અમે તો ફિલમો જ જોઇએ છીએ 😉 અને, અમે હિન્દી ફિલમો પણ જોઇએ છીએ! પેલી ‘માય નેબર ટોટોરો‘ સિવાયની ફિલમો..

૧. સરદાર

પરેશ રાવલ. વાહ, વાહ.

૨. વેલ ડન અબ્બા

થેન્ક્સ ટુ નિરવની પોસ્ટ, જેથી આ સરસ ફિલમ જોવા મળી ગઇ.

૩. એનિમી એટ ધ ગેટ્સ (૨૦૦૧)

હિન્દી ડબ. સરસ ફિલમ. સ્ટાલિનગ્રાડ (હવે, વોલ્ગોગ્રાડ) શહેરના યુધ્ધમાં બે કુશળ સ્નાઇપર્સ વચ્ચેની લડાઇનું અદ્ભુત ચિત્રણ. સ્ટાલિનગ્રાડ બેટલની સરસ માહિતી વિકિપીડિઆ પર આપેલી છે.

૪. પ્લાટુન (૧૯૮૬)

ક્લાસિક વિયેતનામ વોર ફિલમ. મને યાદ છે કે હું સાતમા-આઠમા ધોરણમાં હતો ત્યારે ત્રણ-ચાર વિયેતનામ વોરની મુવીઝ જોઇ હતી. કુમળા હ્દય પર અત્યાચાર કહો કે ગમે તે પણ ત્યારથી મને અમેરિકન-વિયેતનામ વોર વિશે જાણવાની બહુ તાલાવેલી રહેતી. સફારીમાં આ વિશે વિગતે આવેલું ત્યારે મારું મન શાંત થયેલું અને આનંદ થયેલો કે અમેરિકાને નામોશીભરી પીછેહઠ કરવી પડેલી.

ફિલમ: માય નેબર ટોટોરો

* આજની આ પોસ્ટ બે બાબતમાં ખાસ છે:
૧. કદાચ વર્ષો પછી મેં કોઇ ફિલમ વાળી પોસ્ટમાં ઇમેજ મૂકી છે.
૨. ઘણાં સમય પછી એક ફિલમ માટે ખાસ પોસ્ટ લખી છે.

ટોટોરો

તો આવું કેમ? એટલા માટે કે મને યાદ રહે કે આ ફિલમ મેં પહેલા કેમ ન જોઇ? ખાસ કરીને જ્યારે ૧૯૮૮માં બની હોય તો પણ? ખરાબ, અતિશય ખરાબ, કાર્તિક. અને સરસ વાત એ કે આ ફિલમ મને જોવા મળી! (થેન્ક્સ ટુ કિરણ, જેણે મને આ મુવી સીરીઝનો આખો સેટ આપ્યો). વેલ, માય નેબર ટોટોરો એ જાપાનીઝ કાર્ટૂન મુવી છે. એટલે કે પેલું માર-ફાડ ટાઇપનું નહી, એકદમ મસ્ત. સરસ ડાયલોગ્સ, સરસ અને લાગણીમય સ્ટોરી અને અદ્ભુત અભિનય (ઓહ, આઇ મીન સંવાદો). ટોટોરો જાપાનમાં આટલું લોકપ્રિય પાત્ર હશે એ પણ મને ખબર નહી. વધુ માહિતી, વિકિપીડિયા પર.

સ્ટોરી શરુ થાય છે એક કુંટુંબ ના ઘર બદલવાના દ્ર્શ્ય થી. બે નાનકડી છોકરીઓ – સાટ્સુકી અને મેઇ અને એમના પપ્પા નવાં ઘરમાં રહેવા આવે છે. એમની મમ્મી બિમાર છે અને હોસ્પિટલમાં રહે છે. આ સંજોગોમાં નવું વાતાવરણ, નવું ઘર અને નાનકડી બહેનને સાચવતી સાટ્સુકી અને તોફાની મેઇ. મેઇને એક દિવસ બગીચામાં સસલાં જેવું પ્રાણી દેખાય છે અને તે તેમની પાછળ-પાછળ જાય છે જ્યાં તેને ટોટોરો મળે છે અને ટોટોરો સાથે તેમની દોસ્તીની શરુઆત થાય છે. મુવી થોડું જૂનું છે એટલે ટેલિગ્રામ, લોંગ ડિસ્ટન્સ ટ્રંક કોલ અને સાયકલ – એ જૂની બાબતો જેમને હજી પણ યાદ હોય તેમને સો ટકા બાળપણ યાદ આવવાનું. મુવીમાં અન્ય એક પાસું – સાટ્સુકીની સમજણ શક્તિ અને ઉંમર પહેલાં આવી જતી જવાબદારી (કારણ કે, મમ્મી હોસ્પિટલમાં હોય છે) સરસ રીતે આલેખાઇ છે.

