અપડેટ્સ – ૮૭

* આ બેંગ્લુરુ ખાતે હવે થયા, ૬ મહિના. બાપ્પા, હાથ જોડ્યા. હવે તો ઇડલી-સંભાર મોંઢામાં-પેટમાં જતા નથી 😉 એથીય વધુ તો મને આકરી વસ્તુ લાગતી હોય તો, અહીં બે રાજ્યોનાં લોકો વચ્ચેનો પ્રેમ. દરેક જગ્યાએ, દરેક વસ્તુ પર તેમનો પ્રેમાલાપ દેખાઇ જાય છે! આ દેશને ભગવાને (જે લોકો માનતા હોય તેઓ માટે) જ બચાવી રાખ્યો હશે. મને થાય છે કે આપણો દેશ કઇ કોમન વસ્તુ પર ટકી રહ્યો છે? આવો ભયંકર કલ્ચર ભેદ-ભેદભાવ-મનભેદ હોવા છતાંય?

* દોડવાનું હજીય વ્યવસ્થિત થયું નથી (વાસ્તવમાં જરાય દોડાયું નથી. સિવાય કે, શનિવારે NCR ની પ્રેક્ટિસમાં). માર્ચ મહિનો દોડવા માટે એકંદરે બેકાર રહ્યો હતો. હવે, TCS 10K (મે મહિનામાં છે)ની તૈયારી કરવાની છે. ઓવરઓલ, તૈયારી તો પેલી હૈદરાબાદ મેરેથોનની છે (અહીં પણ જો પાછું તેલંગાનાનું બખડજંતર ન થાય તો!), પણ અત્યારે મારો પેથેટિક રેકોર્ડ જોતાં પહેલાં ૧૦ કિલોમીટર વ્યવસ્થિત દોડવામાં આવે એ હિતાવહ છે.

* doc ફોરમેટ ઓછું પડતું હતું? લોકો હવે .docx ફોરમેટમાં સી.વી. મંગાવે છે (અને, હું txt ફોરમેટમાં મોકલું છું, તે વાત અલગ છે). મને એમ કે આ સુપર સ્પેશયલાઇઝેશનનો જમાનો છે, અહીં બધાંને બધું જ આવડતું હોય એવા લોકો જોઇએ છે. લઇ લો, રીંગણાં, બટાકા, તૂરિયાં, ભીંડા, સોફ્ટેવર ડેવલોપર 😉

4 thoughts on “અપડેટ્સ – ૮૭

 1. લઇ લો, રીંગણાં, બટાકા, તૂરિયાં, ભીંડા, સોફ્ટેવર ડેવલોપર …. 😀
  એમાં ને એમાં જ અમારા જેવા નવા સવા લોકોને શેમાં આગળ વધવું એજ સમજમા નથી આવતું 😦 ….. બધું કરવા રહ્યા તો તો થઇ રહ્યું…. !

  Like

 2. Now No Mumbai, No Bangaluru, No Ahmedabad….. Just catch a flight to island where grass looks greener to all fellow Indians. You know what I mean 🙂

  I didn’t get this one…
  એથીય વધુ તો મને આકરી વસ્તુ લાગતી હોય તો, અહીં બે રાજ્યોનાં લોકો વચ્ચેનો પ્રેમ. દરેક જગ્યાએ, દરેક વસ્તુ પર તેમનો પ્રેમાલાપ દેખાઇ જાય છે!

  Talking about which two states here??

  No harm in adapting Microsoft 🙂

  I agree with you. In India, companies expect you to know everything while only wants to pay you peanuts. They want hardworking, knowledgeable, skilful, MBA (Mane Badhu Aavde) guy for 20K INR. Pathetic…

  Like

 3. ​હું પણ હેદ્રાબાદ થોડો સમય રહ્યો હતો। ભાઈ આ ઈડલી ડોસા તો ભારે પડે થોડા સમય પછી 🙂 અને આ તારું-મારું ની સંસ્કૃતિ તો ​આપણા દેશ માં અંગ્રેજોના જમાનાની છે. એટલે તો એ લોકો ફાવી ગયા હતા. હવે નેતા લોકો મજા લે છે આની 🙂
  તમારી વાત બિલકુલ સાચી છે, આ દેશ ને તો ઈશ્વરે જ સંભાળ્યો છે નહિ તો ક્યારનો વેચાઈ જાય.
  અમુક કંપનીના મોટા લોકોને અમુક વસ્તુઓ ​જ આવડે અને એટલે એ એવો આગ્રહ રાખે કે તમે એમના મુજબ જ કરો. એટલે તમને કોઈએ DOCX માં મોકલવા કીધું હશે।.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.