કંટાળો

* કોઇ માણસ કેટલી હદ સુધી કંટાળી શકે? સામાન્ય રીતે કોઇ જમવા કેખાવામાં કંટાળે? જ્યારે જમવા જવાનો પણ કંટાળો આવે ત્યારે સમજી શકાય કે એ ખરેખર કંટાળી ગયો છે – અને આજ કાલ મારી જોડે એવું થાય છે. પણ, મારા કિસ્સામાં મને ખબર નથી પડતી કે હું શેનાથી કંટાળી ગયો છું. ફિલમો જોઇ-જોઇને થાક્યો છું એટલે હવે અઠવાડિયામાં એકાદ-બે જ જોવી એવું રાખવું છે. વાંચન શરુ કર્યું છે, એટલે થોડું સારું લાગે છે, પણ તેના પર પણ કંટ્રોલ રાખવો પડશે. હા, એક દોડવા સિવાય બધે જ કંટાળો વ્યાપી ગયો છે.

કંટાળાના એક બીજા ઉપાય તરીકે ગુજરાતી વિકિપીડિઆમાં સરસ કામ થાય છે. નવાઇની બીજી વાત કે વિકિપીડિઆમાં અશોક દવે પર કોઇ લેખ નહોતો. એટલે, બનાવી લેવામાં આવ્યો!

ચાલો ત્યારે આ પોસ્ટ લખવાનો પણ કંટાળો આવે છે 😉

17 thoughts on “કંટાળો

            1. તમે સ્ક્રિનશોટ લઇને ક્યાંય મૂકી શકશો? જોવું પડશે. મારા બ્લોગમાં મેં કોઇ ફોન્ટનું સેટિંગ કરેલ નથી (કરી શકાય એમ પણ નથી!), પણ કદાચ વર્ડપ્રેમ.કોમ કે વિકિપીડિઆ ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરતા હોય એમ બની શકે.

              Like

  1. આવી જ રીતે ગુજરાતી બ્લોગર્સ અને ગુજરાતી બ્લોગ જગત , વિષે પણ ‘ વિકી ‘ માં કોઈ પેઈજ બનાવી નાખો તો મજા આવે 🙂 . . અને જો આવું કોઈ પેઈજ હોય તો ભૂલ ચૂક લેવી અને દેવી 😉

    Like

  2. વિકિપીડીયામાં માહિતીનો ભરાવો કરવા માટે મારી પાસે ઘણું બધુ છે પણ તે નહી કરવાનુ એક જ કારણ – કંટાળો ! આમ તો મારા માટે કંટાળા કરતા તેના માટે ફ્રી સમય હોવો એ મોટી સમસ્યા છે અને એમાયે ટેણીયાના આવ્યા પછી તો સમયના ઘણાં સમીકરણો બદલાઇ ગયા છે.

    હમણાંથી સવારે ઉઠવામાં ઘણો કંટાળો આવે છે… હવે, દોડવાની તો વાત જ ન પુછશો.

    Like

    1. વિકિપીડીયામાં માહિતીનો ભરાવો કરવાનો કંટાળો આવતો હોય તો મને મોકલી આપવી. બાય ધ વે, એ માહિતીનું લાયસન્સ વિકિપીડીયાને અનુરુપ છે? જો હા હોય તો તમને કંટાળો આવે એ નવાઇની વાત કહેવાય.. 🙂

      Like

      1. જો માહિતી તૈયાર હોત તો કંટાળો ન આવત; પણ ઘણીખરી માહિતી મૌલિક છે અને મગજમાં જેમતેમ ભરાયેલી છે, જેને યોગ્ય રીતે ગોઠવવાનો, રજુ કરવાનો અને ટાઇપ કરવાનો કંટાળો આવે છે…

        ખૈર, મૌલિક, શુધ્ધ અને સાચી માહિતી પ્રત્યે વિકિપીડીયાને કોઇ વાંધો નથી એવું મારી જાણકારીમાં છે એટલે તે માહિતીનો ભરાવો ચોક્કસ કયારેક કરવામાં આવશે.

        Like

        1. મૌલિક માહિતી કરતાં તો જે માહિતીનો સંદર્ભ હોય એ માહિતી વિકિપીડિઆમાં સ્વીકારાય છે. વધુમાં એ, neutral હોવી જોઇએ. ફોટો કે વિડિઓ મુકવો હોય તો એ તમારો હોવો જોઇએ. બસ, આટલું હોય એટલે ચાલે.

          Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.