કંટાળો

* કોઇ માણસ કેટલી હદ સુધી કંટાળી શકે? સામાન્ય રીતે કોઇ જમવા કેખાવામાં કંટાળે? જ્યારે જમવા જવાનો પણ કંટાળો આવે ત્યારે સમજી શકાય કે એ ખરેખર કંટાળી ગયો છે – અને આજ કાલ મારી જોડે એવું થાય છે. પણ, મારા કિસ્સામાં મને ખબર નથી પડતી કે હું શેનાથી કંટાળી ગયો છું. ફિલમો જોઇ-જોઇને થાક્યો છું એટલે હવે અઠવાડિયામાં એકાદ-બે જ જોવી એવું રાખવું છે. વાંચન શરુ કર્યું છે, એટલે થોડું સારું લાગે છે, પણ તેના પર પણ કંટ્રોલ રાખવો પડશે. હા, એક દોડવા સિવાય બધે જ કંટાળો વ્યાપી ગયો છે.

કંટાળાના એક બીજા ઉપાય તરીકે ગુજરાતી વિકિપીડિઆમાં સરસ કામ થાય છે. નવાઇની બીજી વાત કે વિકિપીડિઆમાં અશોક દવે પર કોઇ લેખ નહોતો. એટલે, બનાવી લેવામાં આવ્યો!

ચાલો ત્યારે આ પોસ્ટ લખવાનો પણ કંટાળો આવે છે 😉

Advertisements

17 thoughts on “કંટાળો

 1. વીકીપીડીયા ગુજરાતી ક્યા ફોન્ટ્સનો ઉપયોગ થાય છે? ક્યાથી ડાઉનલોડ કરી શકાય?

  Like

   1. હુ જાણુ છું પણ ફોન્ટનું નામ શુ છે તે જાણવુ છે.

    Like

    1. તમારી સિસ્ટમ (અથવા બ્રાઉઝર) નો ડિફોલ્ટ યુનિકોડ ફોન્ટ, એટલે વિકિપીડિઆમાં વપરાતો ફોન્ટ!

     Like

     1. ઓકે, પણ તમારા બ્લોગ અને વિકિપીડીઆનું લખાણ અલગ અલગ ફોન્ટમાં લાગે છે.

      Like

      1. તમે સ્ક્રિનશોટ લઇને ક્યાંય મૂકી શકશો? જોવું પડશે. મારા બ્લોગમાં મેં કોઇ ફોન્ટનું સેટિંગ કરેલ નથી (કરી શકાય એમ પણ નથી!), પણ કદાચ વર્ડપ્રેમ.કોમ કે વિકિપીડિઆ ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરતા હોય એમ બની શકે.

       Like

 2. આવી જ રીતે ગુજરાતી બ્લોગર્સ અને ગુજરાતી બ્લોગ જગત , વિષે પણ ‘ વિકી ‘ માં કોઈ પેઈજ બનાવી નાખો તો મજા આવે 🙂 . . અને જો આવું કોઈ પેઈજ હોય તો ભૂલ ચૂક લેવી અને દેવી 😉

  Like

 3. એટલીસ્ટ મોટા ભાગના લોકો થી તો સારું જ છે….. મારે તો દોડવાનો કંટાળો જ લીસ્ટમાં સૌથી પહેલો આવે છે 😛

  Like

 4. કાર્તિકભાઈ આ કંટાળા થી હું પણ કંટાળી ગયો છું, કોઈ સચોટ ઉપાય મળે તો આપ જો. 🙂 wiki માં આપની ચાંચ ના ડૂબી.

  Like

 5. વિકિપીડીયામાં માહિતીનો ભરાવો કરવા માટે મારી પાસે ઘણું બધુ છે પણ તે નહી કરવાનુ એક જ કારણ – કંટાળો ! આમ તો મારા માટે કંટાળા કરતા તેના માટે ફ્રી સમય હોવો એ મોટી સમસ્યા છે અને એમાયે ટેણીયાના આવ્યા પછી તો સમયના ઘણાં સમીકરણો બદલાઇ ગયા છે.

  હમણાંથી સવારે ઉઠવામાં ઘણો કંટાળો આવે છે… હવે, દોડવાની તો વાત જ ન પુછશો.

  Like

  1. વિકિપીડીયામાં માહિતીનો ભરાવો કરવાનો કંટાળો આવતો હોય તો મને મોકલી આપવી. બાય ધ વે, એ માહિતીનું લાયસન્સ વિકિપીડીયાને અનુરુપ છે? જો હા હોય તો તમને કંટાળો આવે એ નવાઇની વાત કહેવાય.. 🙂

   Like

   1. જો માહિતી તૈયાર હોત તો કંટાળો ન આવત; પણ ઘણીખરી માહિતી મૌલિક છે અને મગજમાં જેમતેમ ભરાયેલી છે, જેને યોગ્ય રીતે ગોઠવવાનો, રજુ કરવાનો અને ટાઇપ કરવાનો કંટાળો આવે છે…

    ખૈર, મૌલિક, શુધ્ધ અને સાચી માહિતી પ્રત્યે વિકિપીડીયાને કોઇ વાંધો નથી એવું મારી જાણકારીમાં છે એટલે તે માહિતીનો ભરાવો ચોક્કસ કયારેક કરવામાં આવશે.

    Like

    1. મૌલિક માહિતી કરતાં તો જે માહિતીનો સંદર્ભ હોય એ માહિતી વિકિપીડિઆમાં સ્વીકારાય છે. વધુમાં એ, neutral હોવી જોઇએ. ફોટો કે વિડિઓ મુકવો હોય તો એ તમારો હોવો જોઇએ. બસ, આટલું હોય એટલે ચાલે.

     Like

     1. ઘણાં વિષયો-જગ્યા-વ્યક્તિ-સ્થળ છે જે અંગેની માહિતી-ફોટો હું મુકી શકુ છું અને જે-જે માહિતી ઉમેરવામાં આવશે તે ચોક્કસ સંદર્ભ સાથે જ રહેશે.

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s