પેઇડ

* પહેલાં પેઇડ લેખો હતાં, પછી પેઇડ તંત્રી લેખો આવ્યા. પહેલાં પેઇડ બ્લોગ હતાં, પછી પેઇડ બ્લોગ પોસ્ટ્સ આવ્યા. પહેલાં પ્રમોટેડ ટ્વિટ હતા, પછી પેઇડ ટ્વિટ આવ્યા. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખીને આખી પેઇડ ન્યૂઝ ચેનલો આવી. પહેલાં પેઇડ સમાચાર હતાં, પછી આખાને આખાં પેઇડ સમાચાર પત્રો આવ્યા. પહેલાં પેઇડ ફેસબુક પોસ્ટ હતી, પછી આખાને આખાં ફેસબુક એકાઉન્ટ આવ્યા. પેઇડ વક્તાઓ તો હોય છે, પેઇડ મૂંગાઓ પણ હોય છે (ના, આ આપણાં પ્રિય વડાપ્રધાનની વાત નથી!).

પેઇડ પપ્પા અને મમ્મીનો જમાનો આવવાનો બાકી છે. (ટેકનિકલી, આવી ગયો છે ;)).

PS: હું ટીવી દેખતો નથી, પણ જ્યારે પણ દેખું છું ત્યારે પેઇડ ન્યૂઝનો જ મારો ચાલતો હોય છે.

11 thoughts on “પેઇડ

  1. ભવિષ્યમાં ” જીવો અને જીવવા દો ” ની જેમ , ” પેઈડ કરો અને કરવા દો ” એવું સૂત્ર પણ પ્રચલિત થશે 🙂 . . . અને હાં , “વડા”પ્રધાન કરતા તો અમને “વડા”પાઉં વધુ ગમે છે 😉 { અને એ બહાને મોઢું પણ ખુલે છે 😀 }

    Like

  2. પેઇડ મૂંગાઓ પણ હોય છે … ૧૦૦% થી પણ વધારે સાચી વાત. કેહવું નહિ જોઈ એ પરતું ત્યારે થઇ કે મૂંગા ને પણ સારા કેહડાવે. વગર પ્રતિભાવ વાળા પ્રતિભાશાળી સોજ્ન્યો. 😉

    Like

  3. પેઈડ માણસ બનીને કમાણી કરી શકાય? ઠરાવેલા રેટ પ્રમાણે ઠરાવેલ સમય પૂરતા માણસ બનવાનું. પણ કોણ આમાં પૈસા રોકે?

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.