(સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૪

૧૧. અંગાર (ભાગ: ૧, ૨ અને ૩) – અશ્વિની ભટ્ટ.

અંગાર (અને કટિબંધ)નું મોટ્ટું પાર્સલ જ્યારે ઓફિસમાં આવ્યું ત્યારે બધાંને થયું હશે કે આ માણસ વારંવાર શું મંગાવી રહ્યો છે? ધાર્યા કરતાં ઇન્ફિબીમે ત્વરિત સેવા આપી અને મુગેમ્બો ખુશ થયો! વેલ, અંગાર વાંચવાની મજા આવી ગઇ. છેલ્લે જ્યારે વાંચી હતી (કોલેજમાં?) ત્યારે ઇશ્વર, પ્રેમ અને સેક્સ અંગેના ખ્યાલો અલગ હતાં, અત્યારે અલગ છે (અને લેખક પોતાની મરજી મુજબ નવલકથાને કેવો અણધાર્યો ટ્વિસ્ટ આપી શકે છે, તે જોવાની પણ) એટલે વધુ મજા આવી.

૧૨. જ્યોતિન્દ્ર દવેના શ્રેષ્ઠ હાસ્યનિબંધો – સંપાદક: વિનોદ ભટ્ટ.

ક્લાસિક હાસ્ય લેખો. કોણ હશે જેને ‘?’ અને ‘ખોટી બે આની’ નહી વાંચ્યા હોય? (અને ગમે ત્યારે તેને યાદ કરીને હસવાનું નહી આવતું હોય?).

૧૩. ધ ઓથ ઓફ ધ વાયુપુત્રાસ – અમિષ ત્રિપાઠી. (હજી ચાલુ છે..)

પૂર્વ-પ્રકાશિત પુસ્તકનો ઓર્ડર આપ્યો હોય તેવી પહેલી ઘટના. સરસ અને પાછલાં બે ભાગની જેમ જ રસપ્રદ. જોકે મને બીજો ભાગ વધુ ગમ્યો હતો અને આ ત્રીજો ભાગ બહુ મોટ્ટો છે, એટલે લાગે છે કે આવતા અઠવાડિયા સુધી એના માટે જ સંપૂર્ણ સમય ફાળવવો પડશે.

Advertisements

4 thoughts on “(સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૪

  1. મુજ ‘ચંપક’નગરના વાસી એવા ” ચમને “, જ્યોતીન્દ્ર દવેને નથી વાંચ્યા ! . . . હાં, વડીલ વિનોદ ભટ્ટની કલમે તેમનો આસ્વાદ ઘણો ચાખ્યો છે . . . અને આપે કહેલ પુસ્તક પણ , ડાયરીના ગીચ અને ગુઢ પાનાઓમાં ધરબાયેલું પડ્યું છે 😉 . . જોઈએ તેનો મોક્ષ ક્યારે થાય છે [ અહી “મોક્ષ” , એટલે અર્જુન રામપાલ અને મનીષા કોઈરાલાનું મુવી ન સમજવું 😀 ]

    Like

  2. કાર્તિકભાઈ સારું થયું પાર્સલ જોયું બુક જોઈ હોત તો શું થાત ?:)

    Like

  3. I’d read જ્યોતિન્દ્ર દવેના શ્રેષ્ઠ હાસ્યનિબંધો in Earthquake Vacation….. N it’s still the best stress buster

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s