પ્રોગ્રામિંગનો પ – ભાગ ૧

નોંધ: અહીં ઉપરનો અક્ષર ‘પ’ છે, ‘૫’ નહી.

તમને કદાચ ખ્યાલ હશે કે એક નવું લેપટોપ લેવામાં આવ્યું હતું (વેલ, EMI પર ;)) અને એ લેપટોપનો મૂળ હેતુ એ હતો કે શ્રીમતીજી કે થોડું કોમ્પ્યુટર શીખે અને પ્રોગ્રામિંગ પણ. અમારું લક્ષ્ય એ હતું કે એક વર્ષના સમયગાળામાં નાનકડો પ્રોજેક્ટ કે કોઇ ઓપનસોર્સ પ્રોજેક્ટમાં યોગદાન આપી શકાય એટલું શીખવું. પ પરથી યાદ આવ્યું કે અમે શરુઆત પાયથોનથી કરી. શરુમાં મેં ઘરે Learning Python નામનું પુસ્તક મોકલ્યું, જેનું વજન બહુ હોવાથી તેમાં બે-ત્રણ પ્રકરણથી વધુ આગળ વધી શકાયું નહી (સંદર્ભ માટે સારું, બાકી નવાં-નવાં પ્રોગ્રામરો માટે નહી).

ત્યાર પછી અમે શરુઆત કોડએકેડમી.કોમથી કરી અને શરુઆત સારી ચાલુ રહી છે. હવે, પ્રશ્ન આવ્યો કે કોમ્પ્યુટર અને ડેબિયનમાં નવાં-નવાં લોકોને દૂર બેઠાં સોફ્ટવેર અપડેટ્સ કે કોઇ મુશ્કેલી હોય તો સપોર્ટ કેવી રીતે આપી શકાય કે કંઇ ચર્ચા કરવી હોય તો? અમારી પાસે વિકલ્પો ઘણાં હતાં,

૧. ફોન

૨. સ્કાયપે, ગુગલ હેંગઆઉટ

૩. ચેટિંગ (જીટોક વગેરે)

શરુમાં અમે ફોન અને ચેટિંગથી ચલાવ્યું, પણ છેવટે મારે ssh ની જરુર ઉભી થઇ અને અમારે no-ip.org ની સહાય લેવી પડી. તેમ છતાંય, teamviewer પણ એક સારો અને સરળ ઉપાય છે. વધુમાં ડેબિયન માટે તેનું પેકેજ પણ સરસ છે (તે વાઇનની ઉપર ચાલે છે, એ આખી વાત અલગ છે! અને ઓપનસોર્સ નથી એ બીજી વાત છે).

જો કોઇને ખબર ન હોય તો એક બીજો સરસ ઉપાય ‘ઓપન ઇથરપેડ‘ છે. જેમાં ચેટિંગ વત્તા વ્હાઇટબોર્ડનો સમાવેશ થઇ જાય છે.

અમારા આ સાહસ પર બીજી પોસ્ટ ફરી ક્યારેક!

7 thoughts on “પ્રોગ્રામિંગનો પ – ભાગ ૧

  1. મારા માટે તો આ ભીંત સાથે માથું અફળાવવાંનો પ્રયોગ સાબિત થયો હતો. તમને સફળતા મળે તેવી શુભેચ્છા.

    Like

  2. મેં અહીંથી શરૂઆત કરી હતી અને અમેરીકન ઈંગ્લીશ ફાવે તો આ બહુ સરસ રિસોર્સ છે.

    Like

    1. વર્ડપ્રેસ.કોમ કે બ્લોગર.ઇન પર તમે ફ્રીમાં બ્લોગ બનાવી શકો છો. પણ, જો તમારે તમારું ડોમેઇન (દા.ત. મનીષા.કોમ) અને પોતાનું હોસ્ટિંગ જોઇતું હોય તો, તમારે જે-તે કંપનીઓને એ માટે પૈસા ચૂકવવા પડે છે.

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s