રાઇડ રીપોર્ટ: ગોરાઇ-મનોરી

* તો થયું એવું કે અમારે આજે સવારે જવાનું હતું યેઉર હિલ (Yeoor Hill). લગભગ ૧૦૦ કિમીનો પ્લાન હતો જે રાત્રે ૧૧ વાગે પડી ભાંગ્યો! હવે કરવું શું? હું અત્યંત નિરાશ થયો પણ પછી સમાચાર મળ્યા કે, અમુક લોકો ગોરાઇ જવાનો પ્લાન બનાવે છે, તો એ પ્લાન અમલમાં મૂકવાનો નક્કી કર્યો.

સવારે ૪.૩૦ એ ઉઠ્યા પછી, તૈયાર થઇને લગભગ ૪.૫૦ જેવો નીકળ્યો ત્યારે વરસાદ નહોતો એટલે હું બહુ ખુશ હતો. જોકે મારી ખુશી બહુ ટકી નહી અને દહિંસર પહોંચતા સુધીમાં જોરદાર વરસાદ (નોંધ: મુંબઇનો વરસાદ!) ચાલુ થઇ ગયો. આ સમય મારું માનીતું વિન્ડચીટર કામમાં આવ્યું અને હું નક્કી કરેલા સ્થળે (ચેક નાકા) પહોંચ્યો એની બે-ત્રણ મિનિટ પછી કેઇથ ત્યાં આવ્યો. કેઇથ જોડે પ્રથમ મુલાકાત. ફેસબુક ઉપર ૧૧ વાગે જ ઓળખાણ થઇ હતી. રસ્તો મેં જોયેલો નહોતો એટલે હું તેની પાછળ-પાછળ સાયકલ ચલાવતો હતો. એક સ્થળે જઇ અમે અટક્યા અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઇ, કારણ કે રસ્તા પર ક્યાંય સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નહોતી. ત્યાં થોડી વાતો કરી અને એક નવા સરસ વ્યક્તિનો પરિચય થયો. અમે ઘણી વાતો કરી – સાયકલિંગ, લાઇફ અને સ્વાભાવિક રીતે – હું ગુજરાતથી છું તો, ન.મો.ની વાત નીકળ્યા વગર રહે? 🙂 ગોરાઇનો રસ્તો એકદમ મસ્ત છે. લાગે જ નહી કે આપણે મુંબઇમાં છીએ! ત્યાંથી પછી ફેરી શરુ થાય છે ત્યાં પહોંચ્યા. એક ફેરી અમે પહોંચ્યા ત્યારે નીકળી ગઇ હતી એટલે ફરી ગપ્પાં મારવાનો મોકો મળ્યો અને બીજી ફેરી આવી એટલે મારી સાયકલે પ્રથમ જળસવારી કરી! અભિનંદન, મારી વ્હાલી સાયકલ!!

સાયકલની સવારી!

ત્યાંથી મનોરી પહોંચ્યા અને પછી માર્વે રોડ થી લિંક રોડથી ઘરે આવ્યો. આ એક યાદગાર રાઇડ બની રહી. ૮ વાગે મારે આરે ફોરેસ્ટમાં આવતી કાલની હાફ-મેરેથોન માટે બિબ નંબર વગેરે લેવા માટે જવાનું હતું એટલે છેલ્લી દસ મિનિટ સરસ સ્પિડે સાયકલ ચલાવી. આરે ફોરેસ્ટમાં જવાનું હતું એ સૌ કોઇને પહેલી વાર જ મળ્યો અને આજના એક દિવસમાં (૪ કલાકમાં!) ચાર રસપ્રદ વ્યક્તિઓ જોડે મુલાકાત થઇ ગઇ. ટૂંકમાં — મજા આવી ગઇ!

અને, આવતી કાલનો રેસ રીપોર્ટ પણ રસપ્રદ બની રહેશે એવી શક્યતા! 🙂

Advertisements

3 thoughts on “રાઇડ રીપોર્ટ: ગોરાઇ-મનોરી

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s