અપડેટ્સ – ૭૬

* મંગળવારે આ બેંગ્લુરુમાં ત્રણ મહિના થયા 🙂

* ગયા રવિવારે અને આજે સવારે LSD પૂરી કરવામાં આવી. હવે આ LSD એટલે Long Slow Distance (run) એમ થાય. બીજું કંઇ ન સમજવું! પેલી મુંબઇ મેરેથોન માથા પર છે અને અમારી તૈયારીમાં કંઇ ખાસ ભલીવાર લાગતો નથી. છેલ્લે, થોડાક સમયથી મુક્ત મને દોડી શકાતું નથી એ સારી વાત ન કહેવાય. અને, તમને બોર કરવા માટે, બેંગ્લુરુના ૩ મહિનાના નિવાસ દરમિયાન કુલ રનિંગ કિલોમીટર અંકે પૂરા ૪૫૪ રોકડા.

એની તૈયારી રુપે એક સરસ મજાની કેપ-ટોપી લેવામાં આવી છે. રંગ પીળો ને ભાવ રાતો, ડ્રાય ફીટ ને ખિસ્સાંને પડે ટાઇટ.

* ગઇકાલે ધવલભાઇ (બીજી વખત મળ્યાં. પહેલી વખત DocTypeHTML5, અમદાવાદમાં મળેલા) અને જયદેવ જોડે BOTS (Bums On The Saddle) ની મુલાકાત લેવામાં આવી.

ધવલભાઇ અને જયદેવ - ટેસ્ટ રાઇડિંગ માટે તૈયાર! બમ્સ ઓન ધ સેડલ!

BOTS એ સાયકલની સરસ દુકાન છે. હા, સાયકલ પર હજી માત્ર વિચારવામાં આવે છે. BOTS માત્ર હાઇ ક્વોલિટી સાયકલ્સ રાખે છે. પાછાં જતાં રસ્તામાં ફાયરફોક્સનો શો-રુમ દેખાયો તો એમાંથી એક મોડેલ લગભગ ફાઇનલ કર્યું છે. SCMM પછી એની વાત છે.

* આવતી કાલે ઉત્તરાયણ છે અને અહીં સમ ખાવા પૂરતી એકેય પતંગ દેખાતી નથી. એટલું સારું છે કે અમારે પોંગલની રજા છે, એટલે આજની LSDનો થાક નીકળી જશે. બાકી બધાંને હેપ્પી ઉત્તરાયણ! અમદાવાદમાં તો લોકોને જલ્સા પડશે. સળંગ ચાર-ચાર રજાઓ!

PS: અહીં જયાનગરમાં ગુજરાતીઓ ભેગા થઇને ઉત્તરાયણ મનાવે છે એવું ધવલભાઇએ કહ્યું. ઉત્તરાયણ જ નહી, બધાં તહેવારોની પણ ઉજવણી કરે છે.

Advertisements

10 thoughts on “અપડેટ્સ – ૭૬

   1. It was good one however you can’t compare with Gujarat’s experience. Resort was good but was hard find out, even google maps was not useful. They have arranged the breakfast, lunch n high T and with that you can also use the resorts facility like swimming pool, indoor games etc. Kites n thread can be bought from the counter but missing part was “khasboo gujarat ki”

    Like

  1. હા હા. કારણ એક નહી ચાર-ચાર છે.

   ૧. હું અત્યારે ‘એકલો’ છું.
   ૨. મારી વાંચવાની ઝડપ, મારા મતે થોડી વધુ છે.
   ૩. મને જ્યારે પણ સમય મળે ત્યારે હું વાંચવાનું શરુ કરી લઉં છું. આજ-કાલ બેગમાં પુસ્તક રાખું જ છું. બસ, ટ્રેન, પ્લેન, કોઇની રાહ જોવાતી હોય કે પછી સૂતા પહેલાં.
   ૪. કિન્ડલ પણ ઘણી વખત મદદરુપ થાય છે.

   Like

     1. For me work is not an issue… I give around 9 hrs only to work in a day but still always in crunch of time…

      Many times I think that I put less pressure on myself, remain content and do the things which gives joy… but somehow that’s not possible…. અમુક કીડા એવા લાગ્યા છે જીવનમાં કે ના પૂછો વાત… 🙂 ક્યારેય જીવને જપ વળવાનો નથી….

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.