પુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે!

* વર્ષો પહેલાં ઇ.સ. પૂર્વે એપ્રિલ ૨૦૦૯માં અમારા દ્વારા આ બ્લોગ પર એક સાહસિક પોસ્ટ ‘નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક‘ લખવામાં આવી હતી. અને નક્કી હતું તેમ, એના ઉપર જરાય કામ-કાજ થયું નહી. પણ, વિકિમેનિઆમાં કોઇક ચર્ચા દરમિયાન વાત નીકળી કે આવું કોઇક પુસ્તક લખવાનો સૌથી ઉત્તમ રસ્તો છે – સાથે મળીને લખવું. અને, આમ પણ, આ પુસ્તકનો કોઇ વ્યાપારિક હેતુ છે જ નહી એટલે મારે પબ્લિશર જોડે માથાકૂટ કરવાનો સવાલ જ નહોતો.

તો હાજર છે – પેંગ્વિન ઊડી શકે છે! – હવે ગીટહબ પર!

હજી માત્ર કાચી-પાકી રુપરેખા જ લખી છે. સમય મળતાં વધુ વિગતો ઉમેરતો જઇશ. અહીં તમે પણ તમારો ફાળો – જોડણી સુધારો, સંદર્ભો, ટેકનિકલ ખામીઓ – વગેરે આપી શકો છો. ફાળો આપવાનો ઉત્તમ રસ્તો ગીટહબમાં તેને ફોર્ક કરીને પુલ રીકવેસ્ટ મોકલવાનો છે. જ્યારે તમે પુલ રીકવેસ્ટ મોકલો ત્યારે ધ્યાન રાખજો કે ગીટ બ્રાન્ચનો ઉપયોગ કરો જેથી આપણાં ફેરફારો અડફેટે ન ચડે! ફાળો આપવાનો બીજો રસ્તો આ પ્રયત્ન વિશે વધુ માહિતી ફેલાવવાનો છે.

થોડા સમય પછી પુસ્તકને LaTex બંધારણમાં ફેરવવામાં આવશે, જેથી PDF અને ePub જેવા બંધારણો તરત જ શક્ય બનશે – જે હજી શીખવાનું ચાલુ છે.

અપડેટ: જો તમે ગીટહબમાં ફોર્ક કરેલ હોય, અને મારા અપડેટ્સ સાથે અપ-ટુ-ડેટ રહેવા માંગતા હોવ તો નીચેની માહિતી ઉપયોગી થશે (લિનક્સ અને મેક માટે, વિન્ડોઝ – રામ જાને!)

૧. તમારા ફોર્કમાં જાવ,

cd penguin-can-fly

૨. અપસ્ટ્રીમ તરીકે મારી ગીટ રેપોઝિટોરી ઉમેરો,

git remote add upstream git@github.com:kartikm/penguin-can-fly.git

૩. અને પછી, અપડેટ્સ મેળવો,

git fetch upstream

૪. અને, મર્જ કરો:

git merge upstream/master

મર્જ કરતાં પહેલાં જોઇ લો કે કંઇ conflict વગેરે તો નથી ને.

Advertisements

7 thoughts on “પુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે!

 1. forked, want to write something but I am not that much exposed to linux. May be I can write something about top level experience and something.

  BTW I have one of my old and obviously outdated reports, will create a branch and send you a pull request. I hope it can help you.

  Like

 2. 8 માં પ્રકરણના ત્રીજા મુદ્દા વિશે સારી એવી જાણકારી છે, ચાલો ગિટહબ ઓપરેટ કરતા તો આવડતું નથી પણ શીખી લઇશું ( નહીં ખબર પડે, તો ક્યારેક તમને પરેશાન પણ કરીશું ) અને જોઇએ હવે ક્યારે લખવાનું મુર્હુત નીકળે છે.
  તમારું ( પ્રથમ ઇ-બુકનું ) પેંગ્વિન જરૂર ઊડશે. 🙂

  Like

 3. હું વિન્ડોઝ જ વાપરું છું, વિન્ડોઝ માટેનું એક ગિટક્લાયન્ટ ડાઉનલોડ કર્યું છે, અને તેમાં ગિટ બેશ (Git Bash Or Git Shell) જેવું કંઇક આવે છે અને GUI ઇન્ટરફેસમાં એક સોફ્ટવેર પણ છે. શીખવાનું ચાલું છે, જો આવડી જશે તો અહીં કોમેન્ટમાં જણાવી દઇશ જેથી બીજા વિન્ડોઝ વપરાશકારો સરળતાથી તમારા પુસ્તક પર કોન્ટ્રીબ્યુટ કરી શકે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s