આ અઠવાડિયાનાં પુસ્તકો – ૧

* લો, અમે આવી ગયા વધુ એક સીરીઝ લઇને. આ વર્ષનો બીજો એક ટારગેટ છે કે ઓછામાં ઓછાં ૧૦૦ ગુજરાતી પુસ્તકો વાંચવા (ગુજરાતીમાં, પછી ભલેને અનુવાદ જ હોય). શરુ કરીએ? આ ૧૦૦ પુસ્તકોની યાદી રહે તે માટે ખાસ આ સીરીઝ શરુ કરાઇ છે.

૧. ધ Girl વિથ ડ્રેગન ટેટ્ટુ — સ્ટીગ લાર્સન (અનુવાદ)

ઠીક-ઠીક અનુવાદ. કેટલીક જગ્યાએ ધ્યાન રાખીને અનુવાદ ગપચાવ્યો હોય એમ લાગ્યું કારણ કે અમે અંગ્રેજી પુસ્તક વાંચેલું જ છે 😀 ઓવરઓલ, સારો પ્રયત્ન છે.

૨. યાર બાદશાહો… — ચંદ્રકાંત બક્ષી

દિવ્ય ભાસ્કરમાંના બક્ષીબાબુના લેખોનો સંગ્રહ. ૬-સાડા ૬ વર્ષ જૂનાં લેખો હોવાં છતાંય કેટલાં ફ્રેશ લાગે છે અને અત્યારના બ્લોગબાબાઓનાં લેખો? ૬ દિવસમાં વાસી થઇ જાય.

ઉપરનાં બન્ને પુસ્તકો મુંબઇ ગયો હતો ત્યારે ઘરેથી લેતો લાવેલો.

અને, નીચેનાં પુસ્તકો ફ્લિપકાર્ટમાંથી મંગાવેલા છે.

૩. પ્રિયજન — વિનેશ અંતાણી

સરસ અને ક્લાસિક. થેન્ક્સ ટુ સૌરભ શાહનો પેલો લેખ – કિતાબી દુનિયા. બીજા પુસ્તકો, એક-પછી-એક મંગાવવામાં આવશે (ie બજેટ પ્રમાણે!!)

૪. મારા ડેડીનું ઝુ — એસ્થર ડેવિડ (અનુવાદ)

સરસ નાનકડું પુસ્તક. એમ તો કવિન માટે છે, પણ રખેને ત્રણ-ચાર વર્ષ પછી આઉટ-ઓફ-પ્રિન્ટ થાય, એટલે મંગાવી લીધું.

6 thoughts on “આ અઠવાડિયાનાં પુસ્તકો – ૧

        1. ૧. પૃથ્વી – પ્રદક્ષિણા — સ્વામી સચ્ચિદાનંદ
          ૨. વોલ્ગાથી ગંગા – રાહુલ સાંકૃત્યાયન (અનુવાદ છેલ્લે ૧૯૬૬માં થયો હતો, અત્યારે મળે છે કે નહી તે ખ્યાલ નથી. આર.આર. શેઠ જોડે તપાસ કરવી). ઓવરઓલ, સરસ પુસ્તક.
          ૩. પ્રિતી સેનગુપ્તાએ સરસ પ્રવાસ વર્ણનો લખેલા છે. પુસ્તકોની ખબર નથી.

          Like

  1. Now reading, Winner stands alone and The Girl With Dragon Tatoos……. પહેલી વખત બે ઘોડે એક સાથે સવારી કરું છું, અને જોઈએ કેવુક ચાલે છે, ડ્રેગન ટેટૂ ફેબ્રુઆરી માં શરુ કરી હતી (આલ્ડીકો ઝીન્દાબાદ) અને હજી એમનીએમ જ છે, વિનર સ્ટેન્ડસ અલોન (પૌલો કોએલ્હો) માં મજા આવે છે

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.