અપડેટ્સ – ૮૯

* છેલ્લી પોસ્ટ લખ્યા પછી વીકએન્ડ સુધી એવી કોઇ ઘટના ન બની કે જેની માટે મારે સ્પેશિયલ પોસ્ટ લખવી પડે, પણ વીકએન્ડ આનંદદાયક રહ્યો જેથી આ અપડેટ્સ પોસ્ટ તમારા માથે!

શનિવારે ભવ્ય પ્રોગ્રામ હતો – ધવલભાઇ-વૈશાલીબેનના ઘરે લંચનો. ધવલભાઇનો પરિચય DocTypeHTML5 વખતે થયેલો અને ત્યારબાદ અમે BOTSની મુલાકાત વખતે મળેલા. ધવલભાઇને મળો એટલે તરત જ તમને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય કે આમને વારંવાર મળવાનું ગમે. સ્પષ્ટ અને પહાડી અવાજ હોય એવી વ્યક્તિ મને બહુ ગમે અને એમાં ધવલભાઇનો અવાજ પહેલા નંબરે મૂકી શકાય. એની સાથે જ તમને જો જાવાસ્ક્રિપ્ટ વિશે કંઇ પણ જાણવું હોય તો ધવલભાઇને મળવું પડે. વૈશાલીબેન સાથે પ્રથમ મુલાકાત અને તેઓ અત્યારે તેમના દાદાની રચનાઓને ઇન્ટરનેટ પર મૂકવાનો સરસ પ્રયાસ ઘરદીવડા.કોમ પર કરી રહ્યા છે. અને હા, મસ્ત ગુજરાતી લંચ અને ‘સાતમો કોઠો‘ પુસ્તક માટે આભાર! સૌથી વધુ મજા ગુજરાતીમાં અલક-મલકની વાતો કરવાની આવી એ કહેવાની જરુર છે?

શનિવારની સાંજ-રવિવારની બપોર સામાન્ય રહી. સ્વાભાવિક છે! હા, થોડીક કસરત વગેરેની ફરી શરુઆત કરી અને વાંચનની ફરી શરુઆત કરી એ વાત નોંધપાત્ર ગણી શકાય ખરી.

રવિવારે સાંજે આપણા ફેવરિટ પિનલભાઇના ઘરે ડિનરનો ભવ્ય કાર્યક્રમ હતો. ડિનર તો સેકન્ડરી, પણ પિનલભાઇને મળવાના વારંવાર ગુમાવેલા મોકા અને બેંગ્લોર આવ્યા પછીની એક મુલાકાત પછી એમ થયું કે એમને મળવાની તક જ્યારે મળે ત્યારે ઝડપી લેવી જ જોઇએ. લગભગ સાડા ૬ જેવો પહોંચ્યો અને અમે બહુ વાતો કરી (બ્લોગ, બ્લોગજગત થી લઇને સ્કોટ એડમ્સ અને તારક મહેતા સુધી!) અને પછી મારા પ્રમાણમાં બહુ જમ્યા. મારા વજનમાં વળતી વખતે વધારો બીજાં ત્રણ પુસ્તકોનો થયો જે મારા માટે મહિના-બે મહિનાનો સ્ટોક ગણી શકાય. અને, નાનકડી શૈવી જોડે મસ્તી કરવાની મજા આવી. કવિન અત્યારે એવી ઉંમરમાં છે કે તેની જોડે મસ્તી કરવી એટલે મારા ચશ્માં કે બીજી કોઇ વસ્તુનો વીમો પાકી જાય અને દીકરીઓ સામાન્ય રીતે ડાહ્યી હોય. એટલિસ્ટ, એમનાં મા-બાપ સિવાયના લોકો એવું કહેતા હોય છે! એટલે શૈવી-ઢીંગલી જોડે વધારે મજા આવી. પણ, પછી તેનો ફોન અને બીજાં રમકડાં લઇ જવાની વાત કરી ત્યારે તેણે સોફાની પાછળ બધું છુપાવી દીધું. નિર્દોષતા 🙂 મને ત્યારે થયું કે મોટા થઇને આ ક્ષણે-ક્ષણે જૂઠું બોલવુ-બોલાવવું એના કરતાં તો નાનાં રહીએ તો કેટલી મજા આવે?!

સરસ પુસ્તકો અને ભંગાર ફોટો :)
સરસ પુસ્તકો અને ભંગાર ફોટોગ્રાફર (ie હું) દ્વારા પાડવામાં આવેલો બેકાર ફોટો 🙂

વેલ, એક સરસ વીકએન્ડનો અંત. PG પર પાછો આવ્યો પછી મોડા સુધી (૨-૩?) વાંચવાનું કામકાજ ચાલ્યું અને સવારનો દોડવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો.

Advertisements

9 thoughts on “અપડેટ્સ – ૮૯

  1. કાર્તિકભાઈ, તમે આવ્યા તો નુપુર અને મને ખુબ ખુબ મજા આવી – જાણે એવું લાગ્યું કે મારા સગા ભાઈ ઘરે આવ્યા ના હોય। શૈવી તો જબરી ધમાલ કરી। તમારા ગ્યાયા પછી તમને સતત યાદ કરતી હતી।

    તમે અવવાના છો એવી ખબર પડતા નુપુર તો સવાર થી જ ઉત્સાહમાં હતી અને હું પણ। તમારી સાથે વાત કરવામાં ખુબ જલસા પડે છે એ તો તમે પણ જોયું જ હશે।

    ખાલી અફસોસ એટલો રહ્યો કે કવીન સાથે ગમ્મત કરવાનો મોકો ના મળ્યો, પણ હવે મારી પાસે મુંબઈ આવવાનું બહાનું છે – કવીન ને મળવા।

    Like

  2. ફોટો અહીંયા વર્ડપ્રેસ પર મુકીને , ફેસબુકમાં એવું કહેતા હોય તો કે . . . ફોટો બ્લોગ પર મુકેલો છે . . તો અમ રાંક પ્રજા કે જે ફેસબુકથી ફેઈસ અળગો રાખીને બેઠી હોય તેમને રાહત થાય 😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.