અપડેટ્સ – ૮૬

* મારા ફોન માટે જેલી બીન મળતી હતી એટલે, તેને રોતો બંધ કરવા માટે અપાવી દીધી! સાયનોજનમોડ ટીમનો આભાર!

જેલી બીન ૪.૨.૨

બાકી મારા ફોનને અપડેટ્સ આપવાનું સેમસંગે તો ક્યારનુંય બંધ કરી દીધેલું. હવે, વધુ એકાદ વર્ષ સુધી એપ્લિકેશન્સ અપડેટ્સમાં વાંધો નહી આવે. મેં જોકે નાઇટલી બિલ્ડ વાપર્યું છે, એટલે અમુક એપ્સ વિચિત્ર વર્તન કરે છે. જ્યારે સ્ટેબલ ૧૦.૧ રીલીઝ આવશે ત્યારે પણ ફરી ફોનને અપડેટ કરવાનો વિચાર છે (વિચાર નહી, કરવો જ પડશે!). ગુજરાતી ફોન્ટ્સ પણ ઉમેરી દેવામાં આવ્યા છે. તમે તેને ‘મેન્યુઅલી’ પણ ઉમેરી શકો છો. મોટાભાગે આને માટે તમારો ફોન root કરેલો હોવો જોઇએ.

બે દિવસ જેલી બીન ખાધા પછી?

૧. વોટ્સ એપને તેની બેકઅપ-રિસ્ટોર સિસ્ટમ માટે ૧૦૦ ગુણ આપી શકાય.

૨. ઓવરઓલ એન્ડ્રોઇડમાં SMS કે પાસવર્ડ વગેરે બેકઅપ લેવા માટેની કોઇ સ્ટાન્ડર્ડ એપ્લિકેશન નથી. છેલ્લે વાપરેલી Life Saver એપ કામમાં ન આવી. જોકે કોઇ મહત્વનો SMS કે કોલ લૉગ ગુમાવ્યો નથી.

૩. સ્ક્રિનસેવરનો વિકલ્પ સરસ છે (એને અહીં DayDream કહેવામાં આવ્યું છે).

૪. ઓવર ઓલ, ફોન થોડો ઝડપી થયો હોય એમ લાગે છે.

૫. જૂની રીંગટોન જતી રહી છે, એટલે શુક્રવારે દોડવા માટેનું એલાર્મ મિસ થઇ ગયું 😦

* વધુમાં પેલાં બન્ને જૂનાં ડબલાં (ટાટૂ અને iPhone) પાછાં ઠીક થઇ ગયા છે. સરપ્રાઇઝ! iPhone માં બે જેલબ્રેકિંગ સોફ્ટવેરનો જમ્બો-કોમ્બો કરીને છેવટે બધું પાછું લાવવામાં આવ્યું છે. ફોન ત્રણેક વર્ષ જૂનો હોવા છતાં, ૪ મહિના જૂનાં Android કરતાં વધુ સારી બેટ્રી લાઇફ આપે છે!

* અને, વર્ષો પછી ક્યાંય ‘માઇક્રોસોફ્ટ વર્ડ ફોરમેટ’માં CV મોકલવામાં આવ્યું 😉

9 thoughts on “અપડેટ્સ – ૮૬

  1. Daydreaming ક્યાર નું કરવું છે બસ કોન્ટેક્ટની ગરબડ દુર થાય એટલીજ વાર છે…

    સાયનોજનમોડ માં સ્ટીવ કોન્દિક ભાઈ એ હમણાજ સેમ્સુંગ છોડ્યું. http://www.zdnet.com/steve-kondik-cyanogenmod-android-founder-leaves-samsung-7000013089/

    Like

    1. કોન્ટેક્ટમાં શું ગરબડ છે? મને તો નવી ગરબડો મળી છે.
      ૧. રીંગટોન વાગતી જ નથી.
      ૨. વાઇબ્રેશન બહુ ધીમું છે.
      .. એટલે મને કોઇ કોલ કરે તો મિસકોલ જ થવાનો. આજ-કાલમાં ફરી લેટેસ્ટ નાઇટલી પર ‘ચેન્જલોગ’ જોઇને અપડેટ કરું છું.

      Like

      1. મારા મોબાઈલમાં ગુગલ અને મોબાઈલ કોન્ટેક્ટ ની ખીચડી થઈ છે તે સાફ થાય પછી જ સાયનોજનમોડ 4.2.2 નાખીશ …

        મારે હવે સંભાળવું પડશે !!! તમારા અપડેટ ની રાહ જોવી પડશે 🙂

        Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.