જ્યારે અમે નાના હતાં – વેકેશન

* અત્યારે કવિનનું વેકેશન ચાલી રહ્યું છે, અને સમગ્ર વેકેશન દરમિયાન તેણે રખડી ખાવા સિવાય કંઇ કામ કર્યું લાગતું નથી (મોસ્ટ હેપનિંગ-એક્સાઇટિંગ  એક્ટિવિટી: શેરીનાં કૂતરાંઓને પથ્થર મારવા. તા.ક. કોઇ ઝોલાંધારી શ્વાનપ્રેમી એક્ટિવિસ્ટે પગલાં લેવા નહીં, નહીતર તેમને પણ પથ્થર ખાવાના આવી શકે છે!). અને, મેં મારી જાતને કવિનને સલાહો આપતો સાંભળ્યા પછી યાદ આવ્યું કે અમે વેકેશનમાં શું કરતાં હતાં? આ જ. રખડી ખાવાનું.

છેલ્લું પેપર ક્યારે પતે એના ઉત્સાહમાં હું ઘણીવાર છેલ્લા પેપરમાં ભોપાળું-ધબડકો વાળીને આવતો. (હા, કોલેજમાં પણ મારે હંમેશા છેલ્લાં પેપરમાં ઓછા માર્ક્સ જ હોય.) વેકેશન શરુ થાય એના પહેલાં ભવ્ય પ્લાન્સ બનાવ્યા હોય કે આમ કરીશું ને તેમ કરીશું. શરુઆતમાં તો બહુ ઉત્સાહથી કંઇક નવી પ્રવૃત્તિ કરવામાં આવે અને પછી ધીમે-ધીમે આખું વેકેશન કારણ વગરના રખડવામાં પસાર ક્યારે થઇ જાય એની ખબર ન પડે. મોટાભાગનું વેકેશન જોકે મામાનાં ઘરે કે બાનાં (નાની) ઘરે જ વીતાવવામાં આવતું. મને યાદ છે ત્યાં સુધી વેકેશનમાં હું ક્યાંય ફરવા ગયો નથી (સિવાય કે આજુ-બાજુ નાનકડી ટ્રીપ્સ).

હા, વેકેશન એના માટે તો હોય જ છે. કવિનને કોઇ જ પ્રકારના ક્લાસિસમાં એની મરજી વગર મૂકવાનો ઇરાદો નથી. એ અત્યારે એના વેકેશનનું છેલ્લું અઠવાડિયું મસ્તીથી કાઢી રહ્યો છે. દા.ત. કાલે પહેલાં વરસાદમાં નહાવાનું🙂

અને હવે, ઉનાળું-દિવાળી વેકેશન મળતું જ નથી😦 (એટલે કે, લેવું પડે છે!)

4 thoughts on “જ્યારે અમે નાના હતાં – વેકેશન

  1. … પછી યાદ આવ્યું કે અમે વેકેશનમાં શું કરતાં હતાં? આ જ. રખડી ખાવાનું. …

    બાપ એવા બેટા … વડ એવા ટેટા
    🙂

    Like

  2. તા.ક. કોઇ ઝોલાંધારી શ્વાનપ્રેમી એક્ટિવિસ્ટે પગલાં લેવા નહીં, નહીતર તેમને પણ પથ્થર ખાવાના આવી શકે છે! — HA HA HA…

    Like

  3. કોક આવો (ઝોલાંધારી શ્વાનપ્રેમી) આવી ચડે તો મને યાદ કરજો, હું પણ શક્ય હોય તો આવીશ પથરા મારવા

    Like

  4. ઉત્તર ગુજરાત ના નાનકડા ગામ માં આખુ વેકેશન રખડી ખાવાનું (કેરી ગુલમહોર રાયણ ફાલસા કરમદાં ગરમાડો લીમડો) બધુ ખોવાતું જાય છે

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s