મીસીંગ બક્ષીબાબુ

* ઉપરનું શીર્ષક કોઇક પોસ્ટ, લેખ કે પુસ્તકમાં વાંચેલું હોય એમ લાગે છે (PS: રજનીભાઇની એક પોસ્ટ પર), પણ જે હોય તે, અત્યારે તે સાચું જ છે. મારા બ્લોગની શરુઆત બક્ષીબાબુના આ દુનિયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહુ વાંચ્યા અને પછી પણ બહુ વાંચ્યા. એમનાં લેખો માટે સમાચારપત્રો બદલ્યા. આખી લાઇબ્રેરી ફેંદી નાખી. જ્યાં-ત્યાંથી જે પણ કંઇ લેખ વાંચવા મળે તે વાંચી લીધા અને જ્યાંથી મળે ત્યાંથી તેમનાં પુસ્તકો વસાવવા શરુ કર્યા. હજી પણ છેલ્લાં અઠવાડિયે મુંબઇ ગયો હતો ત્યારે ગુર્જરની મુલાકાત લઇ બક્ષીબાબુનાં બે ઐતહાસિક પુસ્તકો (અયનવૃત્ત, તવારીખ) મેળવ્યાં અને હજીય એમ થાય કે બક્ષીબાબુ હજી ૧૦૦-૨૦૦ જેટલાં વધુ પુસ્તકો લખીને ગયા હોત તો? 🙂 તો શું? અમને કયા પુસ્તકો વાંચવા એવી મૂંઝવણ તો ન થાત!

આજે રાત્રે બક્ષીબાબુના વિકિપીડિઆ પાનાં પર થોડી ખૂટતી વિગતો ઉમેરવામાં આવશે. એટ લિસ્ટ, આપણે એટલું તો કરી શકીએ.

એક જાહેર અપીલ: જો કોઇએ બક્ષીબાબુનો ફોટો પાડેલો હોય તો વિકિપીડિઆ કોમન્સ પર અપલોડ કરવા વિનંતી. વધુ વિગતો માટે મારો ઓફલાઇન સંપર્ક કરી શકો છો.

અને હા, આજનાં દિવસે પેલાં મેઘદૂત પર્વતવાસીઓએ સરસ પોસ્ટ લખી છે. વાંચવા જેવી. રજનીભાઇએ પણ સરસ પોસ્ટ લખી છે, કોમેન્ટ્સ વગેરે પણ જોવા જેવી છે!

8 thoughts on “મીસીંગ બક્ષીબાબુ

  1. બક્ષીબાબુ વિષે , મૌલિકાજી ની આ પોસ્ટ પર પણ નજર નાખવા જેવું ખરું હોં 🙂 , અને તેમની પાસે તો બક્ષીદાદાનો સ્વહસ્તે લખેલ પ્રત્યુતર આપતો પત્ર પણ છે .

    http://maulikaderasari.wordpress.com/2013/03/25/chandrakant-baxi/

    Liked by 1 person

      1. કાર્તિકભાઈ,

        મૌલિકા દેરાસરીએ બક્ષી સાહેબના બધાજ પુસ્તકોમાંથી બક્ષી સાહેબ એ બનાવેલા યુનિક શબ્દો અલગ તારવ્યા છે અને એનું એક પુસ્તક પણ બનવાનું છે (કે દી’ ? એ સવાલ નો જવાબ તો ‘નવભારત’ વાળા આપી શકે)

        અને નેહલ મેહતા ના બ્લોગ વિશે જાણકારી છે ને? આ રહી એની લિંક – http://bakshinama.blogspot.com/

        Like

  2. અયનવ્રુત નવલકથા ગમી કે ન ગમી ના વિવાદમાં પડ્યા સિવાય એટલું જરુરથી કહી શકાય કે આ પ્રકારની નવલકથા બક્ષી અને ફક્ત બક્ષીજ લખી શકે

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.