મારી ‘બસ’ મુસાફરી

* છેલ્લી પોસ્ટમાં લખેલું તેમ મુંબઇ-થી-ગોઆની જગ્યાએ મુંબઇ-થી-બેંગ્લોરની બોરિંગ મુસાફરી બસમાં કરવામાં આવી હતી. એકદમ સમયસર (એટલે કે સમય કરતાં વહેલાં) બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે મારી જેમ કેટલાય લોકો વિવિધ બસોની રાહ જોઇ ઉભા હતાં. વચ્ચે ગોઆની એક-બે બસ આવી તો થયું કે ચાલો ગોઆ જતા રહીએ અને ત્યાં બે-ત્રણ દિવસ આનંદ કરી આરામથી ઓફિસ પહોંચીએ, પણ પછી વિવિધ ચહેરાઓ સામે તરવરવા લાગ્યા અને એ પ્લાન પડતો મૂકવામાં આવ્યો અને બેંગ્લોરની બસની રાહ જોવામાં સમય પસાર કરવામાં આવ્યો. બસ સમય કરતાં અડધો કલાક મોડી આવી, પણ એકંદરે આરામ-દાયક લાગી એટલે હાશ થઇ. આખી રાત તો સરસ નીકળી ગઇ, પણ મને ખબર નહોતી કે બીજા દિવસે શું થવાનું છે.

દિવસ ઉગ્યો એટલે ૮ જેટલા વાગે બસ એક જગ્યાએ બ્રેક-ફાસ્ટ માટે ઉભી રહી અને અમે સવાર-સવારમાં ફરી પાછી ઇડલી-સંભાર અને કોફીના રુટિનની શરુઆત કરી. પાછો બસમાં આવ્યો ત્યારે બસમાં મુવી ચાલુ થઇ ગયું હતું. કયું હતું એ? ‘જબ તક હૈ જાન‘. ઓહ માય ગોડ! ઇન્ટરવલ સુધી ઠીક, પછી તો જબ તક હૈ જાનની જેમ માંડમાંડ જોવામાં આવ્યું અને પૂરુ થયાં પછી બસવાળાએ બીજું મુવી મૂક્યું. કયું હતું એ? ‘રેસ – ૨‘. જવું તો ક્યાં જવું? ઓકે, જોવામાં આવ્યું અને માથું દુખવાની શરુઆત થઇ. એ પૂરુ થયું પછી? ‘કાઇ પો છે‘ – પણ પ્રિન્ટ તદ્ન ખરાબ (પાયરેટેડ. કહેવાની જરુર?) વત્તા સાઉન્ડ ક્વોલિટી પણ તદ્ન કચરો.

શરુઆતમાં આ મુવી મને ગમ્યું, પછી બાજુમાં બેઠેલા એક વ્યક્તિ જોડે મુવીની ઘટનાઓ સત્યતા અને મિડિઆના રોલ વિશે લાંબી ચર્ચા ચાલી. તેણે કહ્યું હું પ્રેસ રીપોર્ટર છું, મેં કહ્યું હું ગુજરાતથી છું 🙂 પછી, ૨૦૦૨ની ઘટનાઓની માનવીય રીતે મૂલવણી ચાલુ થઇ. તેને ખબર નહોતી કે ગોધરા કાંડ અને પછીના તોફાનો માટે જવાબદાર લોકો ઓલરેડી જેલમાં જ છે. એ પછીની બધી ધાંધલ-ધમાલ (એમાં છાપાં, લોકો અને બ્લોગર-બ્લોગ્સ પણ આવી જાય છે) પેઇડ મિડિઆ દ્વારા થાય છે. અમે બન્ને સંમત થયા કે, એમાં સરવાળે બે કોમ વચ્ચેની ખાઇ-તણાવ વધતો જાય છે અને સરવાળે દરેક વસ્તુની જેમ સામાન્ય લોકોને ભોગવવાનું આવે છે.

વેલ, ‘કાયપો છે’ અધૂરી રહી. ફરી ક્યારેક જોવાશે. બેંગ્લોર પહોંચ્યા પછી, મને મારા સ્થળે પહોંચતા કુલ ૨.૫ કલાક થયા! એટલે કે બસ મુસાફરીને બસ કહેવામાં આવ્યું!

Advertisements

4 thoughts on “મારી ‘બસ’ મુસાફરી

  1. જામનગર અમદાવાદ વચ્ચે મેં બહુ મુસાફરીઓ કરી છે, પટેલ કે નીતા ની વોલ્વોમાં મોટા ભાગે જવાનું થાય !!! અને મુવીઝ ની વાત જ નહિ કરવાની !!! છેલ્લી વખતે ગયો ત્યારે ખિલાડી 786 અને સ્ટુડન્ટ ઓફ ધ યર 😦 અને કરમ ની કઠણાય એ કે રીટર્ન જર્નીમાં પણ આજ મુવી જોવા પડે :-(. બુધવારે પુણે થી જામનગર વાયા અમદાવાદ જવાનું છે 😉 અને આ વખતે વિશ્વાસપાત્ર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અત્યારે અમદાવાદ જામનગર રૂટ પર હિમ્મતવાલા નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે 😮 !!

    Like

    1. ઘણા વર્ષો પહેલા , 2006 – 2007ની આસપાસ જયારે કેટલિયે બસોમાં VCR હતું , ત્યારે તેઓ બે થી ત્રણ કેસેટો જ રાખતા . . . ત્યારે એક વાર ભરૂચ જવા સમયે એક ભાઈ મળ્યા કે જે વિકેન્ડમાં અપડાઉન કરતા હતા અને તેમના કહેવા મુજબ તેમણે અક્ષય , કરીના , સુષ્મિતા વાળું ” બેવફા ” (2005) કદાચિત 20 થી 25 વાર જોયું હતું ❗ અને હવે તેઓ હંમેશા છેલ્લે ખુણાની સીટમાં જ બેસતા ! . . . માટે ચાલો સરકારી બસોને સપોર્ટ કરીએ 😀

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s