જય વસાવડા સાથે મુલાકાત

* ગઇ કાલે વહેલી સવારે ઝોપિંગ, રનિંગ અને શોપિંગનો ભવ્ય કાર્યક્રમ આખા દિવસ માટે રાખેલો હતો (સારું થયો ડ્રાય ડે હતો, નહિતર મારો ડોપિંગ ટેસ્ટ પણ પોઝિટિવ આવત ;)). તો રનિંગ પતાવ્યા પછી જયભાઇનું ફેસબુક સ્ટેટસ એમ કહેતું હતું કે તેઓ બેંગ્લોરમાં આવે છે, જેને મળવું હોય તે, મોબાઇલ નંબર મેસેજમાં મોકલે. તો, આપણે મોકલ્યો. કાર્યક્મ ક્યાં છે એ મને ખ્યાલ નહોતો અને જયભાઇ એ વિશે અપડેટ કરે ત્યાં સુધી થોડું શોપિંગ (કવિન માટે) પતાવ્યું અને એક મિત્રને મળવા ગયા, પાછો આવ્યો ત્યારે ચાર વાગી ગયા હતા. લોક-લાજનો ખ્યાલ રાખી શેવિંગ પણ કરવામાં આવ્યું અને પછી મારે જવાનું હતું – કનિંગહામ રોડ. બેંગ્લોરમાં હજી જુનાં નામો એમનેએમ રાખવામાં આવ્યાં છે, એ હજી સારું છે (કે પછી ઇવન સાઉથ ઇન્ડિયન લોકો પણ નવાં નામોથી ટેવાયા નથી!). તો, છેવટે જગ્યા મળી, અને જયભાઇ સિવાય હું ત્યાં કોઇને ઓળખતો નહોતો (એમ તો એમને પણ પહેલી વખત મળ્યો). અને, અમારી રુબરુ મુલાકાત થઇ! (બેકગ્રાઉન્ડમાં તમને ગમે તે સરસ મ્યુઝિક વગાડી શકો છો). કેવું કહેવાય કે, બે ગુજરાતી બ્લોગર – બેંગ્લુરુમાં ભેગા થાય 🙂 (પિનલભાઇની જેમ જ જયભાઇને મળવાનું અનેક વાર રહી ગયું હતું!)

કાર્યક્રમ શરુ થવાની વાર હતી ને જૈન સોશિયલ ગ્રુપનાં જીતુભાઇએ અમને પણ જયભાઇ સાથેના મહેમાન તરીકે ગણી નાસ્તાની લાંબી લાઇનમાંથી મુક્તિ અપાવી તે બદલ તેમનો આભાર અત્યારે જ માની લેવો પડશે. જયભાઇને સાંભળવા-મળવા, ફેસબુક ઉપરથી જાણ થઇ હોય એવા બીજા બે લોકો – મેહુલ અને જતિનની મુલાકાત થઇ. બેંગ્લોર, હવામાન, તાપમાન, ગુજરાતીઓ, બિયર, ખાવાનું-પીવાનું — વિવિધ વિષયો પર સરસ ચર્ચાઓ થઇ. જયભાઇને રુબરુ મળવાની તક ઝડપી તેમનો એક સરસ ફોટો વિકિમિડિઆ કોમન્સમાં પણ અપલોડ કર્યો છે (અને બીજો એક લાઇવ ફોટો નીચે છે!!) અને ગુજરાતી વિકિપીડિઆમાં પણ મૂકી દેવામાં આવ્યો છે!

જય વસાવડા

જયભાઇનું વક્તવ્ય હતું ‘જિંદગી એક સફર હૈ સુહાના’. એમ તો એમના કેટલાંય લેક્ચર, લેખો યુટ્યુબ, ફેસબુક કે બ્લોગમાં વાંચેલા એટલે કોઇ ઘરની વ્યક્તિને સાંભળતો હોય એવું જ લાગ્યું, પણ એમના આ વક્તવ્યમાંથી મને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી. થાકીને હારીને બેસી જવું એ જિંદગી નથી, પણ પડ્યા પછી ઉભા થવું એ જિંદગી છે (હા, દોડીએ તો પડીએ એ મને ના દોડીને પડવા કરતાં વધુ ગમે!). તેમની જોડેની પ્રશ્નોત્તરી પણ મજા આવે તેવી રહી. ખાસ કરીને એમના સિંગલ હોવા અંગેનો સવાલનો જવાબ બધાંને મજા કરાવી ગયો! તેમનાં વક્તવ્યમાં અને બીજા લોકો સાથે મારો પરિચય – લાર્જર ધેન લાઇફ – કરાવવા બદલ જયભાઇનો ખૂબ-ખૂબ આભાર 🙂

કાર્યક્રમ દરમિયાન દિપાલી (અમદાવાદ)ની ઓળખાણ થઇ. છેલ્લે અમે ૨૦૧૦માં વિકિપીડીઆ મિટિંગમાં મળેલા. મને સામાન્ય રીતે ચહેરાઓ બહુ યાદ રહેતા નથી એટલે મને કંઇ બહુ યાદ ન આવ્યું પણ, પછી યાદ આવ્યું કે ફેસબુકમાં તો અમે કનેક્ટેડ છીએ 🙂 જયભાઇની રાહ જોતા અમે બહાર ઉભા વાતો કરતાં હતાં અને અમને થયું કે આજે લોકો જયભાઇને બહાર આવવા નહી દે, હું અંદર તપાસ કરવા ગયો અને ફાઇનલી મેન્ડેટરી ફોટો-સેશન્સ કરવામાં આવ્યું.

