બે અઠવાડિયાની ફિલમો – ૨૨

* અર્ગો (૨૦૧૨)

અર્ગોનું નામ ઓસ્કાર મળ્યો એ પહેલાં દૂર દૂર સુધી સાંભળ્યું નહોતું. હા, ક્યાંકથી પેલી બંધક બનાવેલા તે ઘટના વાંચેલી. ફિલમ જોયા પછી લાગ્યું કે, ખરા સમયે આ ઓસ્કાર આપવામાં આવ્યો છે.

૧. લોકોનું ધ્યાન હવે ઇરાન પર જાય.
૨. જેથી કાલે ઉઠીને અમેરિકા ઇરાન પર હુમલો કરે તો ઇરાન કેવું ક્રુર છે એનો પુરાવો આપવાની જરુર ન પડે.
૩. જય અમેરિકા!

વેલ, સ્ટોરી સરસ છે અને આઇડ્યા સરસ છે. જો અમેરિકન સરકાર ફેક મુવી બનાવવામાં પૈસા ખર્ચી શકે તો અર્ગો મુવી બનાવવા માટે પૈસા કેમ ન આપી શકે (અથવા ઓસ્કાર અપાવવા માટે) 😉

અભિનય માટે પાંચમાંથી ચાર તારા. આ સંવાદ માટે બીજો એક તારો 🙂 (કોઇએ એમ કહેવું નહી કે આનું ગુજરાતી કેમ ન કર્યું?)

* ઝીરો ડાર્ક થર્ટી (૨૦૧૨)

વાઉ. આને કહેવાય મુવી. ખાસ કરીને બીજા ભાગમાં ઓસામા બિન લાદેનનાં ઘર પર હુમલો કરે છે ત્યારે એક-એક ત્રાસવાદીઓને અમેરિકન સૈનિકો નામ લઇને બોલાવે છે. છેલ્લે ‘ઓસામા’ શબ્દ સાંભળતા જ ઓસામા બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને ખેલ ખતમ. જેસિકાબેનની સરસ એક્ટિંગ અને તેમનાં સરસ ‘સંવાદો’ પણ સાંભળવા લાયક છે.

અર્ગોની જગ્યાએ આને વધુ ઓસ્કાર મળ્યા હોત તો વાંધો નહોતો, પણ સૌરભભાઇએ લખ્યું તેમ, અમેરિકા કંઇ કોઇને ટોર્ચર કરે? આ વાત પર જ આ ફિલમે મોટાભાગનાં ઓસ્કાર ગુમાવ્યા હોય તેમ લાગે છે.

* ધ એટેક્સ ઓફ ૨૬/૧૧ (૨૦૧૩)

સરસ ફિલ્મ. સરસ એટલા માટે કે એ વાસ્તવિકતાની એકદમ નજીક છે. જે છે એ દેખાડવામાં આવ્યું છે. સંવાદો પણ સરસ છે. કેટલાકને નાના પાટેકરનો અભિનય નબળો લાગ્યો પણ, જો તમે કમિશ્નર હોવને ૨૬/૧૧ની વાસ્તવિકતા રજૂ કરતા હોવ તો, તમે ગર્વથી તિરંગા વાળા નાના પાટેકરની અપેક્ષા ન રાખી શકો. વાસ્તવિકતા એટલે માત્ર પરઝાનિયા કે બ્લેક ફ્રાયડે જ એવું માનતા લોકો માટે આ ફિલ્મ જોવા જેવી.

* બોનસ રિપિટ્સ: ઓહ માય ગોડ, સ્પેશયલ ૨૬ અને ચૂપકે-ચૂપકે.

One thought on “બે અઠવાડિયાની ફિલમો – ૨૨

  1. ઝીરો ડાર્ક થર્ટી , . . . “પાવરપંચ” છે .

    અને આ જેસીકાબેન કોણ છે ? . . . કે પછી આ તમારી ” માયા ” છે 😉 . . અને , છેલ્લે આ પ્લાન કોણે બનાવ્યો અને ઓસામાને કોને શોધ્યો તેમ જયારે હાયર ઓથોરીટી પૂછે છે , ત્યારે ” માયા “નો ડાઈલોગ પણ મસ્ત હતો 😀 , કે જેનો હિન્દીમાં અનુવાદ હતો . . . ” કમ્બખત ” 😀

    & Argo , yet not . . .

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.