હોંગ કોંગ – ૪: અપડેટ્સ

* અપડેટ ટાઇમ!!

* તો, આજે વિકિમેનિઆ ૨૦૧૩નો છેલ્લો દિવસ છે અને ઓપનિંગ કી-નોટ પછી અમે અહીં ‘How to take quality images with cheap camera’ ની ચર્ચામાં બેઠા છીએ. સરસ ચર્ચા વત્તા માહિતી મળી રહી છે. વિકિમેનિઆ અત્યાર સુધી સરસ રહ્યું છે. કેટલાંય નવાં-નવાં લોકોની ઓળખાણ થઇ, જોરદાર નોલેજ મળી રહ્યું છે અને હવે, ધીમે-ધીમે વિકિપીડિઆ કોમ્યુનિટીમાં વધુ-ને-વધુ ઉંડા ઉતરી રહ્યો છું.

આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી!
આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી! — શુ ગાર્ડનર

* થોડાંક ચિત્રો કોમન્સમાં અપલોડ કર્યા છે. બાકીનાં સમય મળ્યે ત્યારે.

* મોંગ મોક અને અહીં ચીમ શાઇ ચુનમાં (TST) માં ફરવાની મજા આવી ગઇ. હજી ઓરીજીનલ હોંગ કોંગ આઇલેન્ડ તો જોવાનો બાકી જ છે અને (અ)મારી પાસે એક અડધો દિવસ જ છે. પણ, હવે ફરી કોઇ વખત હોંગ કોંગની વાત છે. જાણવા મળ્યું કે અહીં મેરેથોન પણ થાય છે. હમમ..

* પાર્ટી અને આફ્ટર પાર્ટી સારી જઇ રહી છે. ગઇકાલે પાર્ટી, ડાન્સ પાર્ટી હતી અને આજે સાંજે બીચ પાર્ટી છે. આખો દિવસ કામ કરીએ પછી કંઇક મજા તો કરવી જ જોઇએ ને? ઓવરઓલ, હોંગ કોંગની પબ્લિક સારી છે એવું લાગ્યું. અહીં ભારતીયોની (જેમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી પણ આવી જાય) વસ્તી સારી એવી છે. હોટેલની બાજુમાં સબ-વેમાં કામ કરતાં લોકોને હિન્દીમાં વાત કરતા જોયા પછી ખબર પડીકે તેઓ બાંગલાદેશથી આવ્યા છે અને લગભગ ૧૯ વર્ષથી રહે છે (પણ, ચાઇનીઝ શીખ્યા નથી, તે વાત અલગ છે). અહીં પોલીટેક, જેમાં વિકિમેનિઆ કોન્ફરન્સ છે, એ પણ સરસ છે. મજાનું કેમ્પસ છે અને સરસ ક્લાસ રુમ્સ છે. અફસોસ થાય કે, બહાર જઇને ભણવા ન મળ્યું 🙂

* છેલ્લે, શોપિંગ સાર: હોંગ કોંગ મોંઘું છે. પણ, સરસ છે!!

Advertisements

6 thoughts on “હોંગ કોંગ – ૪: અપડેટ્સ

  1. હોંગકોંગી પંજાબી-શિખ મિત્ર (ત્રીજી પેઢી) કેન્ટોનીઝ ભાષા અદ્‍ભુત રીતે બોલે છે જેને સાંભળીને સમકક્ષ ચાઇનીઝ મિત્રો અતિ આશ્ચર્ચ પામે છે.

    Like

    1. એક રીપોર્ટ પ્રમાણે ૧૨ ટકા. પણ, હાલમાં, ફાઉન્ડેશનના બોર્ડમાં ૬ મહિલાઓ છે. સ્ટાફમાં પણ ઘણી બધી મહિલાઓ છે. જુઓ: https://wikimediafoundation.org/wiki/Staff_and_contractors હા. હજી એડિટર્સની સંખ્યા ઓછી હોવાની શક્યતા ખરી. પણ, વિકિપીડિઆનું આ કામ અંગે ફોકસ સારું છે..

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.