છેવટે અમે વિદાય લીધી અને એમનું ‘પ્રીત કિયે, સુખ હોય..’ પુસ્તક એમણે મને સપ્રેમ ભેટ આપ્યું. એમ.જી.રોડ સુધી ડ્રોપ કરવા માટે (અને બેંગ્લોરની ગલીઓના ભ્રમણ માટે, દિપાલીનો આભાર :))

17 thoughts on “જય વસાવડા સાથે મુલાકાત

 1. સરસ, એક ટેકનોકિંગ (આમ તો ટેકનો સિવાય પણ ફોટોગ્રાફી, સાહિત્ય અને ઘણા બધા વિસય માં માહિર એવા કાર્તિકભાઈ) અને જયભાઈ (નામ હી કાફી હૈ) ની મુલાકાત …. બહુ જ સરસ….

  Like

 2. મને હજુ સુધી કોઈએ પુસ્તક ભેટ નથી આપ્યું 😉 . . . લાગે છે કે મારે જ કોઈને ભેટ આપીને શરૂઆત કરવી પડશે , પેલી Yellow pagesની પીળી દળદાર બુક કેમ રહેશે ? 😀

  અને જયભાઈએ બાકી અદભુત ચિત્ર પડાવ્યું છે 🙂 Say cheese . . . જય સરને જયારે મળવાનું થશે , ત્યારે હું પણ આવો જ ફોટો પાડીશ . . . આ ફોટાની સિકવલ રૂપે 🙂

  Like

   1. એમ કરીએ , જયારે હું તમને મળવા આવું ત્યારે તમે મને કોઈ પુસ્તક ભેંટ આપી શકો 😉 [ તા.ક : 1] કોઈ પણ ટેકનોલોજી સંબંધિત પુસ્તક નહિ ચાલે 2] કોમિક્સ હશે તો પણ ચાલશે 3] પુસ્તકની કિંમત બરાબર ‘નકદ’ પણ ચાલશે 😉 ]

    કૌસમાં ગુજરાતીમાં સમજુતી આપવા બદલ આભાર 🙂 નહિતર હું કદાચ તેને મૂળાક્ષર ” પ ” સમજી બેસેત ❗

    Like

     1. વર્જિન એરલાઈન્સમાં તમે જ રાજકોટની વર્જિન મુલાકાતે આવો અને સાથે નાનકડા બાળરાજા(કવીન)ને પણ ફરજીયાત લાવો 🙂 રાજકોટના ચિત્ર – વિચિત્ર ટ્રાફિકથી માત્ર હું જ તમને બચાવી શકીશ . . . તમને ક્યાય ન લઇ જઈને 😉

      Like

 3. જય વસાવડા સાહેબ ને વાંચવા એ જ એક લહાવો છે, તમે નસીબદાર છો કે એમને મળી શક્યા
  આશા રાખીએ કે જીવન માં અમને પણ આ લહાવો મળે એકવાર.

  Like

 4. Jay sir ni sathe photo padvani tak to Mali j Nahi parantu bahu anand thayo je lekhak ne hu school time thi vachu chu tene aje atli najik thi jovano janvano ane sambhadvano moko malyo e pan banglauru ma..tame hamesa Mara role model cho ane raheso…Jv ane single hovano javab bahu diplomatic hato…♥♥♥♥

  Like

 5. જો મારી પાસે તમારી કે જયભાઈ ની મુલાકાત એમ બે માંથી એક જ વિકલ્પ હોય તો હું તમને મળવાનું વધારે પસંદ કરીશ..

  Like

   1. કદાચ જયભાઈ ના લેખો કરતા તમારો બ્લોગ વધારે વાચ્યો હશે.. તો પછી તમારી મુલાકાતમાં જ વધારે મઝા આવે ને ઉપરથી પાછી તમારી ફ્રીકવન્સી થોડી મળતી આવે છે…

    કાર્તિકભાઈ સેલિબ્રિટી ની વ્યાખ્યા શું ?

    Like

 6. ખુબ સરસ ફોટો પાડ્યો છે આપે ! મારા મત મુજબ મેં જય વસાવડાના જોયેલા અત્યાર સુધીના દરેક ફોટાઓમાં આ શ્રેષ્ઠ છે! હું પણ જયભાઈને એક વખત મળેલો ,અને ઓટોગ્રાફ મેળવેલો

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.