હું ચંદ્રકાંત બક્ષી

હું ચંદ્રકાંત બક્ષી

* મુંબઇ સમાચાર (થેન્ક્સ ટુ વિનયભાઇ) અને દેશ ગુજરાત દ્વારા જાણવા મળ્યું કે શિશિર રામાવત બક્ષીબાબુના જીવન પર આધારિત નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’ નો શૉ મુંબઇમાં રજૂ કરવાના છે. લો ત્યારે – શિશિરભાઇની કૉલમ અને કલમનો લાભ તો આપણે લીધેલો અને હવે બક્ષીબાબુનો વિષય હોય ત્યારે આપણે પાછા પડીએ? દુર્ભાગ્યે, ૧૫ અને ૧૬ તારીખે હું અત્યંત વ્યસ્ત હતો (જુઓ: આ પોસ્ટ્સ) એટલે પછી NCPAની ૨૨ તારીખની ટિકિટ્સ બુક કરાવવામાં આવી/ (એના કારણે પૃથ્વી થિએટર જોવાનું રહી ગયું. નેક્સ્ટ ટાઇમ!) NCPA બુકમાયશૉ.કોમ થી ટિકિટ્સ બૂક કરવા દે છે, જે એકદમ સરસ વેબસાઇટ છે. ક્લિઅરટ્રીપ અને ફ્લિપકાર્ટની જેમ આપણે હવે તેના નાનકડા સમર્પિત કસ્ટમર બની ગયા છીએ 🙂

તો, ગઇકાલે સાંજે અમે NCPA પહોંચી ગયા. એમ તો કવિનની પણ ટિકિટ લીધેલી પછી કવિને કહ્યું – મને પૂછ્યું હતું? એટલે મારા સસરાને એની જગ્યાએ આમંત્રિત કરવામાં આવ્યા. જે અમારા સર્વશ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક ગણી શકાય! 😉 NCPA માં સારી એવી સંખ્યામાં પબ્લિક હતી. નાટક યોગ્ય સમય પર શરુ થયું. Experimental થિએટર પ્રમાણમાં નાનું હતું પણ એકદમ પરફેક્ટ જગ્યા લાગી.

નાટકની શરુઆત જ એકદમ પ્રભાવશાળી રહી. પ્રતિક ગાંધીનો અભિનય લાજવાબ હતો. શરુથી લઇને અંત સુધી એકપણ નબળો સંવાદ કે નબળો અભિનય લાગ્યો નહી (ડિસક્લેમર: નાટકનો મારો પ્રથમ અનુભવ!). બક્ષી ખરેખર સ્ટેજ પર ઉતરી આવ્યા હોય એવું લાગતું હતું. જેને બક્ષીનામા વાંચી હોય (કયા બક્ષી ચાહકે ન વાંચી હોય??) એને વધારે મજા આવે એવું મને લાગ્યું. બક્ષીબાબુએ મેરેથોન ૨ કલાક અને પ૫ મિનિટમાં પૂરી કરેલી એવું સાંભળ્યા પછી મારા પ કલાક અને ૫૫ મિનિટના સમય પર ઘરવાળાઓએ માછલાં ધોયા 😉

૧ કલાક અને ૪૫ મિનિટ – મજા આવી ગઇ!

હેટ્સ ઓફ ટુ – પ્રતિક ગાંધી, શિશિરભાઇ અને મનોજ શાહ. આ ત્રિપુટી જો મોટું બક્ષીમય નાટક બનાવે તો જલ્સા પડી જાય અને પહેલી ટિકિટ હું સપરિવાર લઇ લઉં!

અને છેલ્લે મેન્ડેટરી વસ્તુ – સ્ટેટસ હોટલમાં મસ્ત સાઉથ ઇન્ડિયન ફૂડ ઝાપટવામાં આવ્યું!

[ચિત્ર: નાટકના પેમ્ફલેટમાંથી રિમિક્સ]

Advertisements

5 thoughts on “હું ચંદ્રકાંત બક્ષી

  1. શું વાત છે…. અમારે અહીં દુબઈ માં તો શો થશે એવા કોઈ એંધાણ નથી દેખાતા, કાશ હું ઇન્ડિયા આવું ત્યારે અથવા ડી.વી.ડી. રૂપે મળી શકે…. આભાર કાર્તિકભાઈ શેર કરવા માટે

    Like

  2. વડોદરા, સુરત કે અમદાવાદ શો આવે એની ઇન્તેઝારી ખરી :)…..હમણાં મુંબઈ સુધી લા…….બા થવાની કોઈ ગુંજાશ નથી 😀

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s