ટૂંકમાં, મસ્ટ સી. ફરી પાછાં નાનાં થઇને રખડવાનું મન થઇ ગયું. કવિન જોડે આ મુવી ફરીથી જોઇશ. તમે પણ જોજો અને તમારી કે આજુ-બાજુની બચ્ચા પાર્ટીઓને બતાવજો!!

વિક્શનરી ફાયરફોક્સ પ્લગ-ઇન

* અમારા એક મિત્ર અરવિંદા એ આ સરસ વિક્શનરી ફાયફોક્સ પ્લગ-ઇન બનાવી છે, તો તમે પણ જરા હાથ-માઉસ-કીબોર્ડ અજમાવજો!

ગુજરાતી વિક્શનરી ફાયફોક્સ પ્લગઇન એટલે કે સર્ચ એન્જિન!

PS: ઉપર ગુગલ ક્રોમ દેખી ભોળવાવું નહી. હું ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ક્રોમ-અનસ્ટેબલ વર્ઝન વાપરું છું, જે મોટાભાગે ક્રેશ થતું રહે છે, એટલે હજી પણ ફાયરફોક્સ મારું ફેવરિટ બ્રાઉઝર છે. વિશ્વાસ નથી થતો? જુઓ નીચેનો ફોટો 😉

ફાયરફોક્સ - કેન્દ્રમાં

ઇલેક્શન સ્પેશિઅલ

* આ વાંચ્યા પછી આવતી કાલે વોટ આપવા જશો? આવતી કાલે નહી તો ૧૭મીએ જજો (એ તમે ક્યાં છો એના પર આધાર!) પેલા ECE બલ્બની જેમ ભૂલી ન જતા. નહીંતર, તમારા માથે ફાફડા-પરિવર્તન કે ઇટાલીનું (ઘરનું) ઘર લખાઇ જશે.

અસ્તુ. તો ચાલો, અમે તો બ્રેકફાસ્ટમાં ઇડલી-સંભાર-કોફીની મજા માણીએ?

PS: આ લેખ.

અલવિદા: અશ્વિની ભટ્ટ

* તમને બધાંને જાણ થઇ ગઇ જ હશે પણ આપણાં એક પ્રિય લેખક આપણે આજે ગુમાવ્યા છે. તેમની યાદમાં આપણે કંઇ છાપામાં તો લખી નહી શકીએ પણ, ગુજરાતી વિકિપીડિયા પર તેમનું પાનું અશ્વિની ભટ્ટ મેં બનાવ્યું છે. તદ્ન નવાઇની વાત કહેવાય કે અત્યાર સુધી કોઇનું ધ્યાન નહોતું ગયું કે અશ્વિની ભટ્ટનું વિકિપીડિયા પર પાનું નથી! (ધ્યાન દોરવા બદલ રજનીભાઇનો આભાર!). હજી તેમાં ઘણી-ઘણી માહિતી ઉમેરવાની કે ચકાસવાની બાકી છે. હવે એ પાનું એમનાં સૌ ચાહકોને હવાલે.

ઓથાર-અંગાર ફરીથી વાંચવાની ઇચ્છા છે. હવે અમદાવાદ કે મુંબઇ મુલાકાત વખતે લઇ લેવામાં આવશે.

અપડેટ્સ – ૭૩

* આ વખતે અપડેટ્સમાં કંઇ ખાસ નથી. તમે ગયા અઠવાડિયે foss.in/2012 નો પેલો અહેવાલ વાંચ્યો ને? પછી, આ અઠવાડિયું બહુ બીઝી રહ્યો. હવે, આવતા રવિવારે બેંગ્લોર મિડનાઇટ હાફ-મેરેથોન છે એટલા એના માટે એક વુલન ટોપી વત્તા હાથ-મોજાં લેવાનો પ્લાન છે, પણ ટોપી સાથે મારા સંબંધો સારા નથી, એટલે ક્યારનું રહી જ જાય છે. આજે એમ તો અહીં ઉલ્સુર લેકમાં 7K રેસ હતી, પણ તેના બિબ નંબર લેવા માટે છેક દૂર જવાનું હોવાથી આ રેસ પડતી મૂકાઇ છે.

* ગૌરવ અહીં આવ્યો ત્યારે મારા માટે ખાખરા ભરેલો ડબ્બો (વત્તા ચોકલેટ, કોફી અને બે ચમચીઓ) લઇ આવ્યો હતો. કોફી, ચમચીઓ અને ડબ્બા સિવાય બીજી બધી વસ્તુઓ પોપ્પા!

