અપડેટ્સ – ૭૮

* બેંગ્લોરનું વાતાવરણ હજી ઠંડક વાળું જ છે, પણ હવે પંખો જોઇએ છે. હવામાન-તાપમાન ઉર્ફે વેધર ગણીએ તો બેંગ્લોરને ભારતમાં પ્રથમ ક્રમાંક આપી શકાય. જોકે એ મારો મત છે, બીજા શહેરો મેં જોયા નથી એટલે સો ટકા સાચું ન પણ હોઇ શકે. પણ, મુંબઇને બાદ કરતાં ભારતનાં બાકીના બધાં શહેરો એક્સ્ટ્રીમ હવામાન ધરાવે છે. લોકો તો જોકે મુંબઇને પણ બદનામ કરે છે (વરસાદનું ગણીએ તો એ પણ ખોટું નથી ;)).

* ગઇકાલે સંજીવભાઇ-ભૂમિકાબેન જોડે અહીં કાંતિરવા સ્ટેડિયમમાં Nike Running Club માં ટ્રેઇનિંગ માટે ગયેલો. સરસ અનુભવ. મારું શરીર કેટલું નબળું છે એ મને આજે ખબર પડી 🙂 બે નેશનલ લેવલના કોચ દ્વારા (અને Nike દ્વારા સ્પોન્સર્સડ) અહીં રનિંગ અને ફીટનેસ માટે ફ્રી ટ્રેઇનિંગ અપાય છે. મુંબઇમાં કાંદિવલી (પૂર્વ)માં SAI ખાતે પણ આવી NRC છે. તો સર્વ ભક્તજનોને લાભ લેવા વિનંતી!

* અને, હવે આજથી ત્રણ દિવસ માટે અમે છીએ – ચેન્નાઇ. આ શહેરની મારી પહેલી મુલાકાત છે. લોકો દ્વારા સાંભળેલું છે કે આ બહુ હોપલેસ શહેર છે. ત્રણ દિવસ પછી ખબર પડશે અને હું એમાં કંઇ મારા અનુભવો લખી શકું છું કે નહી એ પણ. મોટાભાગે મારા કલાકો ઓફિસના કામ-કાજમાં જ જવાના છે એટલે બહુ રખડવા નહી મળે, પણ ક્યાંક આંટો મારી આવીશું અને અહીંના ઇડલી-સંભારનો ટેસ્ટ કરીશું.

* વોડાફોન ઉર્ફે વડાપાઉં જોડે અમારા સારા સંબંધો નથી અને તેમણે મહિનાનાં GPRS ના રુપિયા બસ્સો પૂરા લઇ લીધા હોવા છતાં, ભંગાર કનેક્શન આપ્યું છે, એટલે અત્યારે હું કવિનના લાઇવ અપડેટ્સ જોઇ શકતો નથી 😦

* પેલો બ્રેક અત્યાર સુધી સારો ચાલી રહ્યો છે!

Advertisements

4 thoughts on “અપડેટ્સ – ૭૮

  1. બેન્ગલુંરું સારું શહેર છે જ પણ હું મૈસુર ને આગળ નમ્બર આપું

    Like

  2. કાર્તિક ભાઈ આપે નાઈકી રનીગ વિષે જાણવું છે , તે વ વિષે હું બ્લોગ પર એક પોસ્ટ મુકવાનો વિચાર્તોજ હતો . અહીં મુંબઈ માં દર શની ને રવિ SAI માં 6-7 સરસ ટ્રેનીંગ થાય છે , ને કોચ પણ મજાના છે એક કોચ રેલ્વે તેમજ ભાગ મિલ્ખા ભાગ માટે ફરહાન અખ્તર ના પણ કોચ રહી ચુક્યા છે . મજાની વાત તો એ છે કે જો તમારી પાસે દોડવાના બૂટ ના હોય તો ટ્રેનીંગ દરમ્યાન નાઈકી ના બૂટ પણ તેમના દ્વરા દેવામાં આવે છે , ને ટ્રેનીંગ પત્ય પછી ચાપાણી (+ સ્પોર્ટ્સ ડ્રીંક પણ ખરું ). જો તમે રેગ્યુલર ને સારો પ્રોગ્રેસ બતાવો તો તમને દેશ વિદેશ ની મેરથોન માટે ફૂલી સ્પોન્સર પણ કરે ખરા !

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s