ગયા અઠવાડિયાની ફિલમો – ૧૯

ઓકે. માત્ર ત્રણ ફિલ્મો જ. પણ, પણ – આ બધી જ અફલાતૂન છે.

૧. ધ હોબિટ (૨૦૧૨)

એમ તો અમે આ હોબિટ એડવેન્ચરને થિએટરમાં જોવા જવાના હતાં, પણ ક્યાંય 2Dની ટિકિટ ન મળી અને અમ ચશ્માધારીઓને 3D જોડે સારા વાનાં નથી. એટલે, પણ હોમ થિએટર વડે કામ ચલાવવું પડ્યું. બ્રિલિયન્ટ ફિલ્મ. ખાલી થોડી સ્લો કરી દીધી છે અને બીજો (અને કદાચ ત્રીજો પણ?) ભાગ આવવાનો છે. એક પુસ્તકમાંથી ત્રણ મુવીઓ? પીટરભાઇને સ્ટોરીઓ ખૂટી પડી કે? 🙂

૨. ધ ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન (૨૦૦૯)

વળી પાછી બીજી એક ફિલમ જે અમારાથી ચૂકી જવાઇ અને જોયા પછી બે દિવસ સુધી આ ફિલમના જ વિચારો આવ્યા. અદ્ભૂત અભિનય – દરેક પાત્રનો. એ પછી, બેન્જામિનની મમ્મી બનતી તારાજિ હેન્સન હોય કે બ્યુટિફુલ ડેઇઝી હોય કે પછી ટગ બોટનો કેપ્ટન હોય. અને, સ્વાભાવિક રીતે બ્રાડ પીટ્ટનો તો જવાબ નહી. ડાયરેક્શન માટે કહેવું પડે કે મુવીમાં વધારાનો એક સીન કે ડાયલોગ નથી અને એક પણ મિનિટ ચૂકવા જેવી નથી. આનાથી વધુ પ્રશંસા શું હોય? 🙂

ફરીથી જોવામાં આવે તો જરાય વાંધો ન આવે. ઇન ફેક્ટ, ડીવીડી વસાવવામાં પણ વાંધો નહી.

૩. લા મિઝરેબલ્સ (૨૦૧૨)

દુ:ખીયારાં અમે વાંચેલું અને એ ઉંમરે વાંચીને દુ:ખી થયા પછી નક્કી કરેલું કે આ વિક્ટર હ્યુગોને અડવું નહી. જોકે આ ઉંમરે આ ફિલમ અફલાતૂન લાગ્યું. પેલા બાર્બર ફ્રોમ ડેમોન સ્ટ્રીટની જેમ આ પણ ગીતો ધરાવતું મુવી છે અને સરવાળે મસ્ત છે. એક વિચાર આવે કે આપણાં ઇન્ડિયામાં આવું મુવી બને તો? ઉંધા માથે પટકાય!

Advertisements

4 thoughts on “ગયા અઠવાડિયાની ફિલમો – ૧૯

 1. 1} હોબીટ , પ્રથમ તો ડ્યુઓલોજી હતું , પણ ત્યારબાદ . . . ભાવીજનોના લાગણીભર્યા આગ્રહને કારણે , તેમણે ” બે થી ભલા ત્રણ ” કરવું પડ્યું [ એ બહાને , પૈસોનું ખનન પણ સારું થાય , એ લટકામાં 🙂 ] . . . અને પીટર જેક્શન , હોય ત્યાં તો નિરાંતે ટાઈમ કાઢીને જ જવું કારણકે તેઓ ઉતાવળે આંબા નથી પકવતા [ હા , આપણે પાકી જઈએ તો ખબર નહિ 😉 ]

  2} ” લા મીઝરેબ્લ્સ ” એક ગંભીર [ ગૌતમ , નહી 😉 ] મ્યુઝીકલ છે , પણ જો ટાઈમપાસ કરવા હળવું મ્યુઝીકલ જોવું હોય તો ” હાઈસ્કુલ મ્યુઝીકલ ” અને ” સ્ટેપ અપ ” સીરીઝ તો છે જ . . .

  Like

 2. પ્રિય કાર્તિકભાઈ;

  ટેકન-૧ જોવાઈ ગયું…ટેકન-૨ અડધું જોયું છે…અપહરણ થાય બેઉનું ત્યાં સુધી…પણ બેઉ અફલાતુન…ઘણી એકશન ફિલ્મો જોઈ;જેમાં હિરો બિલકુલ આ રીતે જ;વગર કશી ખાસ તૈયારી સાથે જ ઝુકાવે…પણ આની ફાઈટ્સ;એક્શન્સ-બધું જ અન્યો કરતાં કંઈક જુદું જ લાગ્યું…આ બધી જ ગળે ઉતરેબલ!!! કોઈ વખતે- સુપરહિરોગિરી નહીં…મોજ આવી…સાઈકલવાળું(…રશ)-શરુઆત જોઈને નક્કી કર્યું કે સમય ફાળવીને જોવાશે…અન્ય ફિલ્મો-કતારમાં(લાઈનમાં જ વળી…લોલ…)છે…તમે એક કરી શકો?…તમે જે કોમ્પ.ને લગતા શબ્દો/વાક્યો/માહિતીઓ આપો છો; એને થોડી વધુ વિસ્તાર+સરળ બાષામાં(કમ સે કમ મને;મેઇલ માં પણ ચાલે) સમજાવી શકો?…સાચું કહું તો મને એ બાબતો જરાય સમજાતી નથી,પણ રસ ઘણો છે…માટે…શક્ય હોય તો વિચારજો…આભાર…

  Like

 3. “ક્યુરસ કેસ ઓફ બેન્જામીન બટન” ના કેસ માં પણ એવું થયું હતું કે જયારે નવું આવ્યું ત્યારે જ જોઈ લીધું હતું અને બહુ જ બોરિંગ લાગ્યું હતું…(સ્કુલ ટાઈમમાં…)
  અને “લા મિઝરાબ” એક વાર જોયા પછી હવે રોજે-રોજ થોડા થોડા પાર્ટ્સ જોઉં છું….(ગમ્યું છે એટલે જ..)
  અને બોલીવુડમાં એક મુવી છે જે આવી જ રીતે પોએટ્રી સાથે છે…. ૧૯૭૦ માં આવેલું હીર-રાંઝા…. http://en.wikipedia.org/wiki/Heer_Raanjha.
  જો કે એ મુવી પણ નાનપણમાં જોવાનો ટ્રાય કર્યો હતો પણ એ વખતે પોએટ્રી સાથે પટતી ન’ટી… 😛

  Like

 4. ઘણી ફિલ્મો નું એવું છે કે એ ક્યારેય જૂની નથી થતી..તમે ગોડફાધર ના ત્રણે ભાગ ગમે ત્યારે જોશો મજા જ પડશે…ભલે લાંબા છે..એવુજ લોર્ડ ઓફ ધી રીંગ નું છે…મારા ઘણા બધા મિત્રો નું કેવાનું હતું કે ઠીક ઠીક છે મુવી..પછી ખબર પડી કે આખું તો જોયુજ નથી…આપડે ફેમેલી ડ્રામા ને નામે 3 કલાક વિના ચસકે કાઢી નાખ્યે…પણ જેમાં થોડુક ભેજું વાપરવું પડે તો ના..

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s