* નવરા બેઠાં-બેઠાં ‘મારા ઉપકરણો‘ પાનું અપડેટ કર્યું છે. સંગ્રહમાંથી જૂનાં કોમ્પ્યુટરના ઐતહાસિક ફોટાઓ શોધવાના બાકી છે. ફરી ક્યારેક, જ્યારે મારી એક્સટર્નલ હાર્ડ-ડિસ્ક અહીં આવે ત્યારે. જૂનાં ફોનનાં બે ફોટાઓ છે, પણ એટલા બરોબર નથી.

* ગઇકાલે બેંગ્લોરના એક ખરાબ-માં-ખરાબ રસ્તા પર જઇ આવ્યો. આઇ મીન, રસ્તો એટલો તૂટેલો કે મને ડર લાગ્યો કે મારા મિત્રની ગાડી પંકચરના થઇ જાય. ડ્રાઇવરે કહ્યું કે આ રસ્તો પહેલાં સારો હતો પણ આજુ-બાજુ બાંધકામો ચાલુ થવાથી ભારે ટ્રકની આવ-જાવ થવાથી ખરાબ થઇ ગયો છે. પણ, અમે રેગ્યુલર રસ્તા કરતા અડધો કલાક વહેલાં પહોંચ્યા એ ફાયદો 🙂

આ અઠવાડિયાની ફિલમો – ૧૪

* આ અઠવાડિયે નવા પ્રકારની ફિલ્મો જોવામાં આવી. કેવી? ઓરિજનલ અને તેની નકલ અથવા રિમેક!

૧. ટ્વેલ્વ એંગ્રી મેન (૧૯૫૭) અને એક રુકા હુઆ ફૈસલા (૧૯૮૬)

બંને સરસ મુવી છે. એક રુકા હુઆ ફૈસલા, જે વર્ષો પહેલાં અમે ઓફિસમાં જોયેલું, અત્યારે પણ ફરીથી જોવાની મજા આવી. મસ્ટ સી.

૨. ઓલ્ડબોય (૨૦૦૩) અને ઝિંદા (૨૦૦૬)

ઓલ્ડબોય એ સરસ અને ઓરિજનલ વાર્તા ધરાવતું મુવી. મૂળ સ્ટોરીની નકલ કરી ઝિંદા બનાવવામાં આવ્યું જે પણ સારું છે. સંજય દત્ત વત્તા જ્હોનની એક્ટિંગના વખાણ થયેલા અને બરોબર હતા.

૩. ટોટલ રિકોલ (૧૯૯૦) અને ટોટલ રિકોલ (૨૦૧૨)

ટોટલ રિકોલ જ્યારે અમે નાના હતાં એ વખતે જોયેલું ત્યારે ખબર નહોતી પડી કે આ છે શું. વર્ષો પછી જોયું ત્યારે જ ખબર પડે કે ઓહ, સ્ટોરી આવી છે. આર્નોલ્ડ વાળું ટોટલ રિકોલ મને વધારે ગમ્યું પણ એક્શન વગેરે રિમેકમાં વધુ સારા છે (થેન્ક્સ ટુ સ્પેશિઅલ ઇફેક્ટ!).

PS: IMDBનું આ લિસ્ટ જોવા જેવું છે! હોલીવુડ-જાપાનથી પ્રેરિત (ie કોપી કરેલ!) બોલીવુડની ફિલમો

આજની કડીઓ

* ધ સેટઅપ. આ સેટઅપ સાઇટમાં જાણીતા (વેલ, ટૅકનોલોજી કે એવાં બીજા અનેક ક્ષેત્રોમાં) લોકોનાં હાર્ડવેર સેટઅપ અંગે ઇન્ટરવ્યુ લે છે. ચાર જ પ્રશ્નો. એમાંથી ડેબિયન ડેવલોપર Joey Hess અને હાર્ડવેર હેકર Andrew Huangનું સેટઅપ વાંચવા જેવું છે. કોઇક દિવસ અમે પણ આ સાઇટમાં આવીશું નહિતર પછી આવી એક બ્લોગ પોસ્ટ તો અહીં મૂકી તો શકાશે 😉

હવે, નીચેની કડીઓ, ટ્વિટરમાંથી:

* ડકડકગોનું ટર્મિનલ ઇમ્યુલેટર. મસ્ત છે!

* હા, હા. માઇક્રોસોફ્ટને આ અભિયાન ભારે પડ્યું!

* બે સરસ PDFs,

૧. 10 PRINT BASIC પ્રોગ્રામિંગ યાદ છે? તો આ પુસ્તક તમારા માટે છે.

૨. જીમ્પ મેગેઝિન બે ભાગ પ્રકાશિત થયા છે અને બંને સરસ છે. મને જોકે વિસ્તૃત રીતે જોવાનો સમય મળ્યો નથી, પણ જીમ્પ શીખવા માટે બેસ્ટ રીસોર્સ.