અપડેટ્સ – ૧૦૨

* ગઇ કાલે અમારી ૯મી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી. ઉજવણી? પાની પુરી. પેસ્ટ્રી.

* કે. મારા માટે ‘યોગ મેટ’ લાવી  જેથી હવે જુહુ કે આરે કોલોનીમાં ટ્રેનિંગ વખતે મારા કપડાં ખરાબ નહી થાય (કે ઓછા થશે) વત્તા ઘરે પણ વ્યવસ્થિત રીતે કસરત વગેરે થઇ શકે. થેંક્સ, કે! (PS: યોગા નહી યોગ કહેવાય). આવતા રવિવારે (૧ લી તારીખે) બાંદ્રા-NCPA હાફ-મેરેથોનમાં ભાગ લઇ રહ્યો છું, જેની તૈયારી જરાય ઠીક લાગતી નથી!

* અમે બન્ને જણાંએ ગુજરાતી વિકિસ્ત્રોતમાં યોગદાન શરુ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની વેવિશાળથી અમારી શુભ શરુઆત થઇ છે. હવે જોઇએ છીએ ક્યાં સુધી પહોંચીએ છીએ 🙂

* ગુજરાતીલેક્સિકોનની નવી પોપ અપ ડિક્શનરી સરસ રોકિંગ છે. હવે, પોપ અપ નામ કેમ રાખવામાં આવ્યું એ ખબર નથી! આ એપ્લિકેશન IIM માં રાખેલા હેકેથોનમાં રનર અપ બની હતી. દુર્ભાગ્યે, એમાં આવતી એડ્સ આખા લુક એન્ડ ફિલને મારી નાંખે છે..

* આપણો દેશ કોમ્પ્યુટર છે. આપણે ૦ અને ૧ આંકડાઓ છીએ. રાજકારણીઓ તેમાં ઘૂસેલા ડીફોલ્ટ વાયરસ છે. આપણી ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ છે. દેશને મુક્ત એવાં લિનક્સ અને ઓપનસોર્સ વિચારધારાની તાતી જરુર છે.

Advertisements

6 thoughts on “અપડેટ્સ – ૧૦૨

  1. ‘અપડેટ્સ’ને તાજાં કરતા રહેવમાં મોડો છું.
    પણ વિકિસ્ત્રોતની વાત વાંચીને, તમારી બન્નેની ત્યાં હાજરીની આવકાર નોંધ ત્યાં પણ લેવાની બાકી રહી ગ ઇ હતી તે પણ યાદ આવ્યું. આમ મોડું , પણ વેલ કમ, તમને બન્નેને.
    વિકિસ્ત્રોત પર ગુજરાતી પુસ્તકોને પીડીએફ તરીકે ડા ઉનલોડ કરવા અંગે મેં બહુ પહેલાં પણ ધ્વલ વ્યાસ વગેરેને કહ્યું હતું. એ જરૂરથી મુશ્કેલ તો હશે જ, પણ તમે સૌ ટેકીઝ જો તેની પાછળ પડી જાઓ તો તે થઇને રહેશેી ટલો તો વિશ્વાસ મને મારા વિશ્વાસ પર છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s