IRC – આઠ વર્ષ

આજે જ્યારે IRC પર લોગીન કર્યું અને, સર્વર ટેબ પરજોયું કે,

Registered : Jan 07 05:56:18 2005 (8 years, 0 weeks, 0 days, 00:04:00 ago)

લગભગ સાડા આઠ વર્ષ પહેલાં IRC નો પરિચય થયો (તો પછી શીર્ષકમાં આઠ વર્ષ કેમ લખ્યા? એવો સવાલ થાય. જવાબ: કારણ કે મને ખબર જ નહોતી કે તમારું લોગીન એમાં રજીસ્ટર કરાવી શકાય છે!) અને આ સંબંધ હજી સુધી અકબંધ છે. IRC એટલે ઇન્ટરનેટ રીલે ચેટ. એકદમ સરળ છે આ પ્રોટકોલ. IRCનું સર્વર હોય, તમે ક્લાયન્ટ વડે જોડાઓ. તેમાં અલગ-અલગ ચેટ-રુમ કહી શકાય તેવી ચેનલ્સ હોય છે. દા.ત. #linux-india, #debian વગેરે. એક કરતાં વધુ સર્વર કે ક્લાયન્ટ વડે તમે જોડાઇ શકો છો અને તમારું નિકનેમ પસંદ કરી શકો છો, એ રજીસ્ટર પણ કરી શકાય છે. વર્ષોથી મારું નિકનેમ kart_ છે. ઘણાં લોકો અજ્ઞાત રહેવાનું પસંદ કરે તો એવી પણ સગવડ છે. Text સંદેશા સિવાય અહીં કોઇ બીજી સગવડ નથી એ જ એનો મોટો ફાયદો છે ie એકદમ લાઇટવેઇટ. ઇન્ટરનેટ ધીમું હોય તો પણ વાંધો ન આવે. IRC ને કારણે ઘણાં ઓપનસોર્સ-ફ્રી સોફ્ટવેર ના મહારથી મિત્રો મળ્યા અને જે વ્યક્તિઓ જોડે ચેટ પર વર્ષોથી વાત કરી હોય એ સામે મળે તો કેવી મજા આવે? ફેસબુકમાં તો બધાં આજ-કાલ મળેલા હોય એવું લાગે (ફોટા, વિડિઓ..) પણ IRCની વાત જ નિરાળી છે.

IRC માટે હું irssi નામનું ટર્મિનલ પર ચાલતું સોફ્ટવેર વાપરું છું. તમને જો કોઇ ઓપનસોર્સ પ્રોજેક્ટમાં રસ હોય અને એની IRC ચેનલ હોય તો તમે xchat કે Pidgin જેવા સોફ્ટવેર વાપરી શકો છો. (હા, મેક માટે Adium મેસેન્જર સરસ છે.)

ચેતવણી: IRC એ addictive છે!

One thought on “IRC – આઠ વર્ષ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s