પ્રવાસ: ચેન્નાઇ

# પેલી અપડેટ પોસ્ટમાં લખ્યું તેમ ત્રણ દિવસ ચેન્નાઇ ખાતે ગુજાર્યા પછી આ શહેર ધાર્યું હતું એટલું હોપલેસ નથી લાગ્યું!

* દિવસ ૦:

ચેન્નાઇ જતી વખતે રસ્તામાં કાંચીકોટી કામાક્ષી મંદિરમાં જઇ આવ્યા. ધાર્યા કરતાં નાનું અને સાંકડું મંદિર, અત્યંત જૂનું. અમે ગયા ત્યારે ખાસ ભીડ નહોતી એટલે આરામથી દર્શન કરવામાં આવ્યા.

ત્યાં મારા નામનો નવો સ્પેલિંગ મળ્યો: Karthick. એટલે કે જાડિયો કાર્તિક? 😉

ચેન્નાઇ શહેરમાં પ્રવેશતી વખતે જ ટ્રાફિક પોલીસે પકડ્યા અને કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ ફિલ્મ વાળો કાચ ન લગાવી શકાય. ૫૦૦/- ફાઇન, સર. આ કહ્યું હશે ત્યારે ૫૦ ગાડીઓ અમારા કરતાં વધુ ડાર્ક ફિલ્મ વાળી પસાર થઇ હશે. અમે એ બતાવીને કહ્યું કે એમને પણ પકડો. ચર્ચા થઇ ત્યારે ખબર પડી કે તામિલનાડુ-કર્ણાટક વચ્ચે ‘ગહેરી’ દોસ્તી હોવાને કારણે આ થવું સ્વાભાવિક છે. બન્ને બાજુએ આવી ઘટનાઓ સામાન્ય ગણાય છે.

* દિવસ ૧:

બ્રેકફાસ્ટથી જ શરુઆત થાય ને?

ઇડલી

ઓફિસનું કામ પૂરુ કરી અમે અહીં-તહીં રખડવા નીકળ્યા. ૨.૫ કિલોમીટર ચાલીને એક જગ્યાએ પહોંચ્યા, ત્યાં વળી ઓપન બાર હતો. તમારું ડ્રિંક લઇને આવો, ૨૦ રુપિયા આપો અને ત્યાં બેસીને મજા કરો. આવો આખો કનસેપ્ટ આપણને ગમ્યો અને ભવિષ્યમાં સોફ્ટવેરમાં ન ફાવે તો આ બિઝનેસ ઉપર વિચારી શકાય 😉 ઢોંસા વત્તા કોફીનું ડિનર અને પાછાં ચાલતાં આવ્યા. રસ્તામાં એક રોડનું નામ જોયું: Butt Road 😉

અને હા. મોદીના કાફલાની ટીકા કરતાં લોકો જ્યારે જયલલિતાના કાફલાને જોશે ત્યારે મોઢામાં આંગળા નહી, ઝાડના ઝાડ નાખી દેશે. અમને એક રસ્તા પર અટકાવવામાં આવ્યા (અમે ચાલતા આવતા હતા). કારણ? આગળથી કાફલો આવતો હતો! ટ્રાફિક તો ઠીક, લોકોને પણ રસ્તા પર ચાલવા દેવામાં નહોતા આવતા! વિચિત્ર!!

વળી પાછું, ડિનર! જેમાં અમે સરસ ઓનિયન ઉત્તપમ અને જ્યુસ ઝાપટ્યો. રાત્રે મચ્છરોનો પાર નહી પણ એટલો થાકી ગયો કે ક્યારે ઉંઘી ગયો એ ખબર જ ન પડી.

* દિવસ ૨:

બ્રેકફાસ્ટથી જ શરુઆત થાય ને?!!

