ગુડ બાય, બેંગ્લુરુ

* છેવટે¹, સમય આવી ગયો છે ‘ઇડલી-વડા, ફિલ્ટર કોફી’ અને આ બેંગ્લુરુને અલવિદા કહેવાનો! અને મુંબઇના ‘વડા-પાઉં’નો ટેસ્ટ કરવાનો! કોઇકે હમણાં પૂછ્યું હતું કે ‘ભાઇ, તારું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં છે?’ મેં કહ્યું એતો પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરે² જે નક્કી કર્યું હોય તે. મને કંઇ ખબર નથી 🙂

મને ફિલ્ટર કોફી તો જબરી ‘મિસ’ થશે, કારણ કે હવે એ પ્રકારની કોફી દરરોજ મારે જાતે બનાવવી પડશે 😉 બીજી એક વસ્તુ દરરોજ મિસ થશે – બેંગ્લોરનું હવામાન. એમ તો મને મુંબઇની તાપમાન સેટ થયેલું જ છે, પણ બેંગ્લોરની સરખામણીમાં મુંબઇનું હવામાન ‘ક્વાડકોર પ્રોસેસર’ની સામે ‘પેન્ટિયમ ૪’ જેવું લાગે. રનિંગ પર પણ અસર થશે એવું લાગે છે, પણ ઘરની નજીકમાં નાનકડો જોગર્સ પાર્ક (અંકે પૂરા ૩૦૦ મીટરનો રસ્તો) છે એટલે વીક-એન્ડ સિવાયનું દોડવાનું સાચવી લેવાશે. વીક-એન્ડ રનિંગ માટે મુંબઇની રનિંગ કોમ્યુનિટી જોડે જોડાવું પડશે (અને પેલી NRC ની તપાસ કરવી પડશે). બેંગ્લોરની ટેક-કોમ્યુનિટી અને મિત્રો પણ મિસ થશે. મુંબઇ હજી IT વાળા માટે એટલું બધું ટેક-સેવી નથી, એટલે આજે નહી તો આવતી દસ સાલે, બેંગ્લુરુનો આંટો તો મારવો જ પડશે.

અને કઇ વસ્તુઓ ગુમાવવાનો મને અત્યંત આનંદ થશે?

૧. બેંગ્લોરની ઓપન ગટર્સ! જોકે મુંબઇમાંય છે, તોય ઘરથી દૂર છે. અહીં મારા બેંગ્લોરના વિસ્તારમાં દરેક રોડની પેરેલલ જાય છે! 

૨. બદમાશ  મહાબદમાશ રીક્ષાવાળાઓ.

૩. ક્ષણેક્ષણેવિજગમનઆગમનઘટનાઓ.

૪. ભંગાર લંચ (કર્ટસી, ઓફિસ).

૫. રવિવારે રાત્રે ડિનરમાં શું? એવો યક્ષપ્રશ્ન.

૬. બોરિંગ વીકએન્ડ્સ, રનિંગના કલાકો સિવાય!

ફાયદાઓ કેટલા થશે?

૧. મને ઘરનાં  શુધ્ધ-શાકાહારી-સાત્વિક બ્રેકફાસ્ટ-લંચ-ડિનર સાથે-સાથે કવિનની મસ્તીઓનું ડેઝર્ટ માણવા મળશે.

૨. વડાપાઉં, એમ.એમ.ની બૂંદી, ભેળ, મિલાપનું ફાસ્ટફૂડ (દા.ત. કાર્તિક )વગેરે વગેરે.

૩. લોકલ ટ્રેનની જવલ્લે જ થતી મુસાફરીઓ.

૪. મુંબઇ સમાચાર, અને કોઇપણ ગુજરાતી છાપું. પુસ્તકોની સરળતાથી પ્રાપ્તિ વગેરે.

૫. ચર્ચગેટ અને આપણાં ફેવરિટ મ.કા.બો. (મલાડ-કાંદિવલી-બોરીવલી)!

૬. અને, સૌથી અગત્યનું — વ્હાલી કોકી 🙂

તો આવજો ત્યારે. આવતી પોસ્ટમાં મુંબઇની કે મુંબઇથી અપડેટ લઇને મળીએ?

પગનોંધો

¹ એમ તો ટ્વિટર પર બે અઠવાડિયાં પહેલાં નાનકડી જાહેરાત કરેલી.

² તમે જેમાં માનતા હોવ તે, કુદરત, કિસ્મત, લક, નસીબ, તાવીજ કે પછી મિ. કાનજી.

