છેલ્લી અપડેટ્સ! (#૯૩)

* છેલ્લી અપડેટ્સની પોસ્ટ તમે પચાવી જજો, ઓ બ્લોગજનો!

એટલિસ્ટ, પાંચેક દિવસ પૂરતી. કારણ એટલું જ કે આ પાંચ દિવસમાં લાંબી મુસાફરી કરવામાં આવશે, લગ્નમાં હાજરી આપવામાં આવશે અને વચ્ચે-વચ્ચે ઓફિસનું કામકાજ કરવામાં આવશે. ત્યાર પછી, એવું દેખાય છે કે મિટિંગોની ભરમાર છે (NB: પ્રભુ, તારી મહિમા અપરંપાર છે!) અને સાથે-સાથે કવિનના પરાક્રમોની લંગાર પણ છે (ie નવી સ્કૂલ, નવું સત્ર, નવાં પેન્સિલ-રબર વગેરે વગેરે).

* છેલ્લાં દસેક દિવસ મમ્મીને ત્યાં હતો અને વચ્ચે સમ્યકે મુંબઇ મુલાકાત લીધી, ત્યારે અમે એક-દોઢ દિવસ માટે ઘરે હતા. સમ્યક પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેનો એક સરસ પ્રોજેક્ટ છાપકામ જોવા જેવો છે, અને તમે તેમાં તમારો કોડ-ફાળો આપી શકો છો, એ કહેવાની જરુર છે? 🙂

રવિવારે નિરવ (પંચાલ) જોડે મુલાકાત થઇ અને ઓબેરોય મોલનાં ફૂડકોર્ટમાં બેસીને ગપ્પાં માર્યા (અને નેચરલનો કાલાજામુન આઇસક્રીમ ખાધો).

* રવિવારે નવી-નવી સાયકલનો બીજો એક ટેસ્ટ કરવામાં આવ્યો. રાત્રે ૯.૩૦ એ શરુઆત કરી અને ૧૨.૦૦ સુધીમાં દહિંસર-થી-સાંતાક્રુઝની નાનકડી (૫૦ કિમી) રાઇડ કરી. સાથે ગૌરવ હતો, જે મારા કરતાં અનુભવી સાયકલિસ્ટ છે, એટલે તેણે ગીઅર્સ-શિફટર્સ અંગે થોડી ટિપ્સ આપી.

* ઓવરઓલ, દિવસો આરામમાં ગયા છે, સિવાય કે સવાર કે સાંજની કસરત.

Advertisements

4 thoughts on “છેલ્લી અપડેટ્સ! (#૯૩)

 1. મારી જોડે મુલાકાત થાય ત્યારે , કૌસમાં [ Says ] લખજો . . . ખી ખી ખી 🙂

  અને તમારી નાનકડી રાઈડ , 50ની હોય ત્યારે મોટી વિષે તો એટલું જ માનવાનું કે તમે પૂરું મહારાષ્ટ્ર ઘૂમી લીધું 😉

  અને છેલ્લે ; પચાવી લીધું !

  Like

 2. @કાર્તિકભાઈ, મુંબઈ મુલાકાતમાં બહું મઝા પડી. બિલ્ડીંગમાં નીચે રમતાં ટાબરિયા અને એ સમીસાંજ અંકિત રહેશે.
  @બ્લોગજનો, છાપકામ માટે પોતપોતાની ડિવાઈસીસમાં ટેસ્ટીંગ અને માહે મળતાં બગ્સનું રીપોર્ટીંગ પણ આવકાર્ય છે.

  ઓલ્સો, સામ્યક -> સમ્યક 😛

  Like

  1. સમ્યક ફિક્સ્ડ! હવે મારે શાળાગીતની આ પંકતિઓ યાદ રાખવી પડશે.

   “સમ્યક દર્શન, સમ્યક વર્તન, એ જ મંત્ર નિરંતર જપનારા..”

   🙂

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.