મિનિ મીલ

આજે થોડું મોડું જવાનું હતું એટલે સવારે આરામથી ઉઠ્યા અને આરામથી જ્યાં જવાનું હતું ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે હજી એકાદ કલાકની વાર થશે એટલે વિઝિટર રુમના સોફા પર બેઠાં-બેઠાં ઝોકા ખાધાં! વેલ, પછી તો એટલું મોડું થયું કે છેક સાંજે ૬.૪૫ એ અમે પાછા થાકેલા હોટલ પર પહોંચ્યા એટલે અમારો ચેન્નાઇ બીચ પર જવાનો કાર્યક્રમ પડતો મૂકાયો 😦 ડિનર (રવા ઢોંસા, વેજ બિરયાની અને કોફી (એ તો હોય જ!)) પણ સાતેક વાગે પૂરું કરી અમે અમને આજે નડેલી અને કાલે નડવાની મુશ્કેલીઓ પર કામ કર્યું અને પછી Zzz..

* દિવસ ૩:

<અહીં ઉપરનું ચિત્ર + એક વડું ઉમેરી લેવું.>

દિવસ ૩ એટલે કે મારા માટે અહીં છેલ્લો દિવસ હતો. ટ્રેન હતી સાંજે સાડા પાંચની પણ ચેન્નાઇના પેલા ફેમસ રિક્ષાવાળાઓનાં અનુભવ સાંભળ્યા પછી મેં ૨ વાગે જેવા હોટલ પર પહોંચી ટેક્સી બોલાવવાનું નક્કી કરેલું પણ પછી થયું કે ચાલો એકાદ અનુભવ તો લઇએ! અનુભવ જોકે ૫૦-૫૦ રહ્યો. ભાડું પહેલેથી જ એટલું ફિક્સ કર્યું કે એ ચેન્નાઇ દર્શન ન કરાવે અને સીધો સ્ટેશન જ લઇ જાય. સ્ટેશન આપણને ગમ્યું. પગથિયાં ચડવાની જરુર જ નહી (ચર્ચગેટ પ્રકારનું). ત્યાંથી શતાબ્દી પકડવાની હતી અને જેમ બધાંને ખબર છે તેમ, શતાબ્દીના પેલાં ભંગાર લંચ-ડિનરની મને યાદ આવી અને ગાડી છોડીને બસ પકડવાની ઇચ્છા થઇ ગઇ, પછી થયું કે ચાલો અહીં પ્રયત્ન કરીએ. બધું એમનું એમ જ!

બેંગ્લોર આવ્યો ત્યારે ફરી પાછો રીક્ષાવાળા જોડે પનારો પડવાનો હતો અને બધાં રીક્ષાવાળાંઓ કાકા-બાપાનાં છોકરાં હોય છે એ તો આપણને ખબર જ છે 😉

ટેકનિકલી કહીએ તો, અમે ચેન્નાઇની મુલાકાત લીધી જ નથી. અમે કંઇક આઉટસ્કર્ટમાં જ રખડ્યા હતા. હવે, આવતી વખતે વાત.

Advertisements

5 thoughts on “પ્રવાસ: ચેન્નાઇ

 1. સારું થયું 3 દિવસ માં પાછા આવી ગયા, આમને આમ વડા ઉમેરતા જાત તો શું થાત !! 🙂

  Like

 2. ચેન્નઇમાં ઘણાં સમય પહેલા સળંગ ૨૫ દિવસ રહ્યો’તો એટલે આખા શહેરથી હું લગભગ પરિચિત છું. એ વખતે ચેન્નઇના ચોખ્ખામાં ચોખ્ખા અને ગંદાથી પણ ગંદા એવા લગભગ દરેક વિસ્તારમાં નિરાંતે ફર્યો છું. થોડીઘણી તમીલ ભાષા પણ શીખી હતી. (જો કે હવે તો સાવ ભુલાઇ ગઇ છે.)

  ચેન્નઇ રેલ્વે સ્ટેશનની એ સિસ્ટમ મને પણ ગમી હતી કે પ્લેટફોર્મ બદલવા માટે પગથીયા ચઢવા ન પડે !

  તમીલ ભાષામાં ‘ત’ અક્ષર નથી એટલે તેમાં ‘થ’ નો ઉપયોગ કરીને કામ ચલાવાય છે ! તેમને ગુજરાત લખવાનું કહેશો તો Gujarath જ લખશે.

  Like

  1. આ તમિલ અસર બેંગ્લોરમાંય લાગુ પડે છે. મારે એકાઉન્ટન્ટને કહેવું પડ્યું કે ભાઇ Karthik ના લખતો નહિતર ચેક બાઉન્સ થશે 😉

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s