18 thoughts on “ગુડ બાય, બેંગ્લુરુ

  1. અમે હજુ આ દિવાળીમાં જ બેંગ્લુરુ જવાનો પ્લાન બનાવતા હતા અને તેમાં આપને મળવાનો પ્લાન પણ સામેલ હતો પણ… હશે, પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરને જે ગમ્યું તે ખરું…અને હવે થોડા નજીકમાં આવ્યા છો તો ત્યાં મળી લેવાશે. એમ કાંઇ ઠેકાણાં બદલવાથી તમે બચી જશો એમ ન માનતા. 🙂

    Like

  2. મ.કા.બો. અનચેઇન્ડ 😉

    ગુજરાતના પિત્રાઈ રાજ્ય/શહેરમાં આપનું ” વડ્ક્ક્મ ” છે 🙂 . . અને હવે તમને “રજનીકાંત” ને બદલે ઉમાકાંત કે રમાકાંત મળવાની સંભાવના વધુ રહેશે 😀

    Like

  3. ચાલો કાર્તિક ભાઈ એક વાર સેટલ થઇ જાવ એટલે આપની સંપર્ક માહિતી આપશો એટલે મકાબો માં મળ્યે , વળી તમારી માટે NRC કાંદિવલી ઇસ્ટ માં ચાલી રહ્યું છે એટલે આપના દોડવાના પ્રોગ્રામ ને વાંધો નહિ આવે .

    Like

  4. Even I am Gujarati and stayed in Bangalore earlier just for 8 months then moved to Hyderabad and settle here. But what ever experience about Bangalore you described even I have the similar experience.

    It looks like Gujarati’s can settle only at Gujarat, Mumbai or USA 🙂 Because they like travelling, eating, enjoying the life but which I don’t see in south India. My mother says “Jyan rotolo tayan patalo”….

    Like

  5. ઓહ! તમારા લોંગ જમ્પ અને હાઇ જમ્પ ચાલુ જ છે, એમ ને? આમ પણ જીવનમાં સલામતીની ભાવના આવી જાય તો વ્યક્તિગત વિકાસ રુંધાઈ જતો હોય છે એટલે કૂદકા મારે જ રાખજો. પણ તેમાં જેટલો મોકે મળે તેટલો સમય કવિનના બાળપણને માણવાનું ભૂલતા નહિ. અને હા, લદાખ તમારી યાદીમાં છે કે નહિ એ જણાવજો. 😉

    Like

    1. એક કંપનીએ ધર્મશાળામાં હેડ-ક્વાર્ટર બનાવ્યું છે. તો, ક્યારેક ત્યાં કામ કરવાની ઇચ્છા ખરી. અને, અત્યારે તો વર્ક-ફ્રોમ-હોમ છે. એટલે લડાખમાં રહીએ કે લખનૌમાં – ઇન્ટરનેટ મળે એટલે બધું સરખું જ છે 😉

      Like

      1. હા, ભાઈ હા. આ ઇન્ટરનેટેજ દાટ વાળ્યો છેને બધો! બાકી ઘરેથી જ કામ કરવામાં ફાયદો કે નુકસાન? મારે પણ અત્યારે ઘરેથી જ કામ ચાલે છે અને મારો અનુભવ તો એવો રહ્યો કે જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. તમે શું માનો છો?

        Like

        1. ફાયદા અને નુકશાન બન્ને છે. સોફ્ટવેરની વાત કરીએ તો ઓફિસમાં કામ કરવાની અલગ મજા છે. ઘરેથી કામ કરીએ તો લોકોને એમ લાગે કે આ ભાઇ ઘરે જ છે ને, ચાલો ત્યાં મળતા જઇએ 🙂

          Like

          1. Wordsmith નો વ્યવસાય તો એકદમ જ નિરાળો છે. ઘરેથી કામ કરતા હોઈએ તો ઘરવાળાને એમ જ લાગે કે આ માણસ ટાઇમપાસ કરે છે. અને ગુજરાતી પ્રકાશકો ભાવ એવા આપતા હોય છે કે ઑફિસ રાખીએ તો કપડા ઉતરી જાય! 🙂

            Like

  6. અપવાદ રૂપે હું બેંગ્લોર ને ખરેખર ખુબ યાદ કરું છુ. PG માં બનેલું ગ્રુપ, ત્યાનું વાતાવરણ , કન્નડ સોન્ગ્સ (2-3 મુવીઝ પણ ત્યાં ના લોકલ સિનેમા માં જોઈ નાખ્યા હતા ;)), ફરવા માટે ના ઘણા-બધા ઓપ્શન્સ (અમદાવાદ ની સરખામણી માં), એ ઉપરાંત કર્નાટક ના ફરવા લાયક સ્થળો અને wild-life, નોર્થ કર્નાટક નું ફૂડ, આન્ધ્ર ફૂડ, ટેક ઈવેન્ટ્સ, આઇસ્ક્રીમ્સ, ફ્રુટ-જ્યુસ, “foo” – સાગર માં મસાલા ડોસા અને કોપ્પી 🙂 વીકએન્ડ્સ માં ફૂલટું જલસા..

    ખરાબ વસ્તુ ઓ માં રિક્ષાવાળા, ટ્રાફીક, ત્યાના લોકો ની નોર્થ-સાઉથ ની બબાલો-અદેખાઈ અને અમદાવાદ આવવા માટે કરવી પડતી લાંબી મુસાફરી 🙂

    હવે ફરી 10-15 દિવસ ની મુલાકાત લેવાની ઈચ્છા થઇ રહી છે 🙂

    Like

  7. Hu Chennai ma 1 year rahelo..E loko tamil na aadvde to road direction pan na bataye:(..and “tame north indian” kahin ne galo pan bahu aape…Bhawgwan mane kaal pani mokle pan south ma kyare pan nahin!!!!..Khabar nahin seni dushmani che aapna thi?

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.