બે અઠવાડિયાની ફિલમો – ૨૪

* ઓશન્સ થર્ટિન (૨૦૦૭)

છેવટે નવરા બેઠાં-બેઠાં માણસો કરે શું? કેટલું પ્રોગ્રામિંગ શીખે? કેટલું વાંચે? 😉 જોડે પડેલી ‘ઓશન્સ થર્ટિન’ કામમાં આવી અને ધાર્યા કરતાં કંઇ ખરાબ ન નીવડી, પણ એક જ પ્રકારની ત્રણ ફિલ્મો તબિયત માટે સારી ન કહેવાય! પહેલી બે ફિલમો કરતાં અત્યંત નબળી ગણી શકાય.

હવે, હિન્દી સસ્પેન્સ!

* ખોજ (૧૯૮૯)

રામસે બ્રધર્સમાંના કોઇની ફિલમ. વાહ, કિમિ કાટકર 😉 અને નસરુદ્દીન શાહ વત્તા રીશી કપૂર. સરસ વાર્તા વત્તા અલમોસ્ટ બધાંની એક્ટિંગ સરસ. વાર્તામાં થોડા લૂપ-હોલ્સ લાગ્યા, પણ છેલ્લે સુધી રહસ્ય અકબંધ રહે છે. ડેનીને ઘણાં સમય પછી જોવામાં આવ્યો અને જૂનાં દિવસો યાદ આવી ગયા.

(આ પરથી એક ગુજરાતી સિરીયલ પણ બની હતી અને પછી ખેંચાઇ-ખેંચાઇ કે અમે તેને જોવાનું બંધ કર્યું હતું એ યાદ છે.)

* વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ (૧૯૭૫)

આ ફિલમ વિશે વધુ લખવું નથી. કારણ? શિશિરભાઇએ ઓલરેડી લખી દીધું છે! બ્રિલિયન્ટ ફિલ્મ અને લગભગ દરેક પાત્રનો એવો જ ઉત્તમ અભિનય. (PS: આ પણ અત્યાર સુધી કેમ રહી ગઇ?). અદ્ભૂત અંત પણ ખરો.

આ સિવાય ‘શેરલોક‘ સીરીઝનો એક વર્ષથી બાકી રહેલો ભાગ પણ પૂરો કરવામાં આવ્યો 🙂

છેલ્લે,

* ધ કેટ રીટર્ન્સ (૨૦૦૨)

પેલાં ટોટોરો અને વ્હિસ્પર ઓફ ધ હાર્ટની જેમ જ સ્ટુડિઓ ગ્હીબ્લીનું એક સરસ મુવી. જેને બિલાડી ઉર્ફે કેટ બહુ ગમતી હોય એના માટે ખાસ જોવા જેવું. વત્તા સરસ સ્ટોરી પણ, સ્ટોરી આપણને સ્પિરિટેડ અવે કે વ્હિસ્પર ઓફ ધ હાર્ટ જોતા હોય એવું ક્યાંક-ક્યાંક દેખાઇ આવે છે, પણ જોવા જેવું તો ખરું જ.

4 thoughts on “બે અઠવાડિયાની ફિલમો – ૨૪

  1. શેરલોક સીરીઝ કેટલાલાલાલાલાલાલાલા દિવસોથી મારી પાસે પડી છે , પણ કોણ જાણે કેમ શરૂઆત જ નથી થતી ! હવે આનું રહસ્ય કોણ ઉકેલશે 😉

    અને હમણાં હમણાંથી નવી પોસ્ટની અપડેટ ઈ-મેઈલમાં નથી આવતી , માત્ર રીડરમાં જ આવે છે . . . બધા જ વર્ડપ્રેસના બ્લોગ્સની પોસ્ટનો અલગ મેઈલ હવે ઈનબોક્ષમાં નથી આવતો 😦 . . . કોઈ ઉપાય ખરો ?

    Like

    1. તમારો સબસ્ક્રિપ્શન વિકલ્પ જોઇ લો. મને તો ઘણાં-બધાં પોસ્ટ્સની ઇમેલ આવે જ છે (જેને માટે મેં ઇમેલ પસંદ કર્યો છે તેઓ). કદાચ વર્ડપ્રેસે પણ કંઇ બદલ્યું હોય!!

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.