(સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૫

* એક ચિત્ર, ‘સાત પુસ્તકો સાફ’:

આ મહિનાનાં પુસ્તકો
ગયા મહિનામાં ખરીદેલા પુસ્તકો

હવે આમાંથી ‘રીફ મરિના’ અને ‘આંસુ ભીના ઉજાસ’ તો મુંબઇ ખાતે જ મૂકી દેવામાં આવ્યા છે.

૧૪. કમઠાણ — અશ્વિની ભટ્ટ

ચિરાગભાઇના આગ્રહથી ‘કમઠાણ’ લેવામાં આવ્યું અને એ સાચાં છે કે, મારા ધાર્યા કરતાં ‘કમઠાણ’ બહુ જ સારું નીકળ્યું!

૧૫. તવારીખ — ચંદ્રકાંત બક્ષી

૧૬. અયનવૃત્ત — ચંદ્રકાંત બક્ષી

બન્ને ક્લાસિક! બક્ષીબાબુ એ લખ્યું છે, ‘અયનવૃત્ત મને ગમતું સૌથી પ્રિય અને સૌથી નિષ્ફળ પુસ્તક છે’. જે કોઇને ઇતિહાસમાં રસ હોય તેમને એક નવી   રીતે માણવા માટે અયનવૃત્ત અને અતીતવન – બન્ને વાંચવા, વસાવવા જોઇએ.

પ્રિન્સેસ સ્ટ્રીટ આગળથી જવાનું થયું એનો ફાયદો ઉઠાવીને ઉપરોક્ત સમૂહ ખરીદવામાં આવ્યો હતો અને ગુર્જરમાં જે કોઇ ભાઇ હતા (ભગવાન તેમને લાંબી ઉંમર-સ્વાસ્થય આપે!) તેમની જોડે પુસ્તકો વિશે વાતો કરવાની મજા આવી ગઇ. ‘બક્ષીનામા’ અને બક્ષીજીના અનેક પુસ્તકો હવે પ્રાપ્ત નથી (અને રીપ્રિન્ટ કરવાનો પણ કોઇ પ્લાન નથી) એ જાણીને દુ:ખ થયું.

પેલાં નવાં-નવાં ખૂલેલાં સાર્થક પ્રકાશન માટે આ સરસ તક ઝડપી લેવા જેવી ખરી?

ઉપરનાં પુસ્તકો સિવાય, પેલી શિવા ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ ‘વાયુપુત્રાસ’ (બહુ લાંબો ચાલ્યો આ તો!) અને ‘કટિબંધ’ નો છેલ્લો ભાગ હાલમાં વંચાઇ રહ્યો છે. પેરેલલ વાંચનની મજા અલગ જ છે, પેરેલલ પ્રોગ્રામિંગની જેમ 🙂 જોકે, આજ-કાલ સમયની બહુ તંગી છે (એટલે કે દિવસમાં હવે ૨૪ કલાક જ મળે છે!). દુ:ખિયારા અને અકૂપાર હજુ બાકી છે, આ અઠવાડિયે તેને શરુ કરવામાં આવશે.

PS: જયભાઇ પછી નેહલભાઇ એ દુ:ખિયારા વિશે સરસ લખ્યું છે.

Advertisements

14 thoughts on “(સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૫

 1. 1} અમારા જીવનમાં કમઠાણ આવી ચુકી છે અને અમે દુખિયારા પણ છીએ 😉 પણ , આવેલ કમઠાણ શરુ નથી થઇ અને અમે ઓન પેપર દુખિયારા નથી બન્યા 😀

  2} અકુપાર વિશલીસ્ટમાં છે અને અયનવૃત પણ 🙂 . . . શું બક્ષીનામા હવે નથી મળતી ? + 😦

  3} અને હું પણ એકસાથે ઘણા પુસ્તકો પેરેલલ વાંચુ છું , નદીના બે કિનારાની જેમ 😉

  Like

  1. બક્ષીનામા હવે ઓનલાઈન લગભગ નથી મળતી. મેં પણ ઘણી તપાસ કરેલી અને લગભગ બધી જ સાઈટ્સ ફેંદી વળેલો. કાર્તિક ભાઈ ને પણ એ વિષે પૂછેલું. અને છેવટે હિમાલયા મોલ ની crossword માં મળેલ. એ પણ કદાચ ત્યાં છેલ્લી કૉપી હતી. ગયા અઠવાડિયે હું ઇસ્કોન પાસે ના crossword માં ગયેલો ત્યારે ત્યાં જોયેલી. નસીબ અજમાવી જુઓ. કદાચ મળી જાય.

   Like

 2. રીફ મરીના મુંબઈ રહી જાય તો પણ વાંધો નહીં,અયનવ્રુત બક્ષી અને ફક્ત બક્ષીજ લખી શકે એવી અફલાતુન નવલકથા છે

  Like

 3. જે રીતે ‘દુખિયારા’ વિશે બધે વાત સંભળાય/વંચાય છે એ જોતા મારી આ કોમેન્ટ મૂકતા પણ દુઃખ થાય છે કે મારા પર હુમલો થઇ શકે પણ તો ય કહું તો =’દુખિયારા’નો એક ભાગ (માંડ માંડ) પૂરો કરો, હિંમત આવે એટલે બીજો ભાગ શરૂ કરવાની ઈચ્છા છે!!

  ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખકોમાંનાએક હોવા છતાં ‘અકૂપાર’ વિશે પણ મેં આવી જ એટલે કે ઉપરોક્ત ભાવ (!) વાળી પોસ્ટ કરેલ છે.= http://rajniagravat.wordpress.com/2011/10/18/akoopar_dhruvbhai/

  ‘કમઠાણ’ ઘણા સમય પહેલા વાંચવાની નિષ્ફળ કોશિશ કરેલી, માત્ર ચિરાગ ઠક્કરના રિવ્યૂના આધારે ફરી વાંચવી છે અને શક્ય છે કે મારો અભિપ્રાય બદલાય. કેમ કે ‘સત્યના પ્રયોગો’ સંદર્ભે આવું જ આવું આ પહેલા બન્યું હતું..બે-ત્રણ વાર વાંચી પણ મેળ ન પડ્યો ..પછી એટલે કે વરસો પછી એવી ગમી કે બે વાર વાંચી કાઢી!

  ^ આ બધાથી એટલું તારણ પર તો આવ્યો જ છુ કે અમુક ‘પ્રકાર’ના વાંચન માટેનું ‘લેવલ’ પ્રાપ્ત કરવું પડતું હશે… અને નિખાલસ પણે કબૂલ કરું છું કે કદાચ હું હજી અમુક બૂક્સ વાંચવા માટે ‘પુખ્ત’ થયો નહી હોઉં.

  Like

  1. દરેકની પસંદગી અલગ-અલગ હોય છે એટલે એવું બને જ. ‘કમઠાણ’ વાંચતી વખતે તેને તમારા મનમાં ભજવવાની રાખજો કારણકે એ પુસ્તક કરતાં Farcical Play જેવું વધારે છે અને પરિસ્થિતિમાંથી ઉભું થતું કમઠાણ તો જ ગમે એમ છે કે જો તેને તમે જોઈ શકતા હોવ.

   Like

 4. I am surprise that every one is read and discuss about ‘દુખિયારા’ in” Gujarat Desh “. WOW

  Like

 5. કાર્તિકભાઈ, ‘બક્ષીનામા’ પ્રાપ્ય છે અને સ્ટોકમાં પણ છે એવું મે ગયા મહિને જ જોયું હતું.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s