બે અઠવાડિયાની ફિલમો – ૨૧

* ધ ફેન્ટમ (૧૯૯૬)

જોયા વગર રીવ્યુ આપવા નહી, એ મારો સિધ્ધાંત હું પેલી કોમિક્સ પોસ્ટ લખતી વખતે ભૂલી ગયો હતો. ધાર્યા કરતાં મુવી ખરાબ ન નીકળ્યું કારણ કે, આપણે બધી આશાઓ બાજુ પર મૂકીને આ મુવી જોયેલું. ફેન્ટમને આજ-કાલનાં સ્ટાન્ડર્ડ સુપર હીરો કરતાં નબળો બતાવ્યો છે, એ વાત ફેન્ટમના ચાહકોને કદાચ ખૂંચી હતી (કે ખૂંચશે), પણ મુવીમાં કોમિક્સને વફાદાર રહેવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને વધારે મજા આવી.

* ડ્રેડ (૨૦૧૨)

લો ત્યારે! પહેલી વખત અમે અમારી પોસ્ટમાં ટ્રેલર મૂકવા માંગતા હતાં પણ આ થીમમાં વિડીઓ સાઇડબારને અડી જાય છે, એટલે આ પ્લાન પડતો મૂક્યો. ડ્રેડ માર-ધાડનું મુવી છે. ટોટલ માર-ધાડ! ભવિષ્યમાં ગુનેગારોને કેવી રીતે ‘હેન્ડલ’ કરાય છે એ સરસ બતાવ્યું છે. આ મુવીમાં રીલાયન્સ એ પ્રોડ્યુસર તરીકે ભાગ ભજવ્યો છે, તે જોઇને નવાઇ લાગે. કર લો દુનિયા મુઠ્ઠી મેં! વેલ, પેલા સ્લો મોશનનો અહેસાસ કરાવતા નવાં ડ્રગ્સનું નવું લાવ્યા વત્તા મ્યુટન્ટનું પેલી X-men સીરીઝમાંથી થોડું ઉઠાવ્યું હોય એવું લાગ્યું. ઓવરઓલ, સારું મુવી. જો તમે જાંગો અનચેઇન્ડ ન જોઇ શકતા હોવ તો આ તો ન જ જોવું (એટલે કે જોવું!)!

* સ્પેશયલ ૨૬ (૨૦૧૩)

અરે, આ તો સારું મુવી નીકળ્યું! અનુપમ ખેર અને મનોજ બાજપેઇ તો જામી ગયા છે, અક્ષય કુમાર મારો ફેવરિટ અભિનેતા ન હોવા છતાં તે આવા મુવીઝમાં સરપ્રાઇઝ આપતો રહે છે (દા.ત. OMG) બીજો નંબર જીમ્મી શેરગિલ અને દિવ્યા દત્તાનાં (મહત્વના) રોલને આપી શકાય. ફિલ્મની શરુઆતમાં પોન્ટી ચઢ્ઢાનું નામ જોઇ નવાઇ લાગી, પણ થયું કે એ લોકો ૬૦૦૦ કરોડનું તો કંઇક કરતાં જ હશે ને. જે હોય તે, આપણને તો રવિવારની બોરિંગ રાત્રે એક સારું મુવી જોવા મળે એટલે બીજું શું જોઇએ (હા, સાથે થોડો નાસ્તો-પાણી તો ખરો જ). કાજલ અગ્રવાલને કેમ લીધી એ ખબર ન પડી (ઓકે, હીરોઇન હોવી જ જોઇએ!).

PS: મસ્ટ વોચ!!

Advertisements

2 thoughts on “બે અઠવાડિયાની ફિલમો – ૨૧

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s