અપડેટ્સ – ૯૬

* એમ તો આ પોસ્ટ વહેલી આવવી જોઇતી હતી, પણ: હેથ વે! આ હેથ વે ના કર્યા હૈયે વાગ્યા અને મારું ઇન્ટરનેટ ગઇકાલથી આજ બપોર સુધી લગભગ બંધ જેવું જ હતું. એના કારણે એક મહત્વની મિટિંગ ગુમાવવી પડી. મર્ફીના નિયમ મુજબ મારું બેકઅપ ઇન્ટરનેટ (રીલાયન્સ ડોંગલ) પણ ખરા સમયે બરોબર ન ચાલ્યું. હેથ વે અત્યારે તો ચાલુ થઇ ગયું છે. રીલાયન્સનું ડોંગલ પાછું આપીને નવું થોડું વધુ ઝડપી ટાટા ડોકોમોનું ડોંગલ લેવામાં આવ્યું છે, જે બેકઅપ તરીકે કામ આવશે. હેથ વે નો વિકલ્પ શોધાઇ રહ્યો છે. આ ક્ષણે મને થયું કે ભારતમાં રહેવું હવે નક્કામું છે, પછી વિચાર આવ્યો કે ના રે ના, અમારો ભારત દેશ મહાન છે. જય હિંદ!

* વાર્ષિક ખર્ચો: નવાં શૂઝ. આ વખતે જાપાનીઝ શૂઝ Asics પર પસંદગી ઉતારી છે. વત્તા મિનિમલ કુશનવાળાં લીધા છે, જેથી દોડતી વખતે પગની મૂવમેન્ટ સરખી રહે (સરખી રાખવી જ પડે, નહિંતર ટાંટિયાનાં ઢીંચણ ટાંય ટાંય ફીસ્સ!).

* ગયા રવિવારે સાયકલ પર બાંદ્રા ગયો, ત્યાં ૧૦ કિમીની નાનકડી દોડનું આયોજન હતું (ઇન્ટરનેશનલ ઓલ્મપિક ડે નિમિત્તે). નવાં લોકો મળ્યાં અને પાછો એજ રુટ પર આવ્યો. ૪૦ કિમી સાયકલિંગ. મજા આવી!

* અને, રાસ્પબેરી પાઇ ઉપર પાછાં પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટોર અને પાઇનું યોગ્ય જો઼ડાણ થાય એ માટે બે-ત્રણ પ્રોજેક્ટસને અજમાવવામાં આવ્યા છે, જેમાં ટોરબેરી સરસ ચાલે છે. હવે, પાઇનો કેમેરો લેવાનો છે, એટલે હોમ સિક્યુરીટી સિસ્ટમ કે કવિન સર્વેલિયન્સ સિસ્ટમ જેવું કંઇક બનાવી શકાય😉

3 thoughts on “અપડેટ્સ – ૯૬

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s